જાણો તે ખતરનાક મહિલાઓ વિષે, જેમણે અપરાધની દુનિયા પર કર્યું રાજ, જાણો વધુ વિગત.

0
1375

ગેંગસ્ટરનું નામ સાંભળતા જ આપણા બધાના મગજમાં એક એવી છાપ ઉપસી આવે છે અને મોટાભાગે પુરુષોની છાપ હોય છે. પરંતુ અંધારી આલમની દુનિયામાં ઘણી એવી મહિલાઓ પણ છે, જેમણે પોલીસ અને સરકારને નાકે દમ લાવી દીધો હતો. એટલા માટે અને તમને જણાવી રહ્યા છીએ આ મહિલા ગેંગસ્ટર્સ વિષે જેમણે ગેરકાયદેસર ધંધાને કારણે પોતાનું નામ કુખ્યાત ગુનેગારોની યાદીમાં જોડી લીધું. જાણવા મુજબ તેમાંની અમુકનું અત્યારના સમયમાં પણ વર્ચસ્વ જળવાયેલું છે.

સંતોકબેન જાડેજા

સંતોકબેન જાડેજા અંધારી આલમની દુનિયામાં ત્યારે આવી જયારે મિલમાં કામ કરતા તેમના પતિનું સ્થાનિક ગુંડાઓએ હત્યા કરી દીધી. ઘટના પછી જાડેજા પોલીસ પાસે ન ગઈ. પરંતુ પોતે જ પોતાના પતિના મૃત્યુનો બદલો લીધો. તેમણે થોડા લોકોને સાથે ભેળવીને તે તમામ ૧૪ લોકોની હત્યા કરી, જે તેમના પતિની હત્યામાં જોડાયેલા હતા. ત્યાર પછી તે કઠીયાવાડની માફિયા બની ગઈ હતી. ગુનાની દુનિયા પછી તેણે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો. ચીમનભાઈ પટેલના નજીકના માનવામાં આવતા સંતોકબેને જનતાદળની ટીકીટ ઉપરથી ચૂંટણી લડી અને વર્ષ ૧૯૯૦થી ૧૯૯૫ સુધી ધારાસભ્ય પણ રહી. ટ્રાંસપોર્ટના ધંધાથી લઈને રીયલ સ્ટેટ બિજનેશ સુધી દરેક ક્ષેત્રોમાં સંતોકબેનનું ચાલતું હતું.

હિરોઈન ઉર્ફ રૂબીના સિરાજ સૈયદ

હિરોઈનના નામથી ઓળખાતી રૂબીના પણ આ લીસ્ટમાં સામેલ છે. કહેવામાં આવે છે કે રૂબીનાનું વ્યક્તિત્વ ઘણું જ ચાર્મિંગ હતું. રૂબીના છોટા શકીલની ગેંગના મેમ્બર્સને જેલની અંદર હથીયાર, પૈસા અને ખાવાનું સપ્લાઈ કરતી રહેતી હતી. તેનું કનેક્શન ઘણા મોટા લોકો સાથે હતું અને તેની રહેમ દ્રષ્ટિથી તમામ ખોટા કામ પુરા પાડતી હતી.

સીમા પરિહાર

માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં અપહરણ થયેલી સીમા લુંટેરી બની ગઈ અને તે દરમિયાન તેણે પોતાની ગેંગ પણ બનાવી. પોતાની ગેંગ સાથે તેણે ઘણી હત્યાઓ, અપહરણ અને ચોરી-લુંટના ગુના પાર પાડ્યા હતા. તે પોતાને ફૂલનદેવી તરીકે ગણાવતી હતી. સીમા પરિહાર ટીવી શો બીગ બોસમાં પણ જોવા મળી હતી. હાલના સમયમાં પણ તે સમાજવાદી પાર્ટીની એક મેમ્બર છે.

જેનાબાઈ દારુવાળી

અનાજની લુંટથી પોતાના ધંધાની શરુઆત કરનારી જેનાબાઈએ દારુના ધંધા સહીત ઘણા ધંધામાં પોતાનો વટ જમાવી લીધો હતો. તેની હેસિયતનો તમે અંદાઝ નથી લગાવી શકતા કે મુંબઈ નાગપાડા વિસ્તારમાં રહેલા તેના ઘરમાં અંડરવર્ડના નામચીન ગિરામી કરીમ લાલ અને હાજી મસ્તાન જેવા લોકો આવતા હતા. તેની પહોચ એટલી વધી ગઈ હતી કે હાજી મસ્તાન જેનાબાઈને આપા કહીને બોલાવતો હતો.

અર્ચના બાલમુકુન્દ શર્મા

ભારતના અપહરણ કિંગના નામથી પ્રસિદ્ધ બબલુ શ્રીવાસ્તવ ગેંગનો ભાગ રહેલી અર્ચના ઘણા અપહરણ અને ધમકી અને ગેરકાયદેસર ધંધામાં જોડાયેલી રહી. કહેવામાં આવે છે કે હજુ પણ બીજા દેશોમાં તે રહીને પોતાનો ધંધો ચલાવી રહી છે. ઘણા ભગોમાં ફેલાયેલી ગેંગ ચલાવનારી અર્ચનાના ઠેકાણા વિષે કોઈને કાંઈ જ ખબર નથી.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.