ઝીલ મેહતાએ બોલ્ડ ફોટાઓથી ઉડાવ્યા લોકોના હોશ, ‘જૂની સોનુ’ નો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ.

0
231

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જૂની સોનુ એટલે કે ઝીલ મેહતાનો બોલ્ડ અવતાર, જુઓ ફોટા. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શો આજે પણ પહેલાની જેમ જ દર્શકો વચ્ચે લોકપ્રિય છે.

શો ને 12 વર્ષ થઈ ચુક્યા છે, અને આ દરમિયાન ઘણા કલાકારો બદલાઈ ગયા છે. પણ ફેન્સને આજે પણ દરેક કલાકારો સારી રીતે યાદ છે. તેમાંથી એક ઝીલ મેહતા છે, જેણે સૌથી પહેલા સોનુનું પાત્ર ભજવ્યું હતું. હાલમાં સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસનો એક ફોટો ઘણો જોવામાં આવી રહ્યો છે.

શો માં આત્મારામ ભીડેની દીકરી સોનુ ભીડેનું પાત્ર સૌથી પહેલા ઝીલ મેહતાએ ભજવ્યું હતું. ઝીલ ઘણા વર્ષો પહેલા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી ચુકી છે, પણ ફેન્સ તેને ભૂલ્યા નથી. ઝીલ મેહતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા સુંદર ફોટા છે, જેને જોઈને તમે પણ તેના પર ફિદા થઈ જશો. આ દરમિયાન ઝીલનો એક ફોટો સમાચારોમાં છે. આ ફોટામાં તે બ્લેક ડ્રેસમાં દેખાઈ રહી છે.

ઝીલ આ ફોટામાં કેમેરાને જોઈને આકર્ષક પોઝ આપી રહી છે. તેના ખુલ્લાવાળ તેને વધારે સુંદર બનાવી રહ્યા છે. આ ફોટા પર ફેન્સ જોરદાર રિએક્ટ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝર લખે છે, ‘તમારી પ્રશંસા માટે કોઈ શબ્દ જ નથી.’ એકે લખ્યું, ‘તમને જોઈને દર વખતે મારું દિલ પીગળી જાય છે.’ એકે લખ્યું, ‘તમારી આંખો જીવ લઇ લેશે.’ એકે લખ્યું, ‘તમારા ફેન્સ તારક મેહતા શો માં તમને ઘણા મિસ કરે છે.’ એકે લખ્યું, ‘ટપ્પુ સાથે તમારી જોડી સૌથી સારી લાગતી હતી.’

ઝીલને ટ્રાવેલ કરવું પણ ઘણું પસંદ છે. એક્ટ્રેસ હંમેશા પોતાના ટ્રાવેલિંગના ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેમજ આટલા વર્ષોમાં ઝીલ ઘણી બદલાઈ ગઈ છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના સુંદર અને ગ્લેમરસ ફોટાથી ભરાયેલું છે.

ઝીલ 9 વર્ષની હતી ત્યારથી તારક મેહતા શો સાથે જોડાયેલી હતી અને 14 વર્ષની થઈ ત્યાં સુધી શો નો ભાગ રહી. જૂની સોનુ એટલે કે ઝીલ અસલ જીવનમાં પણ ઘણી હોંશિયાર છે. ઝીલે પોતાના ભણતર માટે જ શો છોડ્યો હતો. ઝીલના 10 માં ધોરણમાં 93.3 ટકા આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝીલ હાલમાં એમબીએ કરી રહી છે. સાથે જ જણાવવામાં આવે છે કે, તે મટરફ્લાઈ નામની એક ઈ-કોમર્સ કંપનીમાં સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ તરીકે કામ પણ કરી રહી છે.

આ માહિતી પ્રભાવ ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.