જે પતિની પત્નીમાં હોય છે આ 7 ગુણ, તે હોય છે દુનિયાનો સૌથી ભાગ્યશાળી પતિ, જાણો વધુ વિગત.

0
1291

જેની પત્નીમાં હોય છે આ 7 ખાસ ગુણ, તે કહેવાય છે દુનિયાનો સૌથી ભાગ્યશાળી પતિ, જાણો તમે આમાં આવો છો કે નહિ.

ઘરની વહુ કે પત્નીને લક્ષ્મીનુ રૂપ પણ કહેવામાં આવે છે. આમ તો તમારા ઘરની સુખ અને શાંતિ તમારી પત્નીની વિચારસરણી અને વર્તન ઉપર આધાર રાખે છે. પરંતુ જયારે વાત નસીબની આવે છે. તો થોડી બીજી વસ્તુ પણ મહત્વ ધરાવે છે. ખાસ કરીને શાસ્ત્રોમાં નારીના અંગો અને નસીબ સાથે જોડીને બતાવવામાં આવ્યું છે. તે મુજબ જે નારીમાં થોડા વિશેષ પ્રકારના અંગ હોય છે, તે જન્મથી જ નસીબદાર હોય છે.

તે મહિલાઓનું નસીબ એટલું પ્રબળ હોય છે કે તે જે ઘરમાં રહે છે. તેની પ્રગતી થવાનું શરુ થઇ જાય છે. એટલે કે જયારે તે પિયરમાં હોય છે, તો તેના સારા નસીબનો લાભ માતા પિતાને પણ મળે છે. આમ તો જયારે તેના લગ્ન થઇ જાય છે, તો તે નસીબ તેના પતિમાં સમાઈ જાય છે. તેવામાં જો તમારી પત્નીમાં આ વિશેષ ગુણ છે. તો સમજો કે તમે દુનિયાના સૌથી નસીબદાર પતિ છો.

લાંબા વાળ : શાસ્ત્રોના જણાવ્યા મુજબ લાંબા વાળ વાળી મહિલાઓ ઘણી જ શુભ માનવામાં આવે છે. તેને દેવીનું પ્રતિક માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં તમામ દેવીઓના લાંબા વાળ દર્શાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે મહિલાઓના આ લાંબા વાળ સારું નસીબ લાવે છે.

લાંબી ગરદન : એવી માન્યતા છે કે જે મહિલાની ગરદન લાંબી હોય છે, તેમના જીવનમાં ઘણું સુખ અને સંપત્તિ લખાયેલું હોય છે. તેનો લાભ તેમના પતિદેવને પણ મળે છે.

લાંબા કાન : એવું કહેવામાં આવે છે કે લાંબા કાન વાળી મહિલાઓની ઉંમર પણ લાંબી હોય છે. તેની સાથે લગ્ન કરવા વાળા પુરુષ પણ વધુ દિવસો સુધી જીવે છે. તેમના જીવનમાં આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ પણ ઘણી ઓછી રહે છે.

લાંબી આંગળીઓ : જે મહિલાના હાથ અને પગની આંગળીઓ લાંબી હોય છે, તેને નસીબદાર માનવામાં આવે છે. તે મહિલાઓ જે પણ ઘરમાં આવે છે, ત્યાં ધનની ક્યારે પણ તંગી પડતી નથી.

મોટું કપાળ : જે મહિલાઓનું કપાળ વધુ મોટું હોય છે, તેના નસીબની કોઈ સરખામણી નથી કરી શકતું. એવી મહિલાઓને જીવનમાં તે તમામ વસ્તુ મળે છે, જેની તે ઈચ્છા ધરાવે છે. તેના પતિને પણ લાભ થાય છે.

આંગળી ઉપર તલ : હાથની આંગળી ઉપર તલનું હોવું એ વાતનો સંકેત આપે છે કે તે મહિલા ભવિષ્યમાં ઘણા બધા પૈસા મેળવશે. તેની પાસે પૈસાની આવક સારી રહેશે.

નમણું નાક : જે મહિલાઓના નાક નમણું હોય છે, તે ઘણી બુદ્ધિશાળી હોય છે. તે જે પણ ઘરમાં જાય છે, ત્યાં પોતાના મગજનો ઉપયોગ કરી તેની દશા બદલી દે છે. તેના મગજને કારણે પતિનું પણ ભવિષ્ય સુધરી જાય છે.

તે ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે જે મહિલાઓ સવાર સાંજ ઘરમાં પૂજા પાઠ કરે છે, સૂર્યોદય થતા પહેલા ઉઠી જાય છે, ઘરની સાફ સફાઈ રાખે છે, મોટાનું સન્માન કરે છે, તે ઘરમાં પણ આનંદ અને નસીબ લઈને આવે છે. આમ તો તમને શું લાગે છે. એક આદર્શ મહિલાની શું નિશાની હોય છે?

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.