જે અભિનેત્રીને કોઈ ઓળખતું પણ નથી, એ તો નીકળી મહાન એક્ટર દિલીપ કુમારની પૌત્રી જાણવા ક્લિક કરો.

0
1083

મિત્રો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અમુક કલાકારો એવા પણ છે, જેમણે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં પોતાની એક અલગ છાપ છોડી છે. એમના ઇન્ડસ્ટ્રી છોડી ગયા પછી પણ લોકો એમને યાદ કરે છે. અને એમાંથી જ એક છે દિલીપ કુમાર. તે ઇન્ડસ્ટ્રીના એવા એક્ટર છે, જે જેમને ક્યારેય ભૂલી શકાય નહિ. પોતાના સમયમાં મોટા અભિનેતા રહી ચૂકેલા દિલીપ કુમારે બોલીવુડને ઘણી હિટ ફિલ્મો આપી છે.

દિલીપ કુમારના ફેન તેમની એક ઝલક જોવા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે. જણાવી દઈએ કે, દિલીપ કુમારને બોલીવુડના લગભગ દરેક એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. અને એમના વિષે જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે. પણ આજે અમે એમના વિષે નથી પણ એમની પૌત્રી વિષે જણાવવાના છીએ, જે આજે સાઉથની સૌથી સુંદર અભિનેત્રીઓ માંથી એક છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, દિલીપ કુમારની પૌત્રીનું નામ સાયશા સહગલ છે. સાયશાનો જન્મ 12 ઓગસ્ટ 1997 ના રોજ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો. જણાવી દઈએ કે, સાયશા બોલીવુંડના દિગજ્જ અભિનેતા સુમિત સહગલ અને શાહિનની છોકરી છે. સુમિત સહગલ એક સમયે બોલીવુડના પ્રખ્યાત કલાકાર હતા. સાયશાએ પણ ખુબ ઓછી ઉંમરમાં એક્ટિંગની દુનિયામાં પગ મૂકી દીધા હતા. પરંતુ સુંદરતામાં તે કોઈનાથી ઓછી નથી.

મિત્રો સાયશાએ વર્ષ 2015 માં પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ એક તેલગુ ફિલ્મ છે, જેનું નામ “અખિલ” છે. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિવાય સાયશાએ વર્ષ 2016 માં આવેલ અજય દેવગનની ફિલ્મ “શિવાય” થી બોલીવુડમાં પોતાનું ડેબ્યુ કર્યુ છે. આજે સાયશા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાં પોતાનું નામ દાખલ કરી ચુકી છે. અને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવા માટે પણ તૈયાર છે.

જો આપણે સાયશાની સુંદરતાની વાત કરીએ તો તે દેખાવમાં ઘણી સુંદર છે. સાયેશાનો નિર્દોષ ચહેરો અને ક્યૂટ સ્માઈલ કોઈને પણ પોતાની તરફ આકર્ષી શકે છે. સાયશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની સુંદરતાના ફોટો પોતાના ફેન્સ સાથે શેયર કરતી રહે છે. સાયશાએ 10 માર્ચ 2019 ના રોજ પોતાના સાથી કલાકાર આર્ય સાથે લગ્ન કરી લીધા છે. આર્ય એક સારા અભિનેતા અને પ્રોડ્યુસર છે.

આમ તો સાઉથની સાથે બોલીવુડમાં પણ તેણે એન્ટ્રી મારી લીધી છે, હવે જોવાનું એ છે કે તે પોતાનું નામ પોતાના દાદાની જેમ બનાવી શકે છે કે નહિ. સાયશાની સુંદરતા અને ટેલેન્ટ જોઈને તો એવું લાગે છે કે, આવનાર સમયમાં તેમની ગણતરી બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થશે.

જણાવી દઈએ કે, સાયશાએ હજુ સુધી સાઉથમાં 5 ફિલ્મ કરી છે અને તે ઘણી હિટ પણ થઇ છે. અને તે બોલીવુડમાં એક ફિલ્મ કરી ચૂકી છે, એટલે એને સાઉથની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં ગણવામાં આવે છે. આ વર્ષે તેમની 2 ફિલ્મો સાઉથમાં આવાની છે. એટલા આનાથી અંદાજો લગાવી શકાય છે કે, તે આટલી ઓછી ઉંમરમાં સાઉથની ફિલ્મોમાં રાજ કરી રહી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.