જરૂરી સમાચાર : આજથી લાગુ થશે આ છ નવા નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.

0
2129

પહેલી જુનથી ભારતમાં ૬ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની તમારા જીવન ઉપર સીધી અસર પડશે. આ નવા નિયમોથી આમ તો તમને એક રીતે રાહત મળશે, અને જો તમે અમુક બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમને આર્થિક નુકશાન પણ થઇ શકે છે. તેમાં રસોઈ ગેસ સિલેંડરના ભાવ, વ્યાજ દર ઉપર આરબીઆઈનો નિર્ણય, આર્મી કેન્ટીનમાં કારો ઉપર અધિકારીઓને મળતી રાહત, બસોમાં લગાવવામાં આવતા પેનિક બટન, હેલ્મેટ વગર પેટ્રોલ લેવાના નિયમ, વગેરે રહેલા છે. આવો જાણીએ આ મહત્વના ફેરફાર વિષે.

પહેલી જુનથી રસોઈ ગેસ સિલેંડરના ભાવમાં ફેરફાર થશે. રસોઈ ગેસ સિલેંડરના ભાવ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. આ ફેરફારથી તમારા ખિસ્સા ઉપર સીધી અસર પડશે. પહેલી મે ના રોજ સરકારી સેક્ટરની તેલ કંપનીઓએ રસોઈ ગેસના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે ઘર વપરાશના એલપીજી સિલેંડરના ભાવ છ રૂપિયા વધ્યા હતા. અને સબસીડી વગરના સિલેંડરની કિંમતમાં ૨૨.૫ રૂપિયા વધ્યા હતા.

ભારતીય રીઝર્વ બેંક (આરબીઆઈ) એ સામાન્ય માણસને રાહત આપતા આરટીજીએસ (રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) દ્વારા પૈસા મોકલવાનો સમય દોઢ કલાક વધારીને સાંજે ૬ વાગ્યા સુધીનો કરી દીધો છે. આ વ્યવસ્થા પહેલી જુનથી અમલમાં આવશે. હાલમાં આરટીજીએસ દ્વારા સાંજે સાડા ચાર વાગ્યા સુધી જ નાણા લેવડ દેવડની સુવિધા છે.

આરટીજીએસ વ્યવસ્થા હેઠળ, નાણા મોકલવાનું કામ ઝડપી થાય છે. આરટીજીએસનો ઉપયોગ સામાન્ય રીતે મોટી રકમ મોકલવા માટે થાય છે. તેની હેઠળ ઓછામાં ઓછા બે લાખ રૂપિયા મોકલી શકાય છે અને વધુમાં વધુ રકમ મોકલવાની કોઈ મર્યાદા નથી.

સેનાના અધિકારોને એસયુવી સહીત મોંઘી કારો ઉપર મળતી રાહત હવે નહિ મળી શકે. સરકારે સુરક્ષાદળોને મળતી આ સુવિધા પાછી લઇ લીધી છે. હજુ સુધી સેનાના અધિકારીઓને મોંઘી કારો ખરીદવા ઉપર કેન્ટીન સ્ટોર્સ ડીપાર્ટમેન્ટ (સીએસડી કેન્ટીન) માંથી ઘણી રાહત મળતી હતી. હવે નિવૃત્ત થઇ ગયેલા અને ફરજ બજાવી રહેલા અધિકારીઓને આઠ વર્ષમાં એક વખત સબસીડી વાળી કાર લેવાની મંજુરી મળશે.

આર્મી ક્વાર્ટર માસ્ટર જનરલ (કયુએમજી) બ્રાંચે ૨૪ મે ના રોજ આદેશ આપ્યો છે કે પહેલી જુનથી સેનાના અધિકારીઓ સીએસડી કેન્ટીન માંથી ૧૨ લાખ રૂપિયા સુધીની કિંમત વાળી કાર, જેની એન્જીન ક્ષમતા ૨૫૦૦ સીસી સુધી હશે તેની ઉપર જ છૂટ લઇ શકશે. તેના જીએસટી લાગુ નહિ પડે. બસ આવા જ પ્રકારનો આદેશ રક્ષણ ક્ષેત્રમાં કામ કરી રહેલા સીવીલીયન અધિકારી ઉપર પણ લાગુ પડશે.

મહિલાઓની સુરક્ષા માટે સરકાર કોઈને કોઈ પગલા ભરતી રહે છે. હવે સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનોમાં પેનિક બટન લગાવવાના નિયમ લાગુ કર્યા છે. ડીટીસી અને ક્લસ્ટર સ્કીમની બસોમાં પેનિક બટન લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જુનથી દિલ્હીમાં એનસીઆરમાં નવી બસો આવવાની કામગીરી શરુ થઇ જશે.

હેલ્મેટના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે પહેલી જુનથી નોયડા અને ગ્રેટર નોયડાના તમામ પેટ્રોલ પંપ ઉપર ‘નો હેલ્મેટ નો ફયુલ’ ફોર્મુલા લાગુ પડશે. જીલ્લા અધિકારી બી.એન.સિંહે જણાવ્યું કે અકસ્માતો અટકાવવા માટે પણ આમ કરવામાં આવી રહ્યું છે. તેમણે જીલ્લાના લોકોને તેમાં સહકાર આપવા વિનંતી કરી હતી. સથે જ ટુ વ્હીલર ચલાવનારાને પહેલી જુનથી હેલ્મેટ ફરજીયાત પહેરવાનું કહેવામાં આવ્યું છે. હેલ્મેટ ન પહેરવા વાળાનું ચલણ પણ કાપવામાં આવશે.

તમારા લોનના વ્યાજ દરોમાં હજુ પણ ઘટાડો થઇ શકે છે. ભારતીય રીઝર્વ બેંક છ જુને (આરબીઆઈ). તે દિવસે કેન્દ્રીય બેંક પોતાની બીજી બેમાસિક માપદંડ વિષે જાહેરાત કરતા હેરિક નીતિની જાહેરાત કરશે.

આરબીઆઈએ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું હતું કે બેંક બેઝીક પોઈન્ટ સુધીનો ઘટાડો કરી શકે છે. કેન્દ્રીય બેંક પોતાની તરફથી તમામ પ્રકારના પ્રયાસ કર રહી છે. જેથી બજારમાં પૈસાની કિંમત જળવાઈ રહે.

હાલમાં રેપો રેટ છ ટકા ઉપર છે. દાસે કહ્યું કે તે રેપો રેટ ઉપર નિર્ણય લેશે અને તેને હજુ ઓછા કરવામાં આવશે. જેથી લોકોન તેનો ફાયદો મળે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.