જાણો લવ અને અરેન્જ મેરેજ માટે જ્યોતિષીય, તેમજ કુંડળીમાં લવ મેરેજના યોગને વિસ્તારથી.

0
378

જ્યોતિષની મદદથી જાણો તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ. તમે હંમેશા એ વાત સાંભળી હશે કે જોડિયો આકાશ માંથી બને છે. જ્યોતિષ શાસ્ત્ર પણ તે વાતને સાચી માને છે. અમુક ઉંમર પછી દરેક એ જાણવા માટે ઉત્સુક રહે છે કે તેના લવ મેરેજ થશે કે અરેંજ મેરેજ. તેથી એસ્ટ્રોસેજ એક એવો રસ્તો છે જેની મદદથી તમે જાણી શકો છો કે તમારા લગ્ન કેવી રીતે થશે, લગ્ન કે જીવન સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારના પ્રશ્નના જવાબ તમે અહિયાથી મેળવી શકો છો.

લગ્નથી ઉત્સુક કોઈ પણ વ્યક્તિ સાસુથી પહેલા જ્યોતિષને એ પ્રશ્ન પૂછે છે કે તેના લગ્ન ક્યાં સુધીમાં થશે અને બીજો પ્રશ્ન એ હોય છે કે તે લવ મેરેજ કરશે કે અરેંજ. તો આવો આજે અમે તમને જણાવીએ છીએ કે ગ્રહોની તે કઈ સ્થિતિઓ છે, જેને લઈને વ્યક્તિના લવ અને અરેંજ મેરેજ થઇ શકે છે.

અરેંજ મેરેજ : લગ્નની આ વ્યવસ્થામાં માતા પિતાની મંજુરીથી લગ્ન થાય છે. વર-વધુ માતા પિતાની મંજુરી પછી એક બીજાને મળે છે, જો તે એક બીજાને પસંદ કરે છે તો વાત આગળ વધે છે. આપણા સમાજમાં સૌથી પહેલા છોકરીના પિતા વરની પસંદગી કરે છે. વરનું પસંદગી તેના આરોગ્ય, શિક્ષણ, આવક વગેરેના આધારે કરવામાં આવે છે. તે ઉપરાંત વરના માતા પિતાની સામાજિક સ્થિતિ પણ જોવામાં આવે છે. જો તે બધું અનુકુળ છે તો લગ્નની વાત આગળ વધી શકે છે.

લવ મેરેજ : ભારતમાં પ્રેમ લગ્ન કોઈ નવી વાત નથી. આમ તો આજના અમયમાં લવ મેરેજની સંખ્યામાં વધારો જરુર થયો છે. તેનું કારણ સમાજ દ્વારા બાળકોને આપવામાં આવેલી સ્વતંત્રતા છે. હવે છોકરીઓ પણ છોકરાની જેમ શિક્ષણ મેળવે છે અને નોકરી કરે છે. તે સ્વતંત્રતા સ્ત્રી અને પુરુષને એક બીજાને જાણવા અને સમજવાની તક આપે છે. એસ્ટ્રોસેજના વિદ્વાન જ્યોતિષીઓએ વૈદીક જ્યોતિષ ની મદદથી જુદા જુદા ગ્રહ અને ગૃહોના આધારે લગ્ન કુંડળીનું ઊંડાણ પૂર્વક અધ્યયન કર્યું છે અને લગ્ન સંબંધિત સચોટ ભવિષ્યવાણીઓ કરી છે. આવો હવે જાણીએ કે પ્રેમ લગ્ન માટે કયો ગૃહ અને ગ્રહ જવાબદાર છે.

કુંડળીના તમામ 12 ગૃહ માંથી સાતમો ગૃહ લગ્ન સંબંધી માનવામાં આવે છે. એટલા માટે લગ્નની જાણકારી મેળવવા માટે સાતમાં ગૃહનું અધ્યયન કરવામાં આવે છે. આ ગૃહને લગ્ન સાથે સાથે ભાગીદારીનો ગૃહ પણ કહેવામાં આવે છે તે જીવનસાથી સાથે હોય કે કોઈ બિજનેસ પાર્ટનર સાથે. એક પુરુષની કુંડળીમાં શુક્ર ગ્રહ અને એક સ્ત્રીની કુંડળીમાં બૃહસ્પતી ગ્રહ લગ્નનો કારક માનવામાં આવે છે.

વૈદિક જ્યોતિષમાં અરેંજ મેરેજ : કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં પ્રાથમિક રીતે સાતમો ગૃહ. સાતમાં ગૃહના સ્વામી, પુરુષ વ્યક્તિ માટે શુક્ર અને સ્ત્રી વ્યક્તિ માટે મંગળ-બૃહસ્પતી ગ્રહનું અધ્યયન કરવામાં આવે છે. જો તે બધું મજબુત અવસ્થામાં છે તો લગ્ન જરૂર થાય છે. સાતમાં ગૃહ અને તેના સ્વામી ઉપરાંત બીજા ગૃહ અને બીજા ગૃહના સવાની, અગિયારમાં ગૃહ અને દશન અગિયારમાં ગૃહના સ્વામીનું અધ્યયન પણ જરૂર કરવું જોઈએ. જો સાતમાં, બીજા અને અગિયારમાં ગૃહના સ્વામી એકબીજા સાથે સંબંધ જોડી રહ્યા છે, તો લગ્ન સફળ થાય છે. જો બીજા, સાતમાં અને દશમાં ગૃહના સ્વામી સૂર્ય અને ચંદ્રમાં સાથે કોઈ સંબંધ ઉભા કરી રહ્યા છે. તો અરેંજ મેરેજ થશે એટલે કે લગ્ન માતા પિતાની મંજુરીથી થશે.

જો શુક્ર ગ્રહ કોઈ પ્રકારે ચોથા ગૃહ કે ચોથા ગૃહના સ્વામી, નોમ ભાવ કે નવમાં ગૃહના સ્વામી સાથે સંબંધ જોડે છે. તો તે સ્થિતિમાં પણ અરેંજ મેરેજ થવાની સંભાવના વધુ રહે છે. જો શુક્ર ગ્રહ સૂર્ય અને ચંદ્રમાં કે કોઈ શુભ ગૃહ સાથે સબંધ બાંધે છે ત્યારે પણ માતા પિતાની મંજુરીથી જ લગ્ન થાય છે.

કોઈ પણ સ્ત્રી વ્યક્તિની કુંડળીનું અધ્યયન કરતી વખતે મંગળની મજબુતી ઉપર જરૂર ધ્યાન આપવું જોઈએ. જો બીજા, સાતમાં અને અગિયારમાં ગૃહના સ્વામી મંગળ સાથે સંબંધ બાંધતા રહે છે, તો ભાઈની મદદથી લગ્ન થવાની સંભાવના રહે છે. જો મંગળ ગ્રહનો સંબંધ બુધ સાથે છે. તો મામા પક્ષના કોઈ સંબંધીની મદદથી અને જો બૃહસ્પતી સાથે છે, તો ઘરના કોઈ વડીલ સભ્યની મદદથી લગ્ન થઇ શકે છે.

જો બીજા, સાતમાં અને અગિયારમાં ગૃહના સ્વામી કોઈ રીતે ચોથા ગૃહ સાથે સંબંધ બાંધે છે કે નવમાં ગૃહ અને તેના સ્વામી સાથે સંબંધ બાંધે છે તો માતા પિતા દ્વારા અરેંજ મેરેજ થશે. જો બીજા, સાતમાં અને અગિયારમાં ગૃહના સ્વામી શુક્ર સાથે સંબંધીત છે કે કોઈ શુભ ગ્રહ શુક્ર સાથે સંબંધ બાંધી રહ્યા છે તો અરેંજ મેરેજ થવાની સંભાવના વધુ રહે છે.

કુંડળીમાં લવ મેરેજના યોગ : કુંડળીમાં પંચમ ગૃહને પ્રેમ અને ભાવનાઓનું ઘર કહેવામાં આવે છે અને સાતમાં ગૃહનો કારક માનવામાં આવે છે. જો લવ મેરેજની વાત કરવામાં આવે તો તેના માટે પાંચમાં ગ્રહ અને તેના સ્વામી કે સાતમાં ગૃહ અને તેના સ્વામી વચ્ચે કોઈ સંબંધ હોવા જોઈએ.

લવ મેરેજની સંભાવનાને ચકાસવા માટે આપણે સાતમાં ગૃહ અને તેના સ્વામીની સ્થિતિ વિષે જાણવું પડે છે. શુક્ર મંગળ અને ચંદ્રમાંની દ્રષ્ટિ કે સાતમાં ગૃહમાં આ ત્રણે ગ્રહોની હાજરી તમને મનગમતા જીવનસાથી અપાવે છે. જો સાતમાં ગૃહના સ્વામી શુક્ર, મંગળ કે ચંદ્રમાં માંથી કોઈ સાથે કોઈ સંબંધ બંધાઈ રહ્યો છે, તો તમને તમારા મનપસંદ સાથી સાથે લગ્ન કરવાની તક મળશે.

જો સાતમાં ગૃહના સ્વામી પ્રથમ, પાચમાં કે બારમાં ગૃહમાં છે તો તમારા લગ્ન કોઈ એવા વ્યક્તિ સાથે થઇ શકે છે જેને તમે લાંબા સમયથી ઓળખો છો. ત્યાર પછી આપણે શુક્ર ગ્રહ ઉપર ધ્યાન આપવાની જરૂર છે, જે પ્રેમ અને રોમાન્સનું પ્રતિક છે. આપણે 5માં, 7માં, 12માં ગૃહ, રાહુ, ચંદ્રમાં, મંગળ અને પથમ ગૃહના સ્વામી સાથે શુક્રના સંબંધનું અધ્યયન કરે છે.

જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ પહેલા, પાંચમાં, સાતમાં, આઠમાં, દશમાં કે બારમાં ગૃહમાં છે તો તમે પ્રેમ સંબધોમાં ઘણા સક્રિય રહો છો અને કુંડળીના બીજા ગ્રહોની સ્થિતિ મુજબ તમારા લવ મેરેજ થઇ શકે છે. હવે તમે ચંદ્ર ગ્રહનું અધ્યયન કરશો કેમ કે તે મનના કારક ગ્રહ માનવામાં આવે છે. આપણી વિચારસરણી આપણા કાર્ય કરવાની રીત જાણવા અલગ અલગ ગૃહમાં સ્થિતિથી જાણી શકાય છે. જો ચંદ્રમાં ઉપર શુક્ર કે મંગળની દ્રષ્ટિ પડી રહી છે તો વ્યક્તિ વિપરીત લિંગો પ્રત્યે આકર્ષિત થાય છે અને તેના લવમેટ સાથે લગ્ન કરી શકે છે. જો ચંદ્રમાં પાંચમાં, સાતમાં કે બારમાં ગૃહમાં છે, તો તમે તમારા પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકો છો.

જ્યોતિષ મુજબ બીજા લગ્નના યોગ : જ્યોતિષમાં બીજા લગ્નનો વિચાર કુંડળીના બીજા ગૃહથી કરવામાં આવે છે. કુંડળીનો આઠમો ગૃહ દીર્ઘતા દર્શાવે છે. એટલા માટે સાતમાં ગૃહ માંથી આઠમાં એટકે કે બીજા ગૃહ બીજા લગ્ન વિષે જાણકારી આપે છે.

ત્રીજા લગ્ન માટે આપણે બીજા ગૃહ માંથી આઠમાં એટલે કે નવમાં ગૃહનું અધ્યયન કરીએ છીએ.આપણે બીજા લગ્ન માટે બીજા ગૃહ અને તેના સ્વામીની સ્થિતિનું અધ્યયન કરીએ છીએ અને સાથે જ નવમાંશ કુંડળીમાં પણ તેની સ્થિતિ જોઈએ છીએ. ઘણા લોકો નવમાં ગૃહને બીજા લગ્નના ગૃહ કહે છે કેમ કે તે સાતમાં ગૃહથી ત્રીજા છે. તેથી જાણકારો માને છે કે બીજા લગ્ન પહેલા પતિ કે પત્નીના ભાઈ કે બહેન સાથે થાય છે. ઘણા લોકો અગિયારમાં ગૃહને પણ બીજા લગ્નના કારક ગૃહ માને છે.

લગ્નમાં મોડું થવાના થોડા જ્યોતિષી કારણ : જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ અને તેની સ્થિતિઓને કારણે લગ્નમાં મોડું થાય છે. કુંડળીના સાતમો ગૃહ તમારા લગ્ન સંબંધિત મુદ્દાના કારક હોય છે. જો તમારા સાતમાં ગૃહની સ્થિતિ કે તેના સ્વામીની સ્થિતિ સારી નથી તો લગ્નમાં મોડું થઇ શકે છે. નીચે લગ્નમાં મોડું થવાના થોડા જ્યોતિષીય કારણો દર્શાવવામાં આવ્યા છે.

સાતમ ગૃહ સાથે શનીનો સંબંધ :

શુક્રની દુર્લભ સ્થિતિ

લગ્નમાં મોડું થવાનું કારણ તમારા સાતમાં ગૃહમાં રાહુ-કેતુ, મંગળ કે શનીની સ્થિતિ હોઈ શકે છે.

જો સાતમાં ગૃહના સ્વામી નબળા હોય.

બૃહસ્પતીના અંશ અને સ્થિતિની નબળાઈ.

જો સાતમાં ગૃહમાં કોઈ ગ્રહ ન હોય.

સાતમાં ગૃહમાં શની, મંગળની યુતિ કે તેની દ્રષ્ટિ થવાથી પણ લગ્નમાં મોડું થઇ શકે છે. જ્યાં સુધી લગ્નની વાત કરવામાં આવે તો શુક્ર અને બૃહસ્પતી ગ્રહ ઘણો મહત્વનો માનવામાં આવે છે. બૃહસ્પતીની દશા અને સ્થિતિનું કારણ વ્યક્તિના લગ્નના સમય વિષે ગણતરી કરવામાં આવે છે. તે શુક્રની દુર્લભ સ્થિતિને લગ્નમાં મોડું થવાનું કારણ હોઈ શકે છે. જો શુક્ર સારી સ્થિતિમાં છે, તો તે લગ્ન સારા સંયોગ તો બનાવે જ છે સાથે જ લગ્નજીવનમાં પણ સફળતા અપાવે છે.

લગ્નમાં મોડું થવા માટે જ્યોતિષીય ઉપાય : જ્યોતિષ શાસ્ત્ર ન માત્ર લગ્નમાં મોડું થવામાં કારણો જણાવે છે પરંતુ તે તમને એવા ઉપાય પણ આપે છે. જેનાથી તમારા લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ દુર થઇ શકે છે. એટલા માટે સાચો દ્રષ્ટિકોણ એ રહેશે કે આપણે જાણીએ કે તે કયો પાપ ગ્રહ છે જેના કારણે લગ્નમાં મોડું થઇ રહ્યું છે. તે પાપ ગ્રહનું અધ્યયન કર્યા પછી તેની સાથે જોડાયેલા ઉપાય કરીને આપણે સમસ્યા દુર કરી શકીએ છીએ.

જન્મ કુંડળીનો ઊંડો અભ્યાસ કરીને આવી રીતે જ્યોતિષીય ઉપાય જણાવવામાં આવી શકે છે. જેથી લગ્નમાં મોડું નહિ થાય. આ ઉપાયો કરવાથી તમારા લગ્ન વહેલી તકે થઇ શકે છે અને લગ્ન સાથે જોડાયેલી તમારી ઘણી મુશ્કેલીઓ દુર થઇ શકે છે. ખાસ કરીને લગ્નમાં મોડું થવાના કારણો સાતમાં ગૃહ અને સાતમાં ગૃહના સ્વામી શુક્રની સ્થિતિ હોય છે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.