ઘણાને રહે છે આ તકલીફ જાણો જીભ અને હોઠની અંદર થતા ચાંદાનો અસરદાર ઈલાજ

0
4537

આમ તો તમારા જીભ કે હોઠ પર ક્યારેય ચાંદા ન પડે તે માટેનો સૌથી સરળ ઈલાજ છે, અગિયારસ જેવા ઉપવાસ કરવા, મહિનામાં બે-ત્રણ વખત જરૂર કરો આવા ઉપવાસ.

મોઢાંમાં ચાંદા થવા સામાન્ય સમસ્યા છે. લગભગ દરેક લોકોને આ સમસ્યા થતી જ હોય છે, અને તે આપણને ઘણી પીડા આપે છે. તે આપણને ભાવતી વાનગીઓ સુખેથી ખાવા પણ નથી દેતા. જીભમાં પડેલા ચાંદા ભલે દેખાવમાં નાના લાગતા હોય, પણ તે હોય છે ઘણા ખતરનાક. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે તીખું મસાલેદાર ખાવાનું ખાવાથી કબજિયાત થાય છે, અને આ કબજિયાતને લીધે પણ તમને ચાંદા થતા હોય છે.

જો તમને આ સમસ્યા વાંરવાર થઇ રહી છે, તો સૌથી પહેલા તમે કબજિયાતની સારવાર કરાવો. કારણ કે આજે અમે જે પ્રયોગ જણાવીશું એનાથી એક વાર ચાંદા તો મટી જશે, પરંતુ જો કબજિયાત થશે તો ચાંદા પાછા થઇ શકે છે. તો ચાલો આજે તમને મોં અને જીભ પર થતા ચાંદાના અસરદાર ઘરેલુ ઈલાજ વિષે જણાવીએ.

નાની હરડે કરે ચાંદા દૂર :

તમારી આ સમસ્યામાં નાની હરડે તમારી મદદ કરી શકે છે. એના માટે તમે આ નાની હરડેનો એકદમ ઝીણો ભુક્કો કરીને, તેને જ્યાં ચાંદા થયા હોય તે જગ્યાએ લાગવો. આમ કરવાથી તમને ચોક્સ લાભ થશે અને તે જડમૂળ માંથી મટી જશે. નાની હરડે જયારે બીજી કોઈ પણ દવા અસર ના કરતી હોય ત્યાં પણ પોતાની અસર દેખાડે છે. આ જણાવેળા પ્રયોગથી પણ જો તમને સારું ન થાય તો આ નીચે જણાવેલ પ્રયોગ પણ કરી શકો છો.

આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે રાતના સમયે જમ્યા પછી એક નાની હરડેને ચુસો. આમ કરવાથી પેટ અને આંતરડામાં રહેલી ખરાબીને લીધે જે ચાંદા તમને થયા હોય છે અને ઘણા મહિનાથી મટયા ન હોય, તેવા ચાંદા પણ સારા થઇ જાય છે. જાણકારી માટે જણાવી દઈએ કે આ નાની હરડેને ચૂસવાથી આપણા શરીરના પાચક અંગ શક્તિશાળી બને છે, અને હરડેથી પેટમાં રહેલ જીવાતનો પણ નાશ થાય છે.

અન્ય એક ઉપાય એ છે કે તુલસીના પાન ખાવા. રોજ ચાર થી પાંચ તુલસીના પાન સવાર-સાંજ ચાવી તેના ઉપર બે ઘુંટળા પાણી પીવાથી પણ મોઢાં અને જીભના ચાંદામાં રાહત મળે છે. એની સાથે જ આ ઉપાય મોઢાંમાં આવતી દુર્ગંધ પણ દુર કરે છે. તે સિવાય ૨ ગ્રામ જેટલો સેકેલો સુહાગા કે પછી બોરેક્સ લઈને તેનું ઝીણું ચૂર્ણ બનાવી લો, અમે તેમાં ૧૫ ગ્રામ ગ્લિસરીન ભેળવી લો. ત્યારબાદ આ લેપને જ્યાં ચાંદા પડ્યા હોય એ જગ્યા પર દિવસમાં બે થી ત્રણ વાર લગાવો. આ ઉપાય કરવાથી તમને તરત લાભ થશે.

હવે જે કોઈ વ્યક્તિને ચાંદામાં જરા પણ ફેર ન પડતો હોય, તેમણે સવારે ભૂખ્યા પેટે તેમજ રાતે સુતા પેહલા મોઢાંમાં બે ચમચી નારિયલનું તેલ નાખી ફેરવતા રહેવાનું છે. ધ્યાન રહે કે આ તેલને ગળવાનું નથી. ફક્ત દસ થી બાર મિનીટ સુધી મોઢાંમાં ફેરવતા રેહવાનું છે. આ પ્રયોગ બે થી ત્રણ દિવસ સુધી સતત કરવાથી ચાંદા તો મટે જ છે, અને સાથે-સાથે આ પ્રયોગ ટોન્સિલ માટે પણ સંજીવની સમાન હોય છે.

ટામેટાનો ઉપાય :

આ ઉપાય માટે ટમેટાનો રસ કાઢી લો, અને તેમાં તાજું પાણી મિક્સ કરો. હવે આ તૈયાર કરેલા મિશ્રણથી કોગળા કરો. તેનાથી થોડા જ સમયમાં મોઢાં, હોઠ તેમજ જીભના ચાંદા દૂર થાય છે. જે પણ વ્યક્તિને ચાંદાની તકલીફ વધુ રહેતી હોય તેમણે પોતાના રોજના ખોરાકમાં ટામેટાનું પ્રમાણ વધુ રાખવું જોઈએ.

જયારે બાળકોના મોઢાંમાં ચાંદા થયા હોય તો આ ઉપાય અજમાવો :

એના માટે સાકર (આઠ ભાગ) અને તેના સપ્રમાણમાં કપૂર (એક ભાગ) લો. સાકરને દળીને ઝીણો ભુક્કો કરી તેમાં કપૂર મિક્સ કરો. હવે તેને બાળકના મોઢાંમાં લગાવવાથી તરત એમને રાહત થાય છે. આ પ્રયોગથી મોઢાંના ચાંદાની સાથે મુહપાક પણ મટે છે. આ સિવાય આ ઔષધી બાળકોનું મોઢું આવ્યું હોય ત્યારે પણ અસરકારક સાબિત થાય છે.