જીવનમાં સમસ્યા આવે તો પણ પોતાના વિચાર હંમેશા પોઝીટીવ જ રાખો.

0
988

પ્રેરણાદાયક વાર્તા

જણાવ્યું સુખી થવાનું રહસ્ય :-

એક વ્યક્તિ ઘણો દુઃખી રહેતો હતો, કેમ કે તે વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી રહેતી હતી. તે મુશ્કેલીઓને કારણે તે વ્યક્તિ ચિંતામાં રહેવા લાગ્યો. અને એક દિવસ તે વ્યક્તિના ગામમાં એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને આ યજ્ઞ કરવા માટે ઘણા મહાન સંતોને બોલવવામાં આવ્યા. રોજ ગામવાળા આ યજ્ઞ જોવા માટે આવતા હતા.

એક દિવસ આ વ્યક્તિ પણ પોતાના એક મિત્ર સાથે આ યજ્ઞમાં ગયો. ત્યારે આ વ્યક્તિના મિત્રએ તેને જણાવ્યું કે જે સંત આ યજ્ઞ કરી રહ્યા છે, તેમની પાસે દરેક મુશ્કેલીઓનો ઉપાય છે. એટલા માટે તું પણ એક વખત સંત સાથે વાત કર, શું ખબર તે તારી તકલીફોનો પણ ઉકેલ કાઢી દે.

જેવો યજ્ઞ પૂરો થયો તે વ્યક્તિ તરત એક સંત પાસે ગયો અને સંતને પગે લાગીને કહ્યું, મેં સાંભળ્યું છે કે તમારી પાસે દરેક તકલીફોનો ઉકેલ છે? તે વ્યક્તિએ કહ્યું, મારા જીવનમાં એક તકલીફ પૂરી થતા જ બીજી તકલીફ શરુ થઇ જાય છે. એટલા માટે તમે કાંઈક એવો ઉપાય બતાવો કે મારી તમામ તકલીફો દુર થઇ જાય.

સંતે આ વ્યક્તિને કહ્યું, એક કામ કરે તું મારી સાથે મારા આશ્રમ આવ, ત્યાં જઈને શાંતિથી બેસીને કાંઈક એવો ઉપાય કાઢું છું, જેથી તારી તકલીફો દુર થઇ જાય. તે વ્યક્તિએ સંતની વાત માનીને સંત સાથે તેમના આશ્રમમાં જાય છે. આશ્રમ પહોચ્યા પછી સંતે તે વ્યક્તિને કહ્યું, મારા આશ્રમમાં એક ગૌશાળા છે અને આ ગૌશાળામાં ઘણી બધી ગાયો છે. હું ખુબ થાકી ગયો છું.

એટલા માટે તું ગૌશાળામાં જઈને ગાયોને ચારો નાખી દે અને જયારે તે તમામ ગાયો સુઈ જાય, ત્યારે તું પણ સુઈ જજે. સંતની આજ્ઞા માનીને તે વ્યક્તિ ગાયોની પાસે જાય છે અને દરેક ગાયોને ચારો નાખી દે છે અને ગાયોના સુવાની રાહ જોવા લાગે છે.

બીજા દિવસે સંત ગૌશાળામાં આવે છે અને તે વ્યક્તિને પૂછે છે, તને અહિયાં ઊંઘ કેવી આવી? તે વ્યક્તિ સંતને કહે છે, હું આખી રાત ઊંઘી નથી શક્યો. કેમ કે જયારે એક ગાય ઊંઘે છે, તો બીજી ગાય ઉઠી જાય છે અને એવી રીતે આ ગાયોએ મને આખી રાત ઊંઘવા નથી દીધો.

એ વાત સાંભળતા જ સંત કહે છે, આપણા જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ ગાયો જેવી છે. જયારે એક મુશ્કેલી દુર થાય છે, તો બીજી આવી જાય છે. એટલા માટે આ સમસ્યાઓથી દુઃખી થવું કોઈ ઉકેલ નથી.

જયારે પણ મુશ્કેલીઓ આવે તું તેનો અડગ રહીને સામનો કર, નહિ કે તેને કારણે દુઃખી થઈને બેસી રહે. મુશ્કેલીઓ આવે ત્યારે તમારા વિચારોને જો સકારાત્મક રાખવામાં આવે, તો મુશ્કેલીઓ વહેલી તકે ઉકેલાઈ જાય છે. સંતની વાત સાંભળીને આ વ્યક્તિને સમજાઈ ગયું કે જીવન આખું તો મુશ્કેલીઓ ચાલતી રહે છે.

એટલા માટે મુશ્કેલીઓને લઈને દુઃખી થવાનો કોઈ જ ફાયદો નથી અને આગળ વધવામાં જ ભલું છે. વાર્તા ઉપરથી મળેલી શીખ : જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે, એટલા માટે તમે મુશ્કેલીઓથી દુઃખી ન થાવ અને હંમેશા સકારાત્મક જ વિચારો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.