જાણો કિન્નરોને ક્યારે અને કેમ મળ્યા હતા ભગવાન રામના આશીર્વાદ.

0
1146

કિન્નરોને લઈને હંમેશા સમાજમાં એક જીજ્ઞાસા જળવાઈ રહે છે. લગ્ન વગેરે જેવા શુભ કાર્યોના શુભ પ્રસંગ ઉપર ઘરોમાં બોણી માગવા આવતા કિન્નરોને લઈને હંમેશા મનમાં એ પ્રશ્ન ઉઠે છે કે ખરેખર આ લોકો ક્યાં રહે છે? તેમના દેવી દેવતાઓ કોણ હોય છે? છેવટે આશીર્વાદ આપવાની શક્તિ તેમને ક્યાંથી મળી અને કોણે આપી? એવા ઘણા પ્રશ્નો છે, જે હંમેશા મનમાં ઉઠે છે.

આ તમામ પ્રશ્નોના જવાબ જાણતા પહેલા આવો જાણીએ કે શું ત્રેતાયુગમાં ભગવાન રામના સમયમાં પણ આ પૃથ્વી ઉપર ઉપસ્થિત હતા કિન્નર?

રામ પાસેથી મળ્યા હતા આશીર્વાદ :-

માન્યતા છે કે પ્રભુ શ્રીરામ જયારે ૧૪ વર્ષનો વનવાસ કાપવા માટે અયોધ્યા છોડી જવા લાગ્યા, ત્યારે તેમની પ્રજા અને કિન્નર સમાજ પણ તેમની પાછળ ચાલવા લાગ્યા હતા. ત્યારે શ્રીરામે તેમને પાછા અયોધ્યા જવાનું કહ્યું. શ્રીલંકા વિજય પછી જયારે શ્રીરામ ૧૪ વર્ષે પાછા અયોધ્યા આવ્યા, તો તેમણે જોયું બીજા લોકો જતા રહ્યા હતા, પરંતુ કિન્નર ત્યાં જ તેમની રાહ જોઈ રહ્યા હતા.

તેમની ભક્તિથી પ્રસન્ન થઈને પ્રભુ શ્રીરામેં કિન્નરોને વરદાન આપ્યું કે તેમનો આશીર્વાદ હંમેશા ફળીભૂત રહેશે. ત્યારથી બાળકોના જન્મ અને લગ્ન વગેરે શુભ કાર્યોમાં તે લોકોને આશીર્વાદ આપે છે.

ન લેશો ક્યારે પણ શ્રાપ :-

ક્યારે પણ ભૂલથી કિન્નર સમાજનો શ્રાપ ન લેવો કેમ કે એમ કરવાથી તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વડીલ લોકો પણ કહે છે કે જો તમે તેને રાજી ન કરી શકો તો વાંધો નહિ પણ તેને દુઃખી ન કરો.

શાસ્ત્રોના જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિ કિન્નરોનું અપમાન કરે છે કે તેની મશ્કરી કરે છે, તો તેને આવતા જન્મમાં કિન્નર બનવું પડે છે અને એવા જ અપમાન સહન કરવા પડે છે. જો તમારા ઘરે કે દુકાને કિન્નર આવે છે, તો તેને તમારી શક્તિ મુજબ જ દાન કર્યા પછી કહો પાછા આવજો.

આ વસ્તુનું દાન કરો :-

જો તમારા લગ્નજીવનમાં તકલીફો આવી રહી છે અને તમે તમારા સારા સંબંધોને ફરી સુધારવા માગો છો, તો કિન્નરો સાથે જોડાયેલા આ ઉપાય તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે. કેમ કે કિન્નરોને શૃંગારનો ઘણો શોખ હોય છે, એટલે તેને ખુશ કરવા માટે સુહાગની વસ્તુ દાનમાં આપો. જીવનસાથી સાથે ઉભી થઇ રહેલી સમસ્યાઓ દુર કરવા માટે બુધવારના દિવસે લીલા રંગના કપડા અને મેંદીનું દાન પણ સારું માનવામાં આવે છે.

આ ઉપાયથી વધે છે ધન :-

જો ઘણી મહેનત કરવા છતાં પણ તમારી પાસે ધન નથી આવતું તો તમે બુધવારના દિવસે કોઈ કિન્નરના હાથમાં પૂજાની સોપારી ઉપર સિક્કો મુકીને દાન આપો. આ ઉપાય ધન પ્રાપ્ત કરવામાં આવતી તમામ અડચણોને દુર કરીને તમને સુખ સમૃદ્ધી પૂરી પાડે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.