જીવ જોખમમાં મૂકીને ફોટો પાડવા જઈ રહી હતી મહિલા, હાથીએ આ રીતે તેને બાજુએ ખસેડી

0
410

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીને સૌથી ખતરનાક માનવામાં આવે છે. ક્યારે કયા જાનવરનું મગજ છટકી જાય ખબર નથી પડતી. અને જો એકવાર એમની છટકી ગઈ તો ભાઈ તમારો જીવ જોખમમાં પણ પડી શકે છે. કાંઈક એવું જ થવાનું હતું એક મહિલા સાથે, પણ હાથી આપણો સાથી ઘણો સમજદાર નીકળ્યો.

ટ્વીટર પર ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદા (IFS Susanta Nanda) એ ઓડિશાનો એક વિડીયો શેયર કર્યો છે. જેમાં એક મહિલા ફોટોગ્રાફર હાથીના રસ્તામાં અડચણ બને છે, પછી શું હાથી તેને સૂંઢથી ધક્કો મારીને ત્યાંથી હટાવી દે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા ફોટોગ્રાફર હાથીના રસ્તામાં ઉભી છે, અને તે હાથીનો નજીકથી ફોટો લેવા માંગે છે. હાથી તે મહિલા તરફ આગળ વધે છે, પણ તે મહિલા તેના રસ્તામાંથી હટતી નથી. આથી હાથી તે મહિલાને સૂંઢની મદદથી બાજુમાં ખસેડી દે છે. જો કે ફોટોગ્રાફરના નસીબ સારા હતા કે, હાથીએ તેને કોઈ નુકશાન નહિ પહોંચાડ્યું.

હાથી મનમોજી હોય છે, હાથી શું દરેક જાનવર પોતાની જ ધૂનમાં રહે છે. પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે એમને હેરાન ન કરો, નહિ તો તમે પોતે મુશ્કેલીમાં આવી શકો છો.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.