જાણો વૈદિક જ્યોતિષમાં ગાયનું મહત્વ અને તેના કેટલાક ઉપાય.

0
120

જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગાયનું મહત્વ તેમજ તેની સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ઉપાયો વિષે. પ્રાચીન કાળથી જ ભારતમાં ગૌધનને મુખ્ય ધન માનવામાં આવે છે અને દરેક પ્રકારે ગૌરક્ષા, ગૌસેવા અને ગૌપાલન ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. પૌરાણીક કથાઓ મુજબ દેવતાઓ અને અસુરો વચ્ચે થયેલા સમુદ્ર મંથન માંથી નીકળેલા 14 રત્નો માંથી એક કામઘેનુ ગાય હતી. પૂર્વ-દક્ષિણી-પૂર્વ જોનમાં જમીન ઉપર ગાયનું પ્રતિક લગાવવાથી તે દુઃખ, મનની તકલીફો અને ચિંતા દુર કરી સકારાત્મક પરિણામ આપે છે.

વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ મુજબ કુટુંબમાં સુખ-સૌભાગ્ય વધારવા માટે ગાય રાખવી જોઈએ. તેના વાછરડાને દૂધ પીવરાવી રહેલી ગાયના પ્રતિકના રૂપમાં ઘરમાં સ્થાપિત કરવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. માતા પિતા અને સંતાનમાં આંતરિક પ્રેમ જળવાઈ રહે છે. અભ્યાસમાં એકાગ્રતા માટે વિદ્યાર્થીઓના સ્ટડી ટેબલ ઉપર ગાયનું પ્રતિક રાખવું સારું પરિણામ આપશે. એમ કરવાથી બધા દેવી-દેવતાઓના આશીર્વાદ જળવાઈ રહેશે.

પ્રાચીન કાળથી જ ભારતમાં ગૌધનને મુખ્ય ધન માનવામાં આવે છે અને દરેક રીતે ગૌરક્ષા, ગૌસેવા અને ગૌપાલન ઉપર ભાર મુકવામાં આવી રહ્યું છે. આપણા હિંદુ શાસ્ત્રો, વૈદોંમાં ગૌરક્ષા, ગૌ મહિમા, ગૌ પાલન વગેરેના પ્રસંગ પણ વધુ મળે છે. રામાયણ, મહાભારત, ભગવદ ગીતામાં પણ ગાયના કોઈને કોઈ રૂપમાં ઉલ્લેખ મળે છે. ગાય, ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. ગૌ પૃથ્વીનું પ્રતિક છે. ગૌમાતામાં બધા દેવી દેવતા દ્રશ્યમાન રહે છે. બધા વેદ પણ ગૌમાતામાં પ્રતિષ્ઠિત છે.

જ્યોતિષશાસ્ત્રમાં ગાયનું મહત્વ : સૂર્ય, ચંદ્રમાં, મંગળ, બુધ, બૃહસ્પતી, શુક્ર, શની, રાહુ, કેતુની સાથે સાથે વરુણ, વાયુ વગેરે દેવતાઓને યજ્ઞમાં આપવામાં આવેલી પ્રત્યેક આહુતિ ગાયના દેશી ઘીથી આપવાની પરંપરા છે. જેથી સૂર્યના કિરણોને વિશેષ ઉર્જા મળે છે. એ વિશેષ ઉર્જા વરસાદનું કારણ બને છે અને વરસાદથી જ અન્ન, ઝાડ-છોડ વગેરેને જીવન પ્રાપ્ત થાય છે. વેતરણી પાર કરવા માટે ગૌ દાનની પ્રથા આજે પણ આપણા દેશમાં રહેલી છે.

શ્રાદ્ધ કર્મમાં પણ ગાયના દૂધની ખીરનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે તે ખીરથી પિતૃને તૃપ્તિ મળે છે. પિતૃ, દેવતા, માણસ બધાને શારીરિક બળ ગાયના દૂધ અને ઘી માંથી જ મળે છે.

જ્યોતિષ અને ધર્મ શાસ્રોમાં જણાવવામાં આવે છે કે લગ્ન જેવા મંગળ કાર્યો માટે ગૌધુલી બેલા સર્વોત્તમ મુહુર્ત હોય છે, સંધ્યા કાળમાં જયારે ગાય જંગલમાં ઘાસ વગેરે ખાઈને આવે છે ત્યારે ગાયની ખરી માંથી ઉડતી ધૂળ સમસ્ત પાપોનો નાશ કરે છે.

નવગ્રહોની શાંતિ માટે પણ ગાયની વિશેષ ભૂમિકા હોય છે. મંગળના અરિષ્ટ થવાથી લાલ રંગની ગાયની સેવા અને ગરીબ બ્રાહ્મને ગૌદાન ખરાબ મંગળની અસરને ક્ષીણ કરી દે છે. આ રીતે શનીની દશા, અન્તર્દશા અને સાડાસાતી વખતે કાળી ગાયનું દાન માણસને દુઃખો માંથી મુક્તિ અપાવે છે.

બુધ ગ્રહની અશુભતાના નિવારણ માટે ગાયોને લીલું ઘાંસ ખવરાવવાથી રાહત મળે છે.

પિતૃદોષ થવાથી ગાયને દરરોજ કે અમાસના રોજ રોટલી, ગોળ, ચારો વગેરે ખવરાવવું જોઈએ. ગાયની સેવા પૂજાથી લક્ષ્મીજી પ્રસન્ન થઈને ભક્તોને માનસિક શાંતિ અને આનંદમય જીવન થવાનું વરદાન આપે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.