જે ઘરમાં પ્રેમ હોય છે, ત્યાં સફળતાની સાથે ધન સંપત્તિનું આગમન થાય છે.

0
857

જાણીતી લોકકથા મુજબ જુના સમયમાં ત્રણ સંત એક ગામમાં રહેતા હતા. તે ગામમાં પ્રદક્ષિણા કરતા અને જે પણ દક્ષિણામાં મળતું, તેનાથી જીવન ચલાવતા હતા. એક દિવસ ગામની એક મહિલાએ ત્રણ સંતોને તેમના ઘરની બહાર જોયું. મહિલાએ ત્રણ સંતોને કહ્યું કે તમે મારા ઘરે આવીને ભોજન કરો. એક સંતે તેને પૂછ્યું કે શું તમારા પતિ ધરમાં છે? મહિલાએ કહ્યું નહિ અત્યારે હું એકલી છું, તે સાંભળીને સંતોએ કહ્યું કે જયારે તમારા પતિ અને બાળકો આવી જશે, ત્યારે અમને બોલાવજો.

સાંજે મહિલા અને તેની બાળકી ઘરે આવી ગયા. ત્યારે મહિલાએ પતિને સંતો વિષે વાત કરી. પતિએ પણ સંતોને ભોજન કરાવવા માટે હા કહી દીધી. ત્યાર પછી મહિલા ત્રણે સંતોને બોલાવવા તેમના આશ્રમમાં ગઈ. સંતોએ કહ્યું કે અમે ત્રણે એક સાથે કોઈના ઘરે નથી જઈ શકતા.

મહિલાએ પૂછ્યું એવું કેમ? સંતોએ કહ્યું કે અમારું નામ ધન, સફળતા અને પ્રેમ છે. તમારા પતિને પૂછી આવો કે તમે અમારા ત્રણમાંથી કોને ઘરે બોલાવવા માગો છો? મહિલા પાછી પોતાના ઘરે આવી અને એ વાત જણાવી. પતિએ કહ્યું કે આપણે ધનને આપણા ઘરે બોલાવવું જોઈએ.

એમ કરવાથી આપણેને ધન લાભ મળશે. મહિલાએ કહ્યું કે આપણે સફળતાને બોલાવવી જોઈએ. તેનાથી દરેક કામમાં સફળતા મળશે. ત્યારે તેની દીકરીએ કહ્યું કે આપણે પ્રેમને ઘરે બોલાવવો જોઈએ. પ્રેમથી વધુ આ દુનિયામાં કાંઈ જ નથી. પતિ પત્નીએ દીકરીની વાત માની લીધી.

મહિલા સંતો પાસે ગઈ અને પ્રેમને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા. હવે પ્રેમ નામના સંત મહિલા સાથે ચાલવા લાગ્યા, ત્યારે બન્ને સંત પણ સાથે ચાલવા લાગ્યા. મહિલા બોલી કે તમે તો કહ્યું હતું કે કોઈ એક જ અમારા ઘરે આવશે. હવે તમે ત્રણે કેમ આવી રહ્યા છો?

સંતોએ જવાબ આપ્યો કે તમે ધન કે સફળતાને બોલાવ્યા હોત તો માત્ર એક જ તમારા ઘરે આવત, પરંતુ તમે પ્રેમને બોલાવ્યો છે. જ્યાં પ્રેમ રહે છે, ત્યાં ધન અને સફળતા પોતાની જાતે જ આવી જાય છે.

કથાનો સાર :-

આ કથાનો સાર એ છે કે આપણે જીવનમા સૌથી વધુ પ્રેમને મહત્વ આપવું જોઈએ. જે ઘરમાં પ્રેમ રહે છે, ત્યાં સુખ, શાંતિ અને સફળતા જળવાઈ રહે છે. ઘરમાં પ્રેમ જળવાઈ રહે છે તો વ્યક્તિ ધન સંબંધી કામ પણ સારી રીતે કરી શકશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.