આ જાપાની ટેકનીકથી પેટની ચરબીને 2 દિવસમાં ઘટાડો, ફક્ત 5 મિનિટ આપવી પડશે, જુઓ વિડીઓ.

0
14922

મોટાપો એક એવી સમસ્યા છે જેનાથી ઘણા બધા લોકો પરેશાન છે. એટલે જ તો મોટાપો આપણા દેશની ખુબ મોટી સામસ્યા છે. આમ જોવા જઈએ તો મોટાપો ફક્ત આપણા દેશની નહિ પણ આખા વિશ્વની સમસ્યા બની ગયો છે. કારણ કે પોતે જ એક બીમારી છે અને તે ઘણી બધી બીમારીઓનું ઘર પણ છે.

એવામાં આજે અમે તમારા માટે મોટાપાને ઓછું કરવા માટે એક ખુબ સરળ નુસખો લઈને આવ્યા છે. જેમાં તમે કોઈ દવા કે અન્ય વસ્તુ ખાવા-પીવા વગર અને એક્સરસાઇઝ કર્યા વગર ખુબ સરળતાથી આ કામ કરી શકો છો. આનાથી તમે તમારી કમરને ઓછી કરી શકો છો.

મિત્રો અમે જે નુસખો આજે તમને જણાવવાના છીએ, તે તમારા માટે ઘણો કારગર સાબિત થઇ શકે છે. આ જો તમે ઈમાનદારીથી કરશો તો તમારી સાથે તમારા સંબંધીઓ અને તમારા મિત્રોને પણ જણાવસો. આ તમારા મોટાપાને ફક્ત ઓછું જ નહિ કરે પણ આ તમારા ઇમ્યુન સિસ્ટમને પણ વધારશે, સાથે સાથે આ તમારી પાચન શક્તિને પણ વ્યવસ્થિત કરી નાખશે.

આ પ્રયોગ કરવાં માટે આપણે કોઈ વસ્તુની જરૂર છે તો ફક્ત એક રૂમાલની. સામાન્ય રીતે આપણે રૂમાલનો સ્નાન કર્યા પછી વધારે ઉપયોગ કરીએ છીએ. અને આ સરળતાથી ઉપલબ્ધ પણ છે. આ રીતથી તમે ફક્ત એક અઠવાડિયામાં તમે તમારી કમરની સાઈઝને 2 થી 6 ઇંચ ઓછી કરી શકો છો.

તો સૌથી પહેલા તમારે એક રૂમાલ લેવાની જરૂર છે. જો તમારો રૂમાલ મોટો છે તો એક લઇ શકો છો અને નાનો છે તો બે પણ લઇ શકો છો. જો તમારી પાસે બે રૂમાલ નથી તો પણ એના વિષે જણાવીશું. તો મિત્રો સૌથી પહેલા તમારે તમારા રૂમાલને ગોળ વાળી દેવાનો છે, અને તેના પછી તેને વચ્ચેથી વાળી લેવાનો છે. હવે તમારે ઊંઘી જવાનું છે અને આને તમારે તમારા નાભિના નીચે કમરના ભાગમાં મુકવાનો છે. એક વાતનું ધ્યાન રાખો કે આ બિલકુલ તમારા નાભિના નીચેના ભાગમાં હોવું જોઈએ.

ત્યારબાદ તમારે તમારા પગને 8 થી 10 ઇંચ અલગ અલગ કરી નાખવાના છે. એટલે કે પગને થોડા ખોલી લેવાના છે અને તેમની વચ્ચે 8 થી 10 ઇંચનું અંતર રહેવું જોઈએ. ત્યારબાદ પોતાના હાથોને પણ પાછળની તરફ ફેલાવી દેવાના છે અને એકદમ સીધા રાખવાના છે. હવે તમે તમારા બંને પગના અંગુઠાને એકબીજાને ટચ કરી લેવાના છે પણ આ વાતનું ધ્યાન રાખો કે તમારા બંને એડી વચ્ચેનું અંતર 8 થી 10 ઇંચ હોવું જોઈએ. જેનાથી તમારા પગમાં થોડો ખેંચાવ અનુભવ થશે.

ત્યારબાદ તમે તમારી બંને હાથની અંગુઠાની બાજુની બે આંગળીઓ એક સાથે ટચ કરી નાખો. આ બંને વચ્ચેનો જે ગેપ છે તે 8 થી 10 ઇંચનો હોવો જોઈએ. જ્યારે તમે આ સ્થિતિમાં આવો ત્યારે આખા શરીરને સ્ટ્રેસ આપો. તમારે આ સ્થિતિમાં ઓછામાં ઓછું 3 થી 4 મિનિટ રહેવાનું છે. શરૂઆતમાં તમારે આરામથી પણ કરતા રહેવાનું છે. જો તમારું વજન વધારે છે તો તમને અસુવિધા થઇ શકે છે.

અને હા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કે જો તમને કમરમાં કોઈ પ્રોબ્લેમ છે. અને તમને સીધું ઊંઘવાની ના પાડી છે, કે પછી કમરની નીચે કઈ પણ મુકવાની ના પાડી છે, તો આ કરતા પહેલા તમારે ડોક્ટરની સલાહ જરૂર લો. શરૂઆતમાં તમે આને 1 મિનિટ સુધી કરી શકો છો અને પછી તમે 3-4 મિનિટ સુધી પણ લઇ જઈ શકો છો. આ તમારા શરીર માટે ખુબ સારું છે. અને આ તમારા પાચન તંત્રને સુધારશે સાથે સાથે આ આપણી બોડીને ખુબ સારો આકાર પણ આપે છે. અને બોડીની ઇમ્યુનીટીને પણ વધારે છે.

મિત્રો અમે તમને જે ટેકનીક જણાવી એ આપણી નથી, પણ આ એક જાપાની ટેકનીક છે. જાપાનના એક ડોકટર દ્વારા આ ટ્રીકની શોધ કરાઈ છે. અને આના પર પુસ્તક પણ લખાઈ ચૂક્યું છે. આ તમે ઈમાનદારીથી કરો તો તમને સારા પરિણામ મળી જાય છે. આ તમારે દિવસમાં 3 થી 4 મિનિટ જરૂર કરવાનું છે.

જુઓ વીડિઓ :

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.