જાણો પર્સનલ એક્સીડેન્ટ ઇન્શ્યોરન્સ શું છે અને મુશ્કેલ સમયમાં તે કઈ રીતે મદદ કરે છે.

0
205

શા માટે તમારે અંગત અકસ્માત વીમો કરાવવો જોઈએ, તે તમારી મદદ કઈ રીતે કરી શકે છે, જાણો વિસ્તારથી. પર્સનલ એક્સીડેંટ ઇન્શ્યોરન્સ વ્યક્તિ અકસ્માતથી થનારી આર્થિક મુશ્કેલીઓથી બચાવવામાં મદદરૂપ છે. સાથે જ તે વ્યક્તિની મૃત્યુની સ્થિતિમાં કુટુંબબને આર્થિક રીતે ઉભા થવામાં મદદ કરે છે.

જીવનના મુશ્કેલ સમયમાં સુરક્ષિત રહેવા માટે દરેક વ્યક્તિ ઘણા પ્રકારના પ્રયત્નો કરતા રહે છે. તેના માટે લોકો ઘણા પ્રકારની પોલીસી લે છે. તેમાંથી એક છે પર્સનલ એક્સીડેંટ ઇન્શ્યોરન્સ એટલે વ્યક્તિગત અકસ્માત વીમો. આ પોલીસીનો એક પ્રકાર છે, જે આકસ્મિક વિકલાંગતા કે મૃત્યુથી થતા આર્થિક નુકશાનથી ઉભા થવામાં મદદ કરે છે. તેમાં અકસ્માતને કારણે શરીરનું કોઈ અંગ ન રહેવાથી એક નક્કી કરેલી રકમ મળે છે.

પર્સનલ એક્સીડેંટ ઇન્શ્યોરન્સ અલગ અલગ અકસ્માતને કવર કરે છે. તેમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટથી લઈને વીજળીના ઝટકા સુધી. બાથરૂમમાં લપસી જવા, જીમમાં વર્કઆઉટ કરતી વખતે થનારી ઈજા અને પાણીમાં ડૂબવાથી લઈને આગ લાગવાથી થતા નુકશાન સુધી તમામ અકસ્માતો વ્યક્તિગત અકસ્માતમાં આવરી લેવામાં આવે છે.

પર્સનલ એક્સીડેંટ ઇન્શ્યોરન્સનું પ્રીમીયમ : તેનું પ્રીમીયમ કવર, રકમ અને વ્યક્તિની નોકરી વર્ગ ઉપર આધાર રાખે છે. હાઈ રિસ્ક વર્ગની નોકરીમાં પ્રીમીયમની રકમ સુરક્ષિત ગણવામાં આવતી નોકરી વાળા લોકોની સરખામણીમાં વધુ રહેશે. તે તમારી ઉપર આધારિત છે કે તમે કેટલું કવર લેવા માગો છો. સામાન્ય રીતે તમારે વાર્ષિક પગારના 15-20 ગણું કવર લેવું જોઈએ. આ પોલીસીમાં વિકલાંગતાને અલગ અલગ કેટેગરીમાં વહેચવામાં આવે છે.

સંપૂર્ણ રીતે વિકલાંગ થવું : તેમાં વ્યક્તિને ગંભીર ઈજા થવાથી શરીરનું કોઈ એક મહત્વનું અંગ લાંબા સમય માટે અને સંપૂર્ણ રીતે નુકશાન ગ્રસ્ત થઇ જાય છે. તેમાં બંને હાથ ગુમાવી દેવા, બંને પગ ગુમાવી દેવા, સંપૂર્ણ આંધળાપણું, અવાજ ગુમાવી બેસવું, માનસિક સ્થિતિ ગુમાવી દેવા જેવી સ્થિતિ પણ સામેલ થાય છે. એવી સ્થિતિમાં સામાન્ય વીમા રકમના 100 % ચુકવણી કરવામાં આવે છે.

થોડા પ્રમાણમાં વિકલાંગ થવું : તેમાં એક હાથ કે એક પગ ગુમાવી દેવો, સાંભળવાની શક્તિ ગુમાવી દેવી, એક આંખની દ્રષ્ટિ જતી રહેવી, હાથ કે પગની આંગળીને નુકશાન જેમ કે શરીરનું કોઈ એક અંગ કે ભાગને કાયમી નુકશાન થવું સામેલ થાય છે. તેમાં વીમાની રકમ અમુક ટકા જ ચુકવવામાં આવે છે.

કાયમી રીતે વિકલાંગ થવું : કોઈ અકસ્માત પછી જયારે વ્યક્તિ કાયમી પથારીવશ થઇ જાય તો વિકલાંગતાના સમયગાળા દરમિયાન એક સાપ્તાહિક ચુકવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે વીમાની રકમના 1 ટકા દર અઠવાડિયે ચુકવણી થાય છે.

આ માહિતી એબીપીલાઇવ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.