જાણો બાળકોની સુખાકારી અને રક્ષા માટે કરવામાં આવતા જીવંતિકા વ્રતની વિધિ અને મહત્વ

0
1744

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એકવાર સ્વાગત છે. તમે બધા જાણો જ છો કે હિંદુ ઘર્મમાં પવિત્ર ગણાતો શ્રાવણ મહિનો શરુ થઇ ગયો છે. અને આ પવિત્ર મહિનો શિવજીને ઘણો પ્રિય છે. આ મહિનામાં ભક્તો શિવજીની પૂજા – અર્ચના અને ભક્તિમાં રસબોળ થઇ જાય છે. સાથે જ આ મહિનામાં વિવિધ તહેવારો પણ આવે છે, જેને ઊજવવાનો અગમ્ય આનંદ ભક્તોને મળે છે. આ પવિત્ર શ્રાવણ મહિનામાં મહાદેવની ભક્તિ અને એકાત્મતાનો સમન્વય મહાદેવનાં વ્રતોમાં થાય છે.

આ મહિનામાં કરવામાં આવતો એક વ્રત છે જીવંતિકા વ્રત. જણાવી દઈએ કે, પોતાના બાળકોના લાંબા આયુષ્ય માટે જીવંતિકા વ્રત કરવામાં આવે છે. અને પવિત્ર શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારે આ ખાસ ‘જીવંતિકા વ્રત‘ કરવામાં આવે છે. આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના શુક્રવારથી કરી શકાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે, સંજોગો વસાત પ્રથમ શુક્રવારે આ વ્રત ન થાય, તો બીજા શુક્રવારે પણ આ વ્રતની શરૂઆત કરી શકાય છે. આ વ્રત શ્રાવણ મહિનામાં આવતા દર શુક્રવારે થાય છે, અને આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી પોતાનાં સંતાનની સુખાકારી માટે કરે છે.

આવો તમને આ વ્રતની વિધિ વિષે જણાવી દઈએ. શ્રાવણ મહિનાના શુક્રવારે સવારે વહેલા ઊઠીને, સ્નાન કરીને જીવંતિકા માતાના ફોટા આગળ પાંચ દિવેટનો દીવો પ્રગટાવો. ત્યારબાદ અબીલ-ગુલાલ અને પુષ્પોથી એમની પૂજા કરો. આ દિવસે જીવંતિકા દેવીનું પૂજન કરીને કથા વાર્તા કરવી. ઘરની મહિલાઓએ માં જીવંતિકાને પ્રાર્થના કરવી અને તેમની કથા સાંભળવી.

જણાવી દઈએ કે આ દિવસે પીળાં વસ્ત્રો નિષેધ છે. એટલે વ્રત કરનાર સ્ત્રીએ આ દિવસે પીળાં વસ્ત્રો, પીળા અલંકારો અને પીળા રંગની ચીજવસ્તુઓનો ત્યાગ કરવો. આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા. તેમજ ધ્યાન રાખવું કે, પીળાં રંગના માંડવા નીચે સૂવું નહીં કે ચોખાનું પાણીને ઓળંગવું પણ નહીં.

જીવંતિકા દેવીની કથા સાંભળ્યા પછી એમની પાંચ દિવેટોના દીવાથી આરતી કરવી. ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ બધાને વહેંચવો. માતાજીને પોતાના બાળકોના રક્ષણ માટે પ્રાર્થના કરવી. આ વ્રતના દિવસે એકટાણું કરવું. અને આ દિવસે જરાપણ ખોટું બોલવું નહિ. તેમજ કોઈની નિંદા પણ કરવી નહિ. આખો દિવસ માતાનું રટણ કરતા રહેવું. માં જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે, અને એમને લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.