આ જાપાની અરબપતિ મફતમાં વહેંચી રહ્યો છે 64 કરોડ, ફક્ત કરવું પડશે એક નાનકડું કામ

0
516

મોદીજી જયારે જનતા સામે આવ્યા હતા, તો તેમણે વાયદો કર્યો હતો કે, લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા આવશે. એ કારણે લોકોએ ફટાફટ પોતાના બેંક ખાતા પણ ખોલાવી લીધા. આજ સુધી ન તો મોદીજીના પૈસા આવ્યા અને ન તો બેંક બેલેન્સ વધ્યું. પણ એક જાપાની કંપની તમને મફતમાં પૈસા આપવાનો દાવો કરી રહી છે. પણ શરત એ છે કે તમારે એક નાનકડું કામ કરવું પડશે.

જાપાની અરબપતિ અને એક ફેશન કંપનીના માલિક યુસાકુ મીજાવા ટ્વીટર પર તેમને ફોલો કરવા વાળા લોકોને 90 લાખ ડૉલર (64 કરોડ રૂપિયા) ની રકમ વહેંચવા જઈ રહ્યા છે. તે એ જોવા માંગે છે કે, આ રીતે પૈસા વહેંચવાથી શું લોકોની ખુશી વધશે? હવે આ પણ કોઈ પૂછવા અથવા વિચાર કરવા જેવો સવાલ છે? આનો જવાબ તો બાળકો પણ આપી શકે છે. બાપ બડા ના ભૈયા સબસે બડા રૂપૈયા.

હવે મીજાવા સાહેબે એમાં પણ એક ટ્વીસ્ટ આપ્યો છે. મીજાવા પોતાના ફોલોઅર્સમાંથી 1,000 લોકોને આ પ્રયોગ માટે પસંદ કરશે અને પસંદ કરેલા ફોલોઅરોને જાપાની મુદ્રામાં 10 લાખ યેન (એટલે 9,000 ડોલર) ની રકમ આપશે. એના માટે તેમણે 1 જાન્યુઆરીએ એક ટ્વીટ કરી હતી અને તેને રી-ટ્વીટ કરવા વાળા 1 હજાર લોકોને જ આ રકમ મળશે.

તમને જણાવી દઈએ કે, મીજાવા એલન મસ્કના સ્પેસ એક્સ વિમાનમાં બેસીને ચંદ્રનો ચક્કર લગાવવાવાળા દુનિયાના સાથી પહેલા ખાનગી યાત્રી હશે. એના સિવાય તે ત્યારે પણ હેડલાઈનમાં આવ્યા હતા, જયારે તે પોતાની ગર્લફ્રેન્ડથી અલગ થયા હતા, અને સોશિયલ મીડિયા પર પોતાની લાગણી શેયર કરી હતી.

આ બધા સિવાય મીજાવાનું એક નિવેદન તમારી દુઃખતી નસને છેડી શકે છે. તેમણે કહ્યું હતું કે, મારી પાસે પૈસા અને પૈસા વહેંચવા માટે સમય છે, અને એટલા માટે હું આ પ્રકારના આઈડિયા સાથે લોકો સામે આવ્યો છું.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.