જોક્સ 1 :
માસ્ટર : બાળકો જો કોઈ સ્કૂલની સામે બોઅમ મૂકી દે,
તો તમે શું કરશો?
પપ્પુએ હાથ ઊંચો કર્યો અને બોલ્યો,
સાહેબ 5 મિનિટ રાહ જોઈશું,
જો કોઈ લેવા નહિ આવે તો સ્ટાફ રૂમમાં જમા કરાવી દઈશું.
જોક્સ 2 :
શેઠાણી પોતાની નોકરાણીને,
તું ત્રણ દિવસ કામ પર નહિ આવી અને જણાવ્યું પણ નહિ.
નોકરાણી : શેઠાણી મેં ફેસબુક સ્ટેટ્સ તો અપડેટ કર્યું હતું,
‘ગોઈંગ તું ગામડે વિથ 4 અધર્સ.’
અને શેઠે કમેંટ પણ કરી હતી, ‘મિસ યુ ગુલાબો.’
હવે 3 દિવસથી શેઠ ઘરે નથી આવ્યા.
જોક્સ 3 :
એક કંજૂસ માણસને લોટરી લાગી તો તે મંદિરમાં ગયો.
મંદિરના પૂજારીએ તે કંજૂસને કહ્યું,
થોડું ધન ભગવાનને પણ આપી દે.
કંજુસે બધા પૈસા હવામાં ઉડાવ્યા અને કહ્યું,
ભગવાન તમને જોઈએ એટલા રાખી લો,
જે નીચે પડ્યા તે મારા.
પૂજારી હજી કોમામાં છે.
જોક્સ 4 :
જેઠાલાલ : તું કેમ રડી રહ્યો છે?
ટપ્પુ : ટીચરે માર્યો.
જેઠાલાલ : જરૂર તે કોઈ ધમાલ કરી હશે.
ટપ્પુ : ના પપ્પા, હું તો ફક્ત આરામથી ઊંઘી રહ્યો હતો.
જોક્સ 5 :
ટીના : આજે મારા ભાઈએ મને તારી સાથે બાઈક પર જોઈ લીધી.
રામુ : અરે બાપરે… પછી શું થયું?
ટીના : તેણે મારી પાસેથી બસના ભાડાના પૈસા પાછા લઇ લીધા,
મારો પરિવાર ઘણો કડક છે.
જોક્સ 6 :
બે મચ્છર વાત કરી રહ્યા હતા,
પહેલો મચ્છર : હું તો મોટો થઈને ડોક્ટર બનીશ.
બીજો મચ્છર : હું તો મોટો થઈને એન્જીનીયર બનીશ.
એટલામાં આંટીએ મોર્ટીન સળગાવ્યું.
બંને મચ્છર બોલ્યા : આ દોશીએ તો આખું કરિયર બરબાદ કરી દીધું.
જોક્સ 7 :
એક દિવસ બાળકે પોતાના પિતાને સવાલ પૂછ્યો,
પપ્પા આપણા બંને માંથી સૌથી વધારે લાયક કોણ, હું કે તમે?
પિતા : હું, કારણ કે એક તો હું તારો બાપ છું,
અને બીજું તારા કરતા ઉંમરમાં મોટો છું અને મારો અનુભવ પણ તારાથી વધારે છે.
બાળક : તો પછી તમને ખબર હશે કે અમેરિકાની શોધ કોણે કરી હતી?
પિતા : હા ખબર છે… કોલંબસે કરી હતી.
બાળક : કોલંબસના બાપે કેમ ન કરી?
તેમનો અનુભવ પણ કોલંબસ કરતા વધારે જ રહ્યો હશે ને.
જોક્સ 8 :
એક સુંદર છોકરીએ એક વૃદ્ધ છોકરા સાથે લગ્ન કરી લીધા,
તેની બહેનપણીએ પૂછ્યું : તે આ ડોશામાં શું જોયું કે લગ્ન કરી લીધા?
છોકરી : તો તેમની ઇન્કમ અને બીજું તેમના જીવવાના દિવસ ઓછા.
જોક્સ 9 :
કપિલ ઓફિસે મોડો પહોંચ્યો.
બોસ : અત્યાર સુધી ક્યાં હતો?
કપિલ : હું ગર્લફ્રેન્ડને કોલેજ મુકવા ગયો હતો.
બોસ : બહાના ન બનાવ, કાલથી સમય સર ઓફિસે આવી જજે,
નહિ તો નોકરી હાથમાંથી જતી રહેશે.
કપિલ : ઠીક છે, તો તમારી દીકરીને તમે જ કોલેજમાં મુક્તા આવજો.
બોસ બેભાન.
જોક્સ 10 :
પહેલો મિત્ર : યાર મારી પત્ની ખુબ ગુસ્સો કરે છે.
બીજો મિત્ર : મારી પણ પહેલા ખુબ ગુસ્સો કરતી હતી પણ હવે નથી કરતી.
પહેલો મિત્ર : કેમ? તે એવું શું કર્યું?
બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતી,
તો મેં કહી દીધું કે વૃદ્ધાવસ્થામાં ગુસ્સો જલ્દી આવી જાય છે.
બસ તે દિવસ હતો અને આજનો દિવસ છે,
તે ઊંચા અવાજે પણ વાત નથી કરતી.