જાપાની લોકો ક્યારેય જાડા કેમ નથી થતા? મોટાભાગના લોકો નથી જાણતા આનો સાચો જવાબ

0
12162

જાણો જાપાની લોકો કેમ જાડા નથી થતા અને હંમેશા ફીટ રહે છે, જાણો તેમની ફિટનેસનું સિક્રેટ.

સ્વસ્થ અને ફીટ રહેવું ઘણું જરૂરી હોય છે. તમે જોયું હશે કે ઘણા દેશોના લોકો હેલ્દી અને ફીટ રહે છે. પરંતુ જાપાનના લોકો સૌથી વધુ હેલ્દી અને ફીટ રહે છે. તેનું કારણ શું છે ભાઈ? તેનું કારણ એ છે કે જાપાનના લોકોની ખાવા પીવાની ટેવ ઘણી સારી હોય છે. જાપાનના લોકો પોતાના ખાવા પીવાની ટેવ દરરોજ એક જેવી જાળવી રાખે છે. અને તે કારણથી જાપાનના લોકો હેલ્દી અને ફીટ રહે છે. આજે આપણે એના વિષે થોડું વિસ્તારથી જાણીશું.

આ વાતને લઈને હાલમાં જ રીચર્સમાં એ જાણવા મળ્યું, કે અમેરિકામાં લગભગ ૩૫ % ઓબેસીટી રેટની સરખામણીમાં જાપાનમાં ઓબેસીટી રેટ લગભગ ૩ % છે. આ જાણીને તમારા મનમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો હશે, કે જાપાનના લોકો એવું શું ખાય છે જેથી જાડા નથી થતા, પરંતુ ફીટ રહે છે? તો આજે અમે તમને જણાવીએ કે જાપાનના લોકો કઈ કઈ વસ્તુનું સેવન કરે છે, જેથી તેમની હેલ્થ મેન્ટેઈન રહે છે. તો આવો જાણીએ.

(૧.) તાજા ખોરાકનું વધુ સેવન : જાપાનના લોકો પોતાના આરોગ્યનું ધ્યાન રાખવા માટે પ્રોસ્ટેડ ફૂડને બદલે ફ્રેશ ફૂડ વધુ ખાય છે. એવું એટલા માટે કે પ્રોસ્ટેડ ફૂડમાં પ્રીર્ઝવેટીવ્સ, કેમિકલ્સ અને ઓઈલ હોય છે, જેના કારણે લોકો જાડા થઇ શકે છે. માટે હંમેશા તાજું ખાવાનું પસંદ કરો.

(૨.) રીફાઈંડ ફૂડ અને ગળ્યું ઓછું ખાવું : જાપાની લોકો મોટા ભાગે રીફાઈંડ ફૂડ અને ગળ્યું ખાવાનું ઓછું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે આ આદતથી એમ્પ્ટી કેલેરીઝથી બચાવ થાય છે. અને પેટ અને કમરની આજુબાજુ વધારાની ચરબી જામતી નથી.

(૩.) ધીમા તાપે કે વરાળમાં પકવેલો ખોરાક ખાવો : જાપાની લોકોની ખાવાની વાત જ અલગ છે, એનું કારણ છે કે તેઓ ઓછા તેલ વાળું અને ધીમા તાપે કે વરાળમાં પકવેલી વસ્તુ ખાવાનું પસંદ કરે છે. એવું એટલા માટે કે તેનાથી તેમના ડાયટમાં ફેટ નથી વધતું. ફૂડના ન્યુટ્રીશન્સ જળવાઈ રહે છે અને વજન પણ કંટ્રોલ રહે છે. દિવસમાં થોડા ફ્રુટ ખાય છે. ઓછું ખાવાનું ખાવાથી મેટાબોલીઝમ અને ડાઈજેશન સારું રહે છે અને ફેટ અને કેલેરી ઝડપથી ઓગળે છે.

(૪.) ઓછા પ્રમાણમાં ખાવું : એમની એક ખાસ વાત છે કે એ લોકો ભૂખથી થોડું ઓછું ખાય છે. તેનું કારણ છે કે તેનાથી વધારાની કેલેરી લેવાથી બચી શકાય છે. જાપાનના લોકો ભૂખથી લગભગ ૮૦ ટકા ખાવાનું ખાય છે

(૫.) કાચા સલાડ અને સી ફૂડનું વધુ સેવન : જાપાનના લોકો પોતાના ડાયટમાં ઓછા ફેટ અને વધુ ફાઈબર્સ વાળો ખોરાક લે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. જાપાની લોકો સી ફૂડ પણ વધુ પ્રમાણમાં ખાય છે. તેમાં રહેલા ઓમેગો-૩ ફેટી એસીડ એમને સ્વસ્થ રાખે છે.

(૬.) હેલ્દી ચા નું સેવન : ગ્રીન ટી જાપાની લોકોનની પસંદ છે. ખાસ કરીને તેઓ ગ્રીન ટી નું સેવન કરે છે. તેનાથી ચરબી ઝડતથી ઓગળે છે અને મોટાપા ઉપર કંટ્રોલ થાય છે.

(૭.) વધુ પ્રમાણમાં નાસ્તો કરવો : જાપાની લોકો નાસ્તો વધારે કરે છે. હવે તમે વિચારતા હશો કે તેઓ નાસ્તો આટલો બધો કેમ કરે છે? જાપાનના લોકો હેવી બ્રેકફાસ્ટ કરે છે, જેથી આખો દિવસ ભૂખ ઓછી લાગે છે, અને એનર્જી જળવાઈ રહે છે, અને ઓવરઇટીંગથી પણ બચી શકાય છે.

(૮.) નાની પ્લેટમાં ખાવું : જાપાનના લોકો નાની પ્લેટમાં ધીમે ધીમે ખાય છે. પણ કેમ? એવું એટલા માટે કે નાની પ્લેટમાં ધીમે ધીમે ખાવાથી ફૂડને ડાઈજેસ્ટ (પાચન) થવાનો પુરતો સમય મળી જાય છે અને ચરબી જમા થતી નથી.

(૯.) ધીમે અને બેસીને ખાવું : આમ તો મોટે ભાગે બધા લોકો બેસીને ખાવાનું ખાય છે. પરંતુ જાપાનના લોકો ખાસ કરીને બેસીને જ ખાવાનું ખાય છે. એવું એટલા માટે કે બેસીને ખાવાનું ખાવાથી પાચન સારું રહે છે, સાથે જ મેટાબોલીઝમ પ્રોપર થાય છે. અને ચરબી જમા થવાની કોઈ સમસ્યા નથી થતી. જાપાનના Metabo Law મુજબ ૪૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોની કમર ૩૩.૫ ઇંચથી વધુ અને મહિલાની ૩૫.૪ થી વધુ ન હોવી જોઈએ.

અને આ સ્કેલ અહિયાંના સરકારી કર્મચારીઓનો મોટાપો માપવા માટે રાખવામાં આવ્યો છે. આમ તો નક્કી માપદંડ થવા ઉપર કોઈ દંડ નથી લેવામાં આવતો પરંતુ તેને ફીટ રહેવાની ટીપ્સ આપવામાં આવે છે. પણ એવું કહી તો શકાય કે જાપાનમાં જાડા હોવું ગેરકાયદેસર છે.