જિન્સને કુર્તિ સાથે કેવી રીતે સ્ટાઈલિશ લુકમાં પહેરી શકાય

0
1563

૭ જુદી જુદી રીતે તમે કુર્તિને જીન્સ સાથે સ્ટાઈલિશ લુકમાં પહેરી શકો છો. જાણો તેના કોમ્બીનેશન.

રોજબરોજના જીવનમાં કુર્તિને જીન્સ ઉપર પહેરવું બહુ સામાન્ય થઈ ગયું છે ,પણ કુર્તિને જિન્સ ઉપર પહેરી સ્ટાઈલિશ લુક કેવી રીતે લાવી શકાય તે આજે આપણે જાણીશું

૭ જુદી જુદી રીતે તમે કુર્તિને જીન્સ સાથે સ્ટાઈલિશ લુકમાં પહેરી શકો છો.

૧) સ્ટ્રેટ લોન્ગ કુર્તિ જિન્સ સાથે

સિમ્પલ લોન્ગ કુર્તિને જિન્સ સાથે મેચ કરીને પહેરી શકો છો. આ કુર્તિ ઉપર ગળામાં લાબું લોકેટ પહેરો તો બહુ જ સરસ લુક આપે છે.

સફેદ કુર્તિને બ્લુ જિન્સ ઉપર પહેરીને તેની ઉપર સ્કાર્ફ પહેરો તો ખુબ જ સરસ લુક આપે છે.

બ્લેક કુર્તિને જિન્સ ઉપર પહેરીને તેના પર રંગીન જેકેટ ઉપર પહેરો તો ખૂબ જ સરસ લુક આપે છે.

આખી પ્લેન કુર્તિને જ્વેલરી સાથે મેચ કરીને સ્ટાઈલિશ લુક તમે જાતે જ આપી શકો છો.

૨) શોર્ટ કુર્તિ જિન્સ સાથે

બુટકટ જિન્સ સાથે અને સ્કિન ટાઈટ જિન્સ સાથે શોર્ટ કુર્તિ ખૂબ જ સરસ લુક આપે છે

૩) શોર્ટ પેપલમ ટોપને જિન્સ સાથે સ્ટાઇલ કરો

ગુલાબી રંગની પેપલમ કુર્તિ જિન્સ ઉપર ખૂબ જ સરસ લુક આપે છે. બોલીવુડની હિરોઈનો પણ આવી શોર્ટ પેપલમ કુર્તિને બ્લુ જિન્સ ઉપર પહેરે છે. જે ખૂબ જ સરસ લુક આપે છે.

જો તમને તૈયાર આવી પેપલમ કુર્તિ ના મળે તો તમે દરજી પાસે સિવડાવી પણ શકો છો. આ કુર્તિમાં નીચે ઝૂલ વાળું કાપડ લગાવવા આવે છે. જે ખૂબ જ સરસ લુક આપે છે.

૪) શોર્ટ અંગરખા કે ફ્રોક જેવી કુર્તિ જિન્સ સાથે

અંગરખા કે ફ્લોઈ(ક્રોક જેવી) શોર્ટ કુર્તિને સ્કિન ટાઈટ જિન્સ કે બુટકટ જિન્સ સાથે પહેરી શકો છો.

આ કુર્તિ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે

સારાઅલી ખાન આવા પ્રકારની કુર્તિ વધારે પહેરે છે.

નીચે તમે મોજડી કે બુટ પહેરી શકો છો.આની સાથે તમે સ્ટાઈલિશ જ્વેલરી પહેરો તો ખૂબ જ સરસ લાગે છે.

કોલેજ જતી છોકરીઓને આવી કુર્તિ ખૂબ સારી લાગે છે.

કોઈ ઇવેન્ટ માટે પણ તમે આવી શોર્ટ કુર્તિને જિન્સ ઉપર પહેરી શકો છો.

૫) ફ્રન્ટ કટ કુર્તિ જિન્સ સાથે.

ફ્રન્ટ કટ કુર્તિ માં આગળથી નીચેના ભાગમાં કટ આવે છે.કુર્તિને ઉપરના ભાગમાં સિલાઈ હોય છે પણ નીચે કટ રાખવામાં આવે છે.

આવી કુર્તિને ડિસ્ટ્રેશ ડેનિમ્સ એટલે કે થોડા ફાટેલા હોય તેવી ફેશનવાળા જિન્સ સાથે પહેરો તો ખૂબ જ સરસ લુક આપે છે.

આ કુર્તિ પર સિલ્વર જ્વેલરી કે લોન્ગ ઈયરરિંગ્સ કે હુપ ઈયરરિંગ્સ સાથે પહેરો તો ખૂબ સરસ લુક આપે છે

ઉપર થી બટન વાળી કુર્તિને પણ તમે નીચેથી ખુલ્લી રાખો તો આવો જ લુક આપશે

૬) જિન્સને ક્રોબ ટોપ અને તેની સાથે લોન્ગ કુર્તિને સ્ટાઇલ કરો

આ સ્ટાઇલ ખૂબ વધારે ચાલે છે

ક્રોબ ટોપના બદલે કોઈ કુર્તિને બંધ કરી પહેરી શકો છો

ખાસ કરીને એ લાઇન વાળી જે લોન્ગ જેકેટ હોય છે તેને ઉપર પહેરો તો ખૂબ સારુ લાગે છે. જો તમારા પાસે આવું જેકેટ ના હોય તો કોઈ અનારકલી કુર્તાને વચ્ચેથી કટ કરીને ક્રોબટોપ ઉપર પહેરી નીચે જિન્સ પહેરો તો એકદમ સરસ લુક આપે છે

જો તમારી કોલેજમાં કોઈ ઇવેન્ટ થઈ રહી છે કોઈ ફ્રેશર્સ પાર્ટી છે કે ક્યાંય બહાર ફરવા જઈ રહ્યા છો, તો કુર્તિને જીન્સ ઉપર આવી રીતે પહેરો તો ખૂબ જ સરસ લાગે છે.

૭) અપ ડાઉન કુર્તિ સાથે જિન્સ

જિન્સને અપડાઉન કુર્તિ સાથે પહેરવાથી એકદમ સ્ટાઇલિશ લુક આપે છે. આ અપ ડાઉન કુર્તિ આગળથી ટૂંકી અને પાછળથી લાંબી હોય છે. આવી કુર્તિ તમને બધી જ જગ્યાએ સરળતા મળી જશે. Fbb, વેસ્ટ સાઇડ જેવી બધી જ શોપ માં મળી જશે. આ કુર્તિ સ્ટાઇલિશ મોર્ડર્ન લુક આપે છે

આ બધી જ રીતે કુર્તિને જિન્સ ઉપર સેટ કરશો તો એક મોર્ડર્ન સ્ટાઈલિશ લુક આપશે

આમ આ ૭ પ્રકારે કુર્તિને જિન્સ સાથે મેચ કરી શકો છો.

જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો લાઈક કરી બીજા સાથે શેયર જરૂર કરો.