જે તમારાથી યોગ્યતા અને અનુભવમાં ઉતરતા છે, તેમની સાથે વિવાદ કરવો સમજદારી નથી, વધુ જાણો ક્લિક કરીને.

0
603

શિવને લંકા લઇ જવા માટે કૈલાશ પર્વત ઉપાડવા આવેલા રાવણને કોઈ વિવાદ વગર પાઠ મળી ગયો.

હંમેશા રોજીંદા જીવનમાં એવું બને છે કે આપણે દરેક વખતે કાંઈક એવા લોકોની વાત ઉપર ગુસ્સો કરવા લાગીએ છીએ, જે ન તો જ્ઞાનમાં આપણાથી આગળ છે કે ન અનુભવમાં. ઘણા લોકો પોતાની અંદર થોડી સરખી યોગ્યતાના કારણે અહંકારમાં પોતાનું અપમાન કરે છે. મોટાભાગના લોકો એવા સમયે પોતાની ધીરજ ગુમાવી બેસે છે, અને વાત વિવાદ સુધી પહોચી જાય છે.

આપણા ગ્રંથ કહે છે ગુસ્સો અને વિવાદ તેની ઉપર કરો, જે તમારી યોગ્યતા સમાન હોય. જે તમારી જેવા યોગ્ય ન હોય, તમારાથી ઘણા નીચા હોય, તેની સાથે વિવાદ અને ગુસ્સો કરવામાં તમને જ નુકશાન છે. એવા લોકોને સામાન્ય રીતે સમજાવવા જોઈએ. ભગવાન શિવ અને રાવણનો એક પ્રસંગ છે, જયારે રાવણના મૂર્ખતાથી ભરેલા કામ ઉપર શિવજીને ગુસ્સો ન આવ્યો. પરંતુ રમતા રમતા જ તેને પાઠ ભણાવી દીધો.

એક પ્રસિદ્ધ વાર્તા છે રાવણ અને ભગવાન શિવની. ઘણી પૌરાણીક માન્યતાઓએ રાવણને શિવનો સૌથી શ્રેષ્ઠ ભક્ત ગણાવ્યો છે. રાવણને શિવને પોતાના ઇષ્ટ અને ગુરુ બંને માન્યા હતા. એક દિવસ રાવણના મનમાં આવ્યું કે હું સોનાની લંકામાં રહું છું અને મારા આરાધ્યા શિવ કૈલાશ પર્વત ઉપર. કેમ ભગવાન શિવને પણ લંકામાં ન લાવી શકાય. તે વિચારીને રાવણ કૈલાશ પર્વત તરફ નીકળી પડ્યા. તે ઘણા પ્રકારના વિચારોમાં ડૂબેલા કૈલાશ પર્વતની તળેટી ઉપર પહોચ્યા.સામેથી ભગવાન શિવનું વાહન નંદી આવી રહ્યા હતા.

નંદીએ શિવ ભક્ત રાવણને પ્રણામ કર્યા. રાવણે અહંકારમાં કોઈ જવાબ ન આપ્યો. નંદીએ ફરી તેમની સાથે વાત કરી તો રાવણે તેનું અપમાન કરી નાખ્યું. તેણે નંદીને જણાવ્યું કે તે ભગવાન શિવને લંકા લઈ જવા માટે આવ્યા છે. નંદીએ કહ્યું, ભગવાનને કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ ક્યાય નથી લઇ જઈ શકતા. રાવણને પોતાની શક્તિ ઉપર ઘમંડ હતું. તેણે કહ્યું ભગવાન શિવ નહિ માને, તો તે આખો કૈલાસ પર્વત જ ઉપાડીને લઇ જશે.

એટલું કહીને તેણે કૈલાસ પર્વત ઉપાડવા માટે પોતાનો હાથ એક ખડકની નીચે રાખ્યો. ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા બધું જોઈ રહ્યા હતા. કૈલાસ હલવા લાગ્યો. સમગ્ર નંદીગણ ડરી ગયો. પરંતુ ભગવાન શિવ વિચલિત થયા વગર બેઠા હતા. જયારે રાવણે પોતાનો આખો હાથ કૈલાસ પર્વતની ખડકની નીચે ફસાવી દીધો, તો ભગવાને માત્ર પોતાના પગના અંગુઠાથી કૈલાસને દબાવી દીધો.

રાવણનો હાથ કોલાસ પર્વત નીચે ફસાઈ ગયો. નીકળી શકતો ન હતો. શિવ પોતાના આસન ઉપર ચિંતા વગર બેઠા બેઠા હસી રહ્યા હતા. ત્યારે રાવણે શિવને પ્રસન્ન કરવા માટે શિવ તાંડવ સ્ત્રોતની રચના કરી. જે સાંભળીને શિવે તેણે મુક્ત કર્યા.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.