જાપાનવાળાએ બનાવ્યો એવો બલ્બ, જે લોકોનું દિલ તૂટવા પર ઝગમગી ઉઠે છે

0
658

આજના સમયમાં દુનિયામાં માણસો માટે એકથી એક જોરદાર શોધ કરવામાં આવી રહી છે, જેથી માણસના જીવનને આરામદાયક બનાવી શકાય. પણ ઘણી વાર એવી વસ્તુઓની શોધ પણ કરવામાં આવે છે, જેના વિષે સાંભળીને તમે અને અમે દંગ રહી જઈએ છીએ. એવો જ એક બલ્બ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે.

આ અજીબોગરીબ બલ્બની શોધ જાપાનની યુટ્યુબર મારિના ફુજિવારાએ કરી છે. આ બલ્બ ન તો વીજળી છે ઝગમગે થાય છે અને ન તો એનર્જીના બીજા કોઈ સોર્સથી. આ બલ્બ ત્યારે જ ઝગમગે છે હાયરે કોઈ કપલ સોશિયલ મીડિયા પર બ્રેકઅપની જાહેરાત કરે છે.

આ વાતને આપણે બધા જાણીએ છીએ કે, સોશિયલ મીડિયાના આવતા જ આપણા સમાજમાં રોમાન્સ અને લવ અફેયરના કિસ્સા કાંઈક વધારે જ આવવા લાગ્યા છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર રોમાંસ અને લવ અફેયર જેટલા વધારે હોય છે, બ્રેકઅપ પણ એનાથી ઓછા નથી હોતા.

બ્રેકઅપ થયા પછી માણસ અંદરથી તૂટી જાય છે. એના દિલની બત્તી ઓલવાય જાય છે. આ વાતને જોતા એક મહિલાને આ વિચિત્ર આઈડિયા આવ્યો અને તેણીએ એક એવા બલ્બની શોધ કરી દીધી જે સોશિયલ મીડિયા પર કોઈનું બ્રેકઅપ થવા પર પ્રગટે છે.

આ શોધ દ્વારા મારિના ફુજિવારાએ દુનિયાને આ સંદેશ આપવા પ્રયત્ન કર્યો કે, બ્રેકઅપ પછી તમે નિરાશાના અંધકારમાં ન ડૂબો. તમારા માટે રિલેશનશિપની સંભાવનાઓ હજી પુરી નથી થઈ. ફક્ત એટલું જ નહિ, ખાસ કરીને આ બલ્બ એ લોકો માટે બનાવવામાં આવ્યો છે, જે ખાસ અવસર પર સિંગલ રહેવા માટે મજબુર હોય છે. આ બલ્બ એમને થોડી માનસિક રાહત આપી શકે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.