જાણો કેમ કરવામાં આવે છે એકાદશીનું વ્રત અને આ વર્ષે ક્યારે અને કઈ એકાદશી આવશે

0
131

એકદાશીનું વ્રત કરવાનું મહત્વ અને તેના નિયમ, ભૂલથી પણ આ દિવસે નહિ કરવા આ કામ.

હિંદુ ધર્મમાં આમ તો ઘણા પ્રકારના વ્રત ઉપવાસ કરવામાં આવે છે. આમ તો આ બધા વ્રત અને ઉપવાસો માંથી સૌથી વધુ મહત્વ અગિયારસ વ્રતનું માનવામાં આવે છે. અગિયારસનુ આ વ્રત 1 મહિનામાં બે વખત આવે છે. એક સુદ પખવાડિયાની અગિયારસ કહેવામાં આવે છે અને બીજી વદ પખવાડિયાની અગિયારસ. અગિયારસનું આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. તો આવો જાણીએ આ અગિયારસ વ્રતનું શું મહત્વ હોય છે? અને તેને રાખવાથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે? સાથે જ અહિયાં જાણો આ વર્ષ કઈ અગિયારસ ક્યા દિવસે રાખવાથી માણસને શું ફળ પ્રાપ્ત થાય છે? સાથે જ અહિયાં જાણો આ વર્ષ કઈ અગિયારસ ક્યા દિવસે મનાવવામાં આવશે?

સૌથી પહેલા જાણીએ અગિયારસ વ્રતનું મહત્વ

માનવામાં આવે છે કે, અગિયારસનું વ્રત કરવાથી માણસના જીવનમાં એક નિશ્ચિત સંતુલન આવે છે. સાથે જ જે કોઈ પણ વ્યક્તિ પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી અગિયારસના વ્રતનું પાલન કરે છે, તેના અજાણતા થયેલા પાપ પણ દુર થાય છે અને વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ અમુક અગિયારસ વ્રત એવી પણ હોય છે. જે કરવાથી માણસને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં વર્ષમાં આવનારા બધા અગિયારસ વ્રતનું ઘણું મહત્વ દર્શાવવામાં આવે છે. દરેક વર્ષમાં 24 અગિયારસ આવે છે. એવી માન્યતા છે કે, અગિયારસની શરુઆત ઉત્પન્ના અગિયારસથી થાય છે. કહેવામાં આવે છે કે, આ અગિયારસથી અગિયારસ દેવી ઉત્પન થયા હતા અને તેના પછી જ અગિયારસ વ્રતની પરંપરા શરુ થઇ.

જે કોઈ પણ વ્યક્તિ અગિયારસના દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુ કે ભગવાન કૃષ્ણ (ભગવાન વિષ્ણુના દ્દવાપર યુગનું રૂપ) ની પૂજા કરે છે તેના ઘણા જન્મોના અજાણતામાં પણ કરેલા થયેલા પાપ કપાઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાથે જ એવા વ્યક્તિને મૃત્યુ પછી પણ વૈકુઠ ધામમાં સ્થાન પણ પ્રાપ્ત થાય છે.

અગિયારસ વ્રતના નિયમ

વર્ષમાં આવતી દરેક અગિયારસની અલગ વ્રત કથા અને મહિના હોય છે અને તે મુજબ દરેક અગિયારસનું ફળ અને પુણ્ય પણ હોય છે. આમ તો આ બધી અગિયારસમાં એક નિયમ બધાએ જરૂર માનવો જોઈએ તે એ છે કે, કોઈ પણ અગિયારસના દિવસે ચોખા ન ખાવા જોઈએ. તે ઉપરાંત અગિયારસ વ્રતની શરુઆત આગલા દિવસે એટલે કે દશમના દિવસે કરવામાં આવે છે.

અગિયારસના દિવસે શું ન કરવું જોઈએ?

અગિયારસના દિવસે ચોખા ખાવા કે અનાજ ખાવાની મનાઈ છે.

અગિયારસના દિવસે ખરાબ વાત કરવી પણ મનાઈ છે. તે ઉપરાંત અગિયારસના દિવસે ગુસ્સો ન કરવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ કોઈની પણ સાથે માનસિક કે શારીરિક રીતે લડાઈ પણ કરવાથી તે દિવસે દુર રહેવું જોઈએ.

અગિયારસના દિવસે મદિરાપાન કે માંસ ખાવું મનાઈ છે.

અગિયારસના દિવસે ખોટું બોલવાથી દુર રહેવું જોઈએ.

અગિયારસના દિવસે કોઈની નિંદા ન કરવી જોઈએ.

અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિધાન બતાવવામાં આવે છે. તે ઉપરાંત આ દિવસે રાત્રે જાગરણ કરવું ઘણું જ શુભ ફળદાયક હોય છે.

અગિયારસના દિવસે પાન સોપારી ન ખાવા જોઈએ. તે ઉપરાંત અગિયારસનું વ્રત કોઈ પણ હોય પરંતુ તેને આગલા દિવસે સુર્યાસ્ત પહેલા સ્નાન કરીને ભગવાન વિષ્ણુના મંત્રોના જાપ કરવા ઘણું શુભ રહે છે.

હવે જાણીએ આ વર્ષે કઈ અગિયારસ કઈ તિથીના રોજ મનાવવામાં આવશે. નીચે અમે તમને તેના વિષે સંપૂર્ણ યાદી રજુ કરી રહ્યા છોએ.

શનિવાર, 09 જાન્યુઆરી સફલા અગિયારસ

રવિવાર, 24 જાન્યુઆરી પોષ પુત્રદા અગિયારસ

રવિવાર, 07 ફેબ્રુઆરી ષટતિલા અગિયારસ

મંગળવાર, 23 ફેબ્રુઆરી જયા અગિયારસ

મંગળવાર, 09 માર્ચ વિજયા અગિયારસ

ગુરુવાર, 25 માર્ચ આમલકી અગિયારસ

બુધવાર, 07 એપ્રિલ પાપમોચીની અગિયારસ

શુક્રવાર, 23 એપ્રિલ કામદા અગિયારસ

શુક્રવાર, 07 મે વરુથીની અગિયારસ

રવિવાર, 23 જુન અપરા અગિયારસ

સોમવાર, 06 જુન નિર્જળા અગિયારસ

સોમવાર, 05 જુલાઈ યોગીની અગિયારસ

મંગળવાર, 20 જુલાઈ દેવશયની અગિયારસ

બુધવાર, 04 ઓગસ્ટ કામિકા અગિયારસ

બુધવાર, 18 ઓગસ્ટ શ્રાવણ પુત્રદા અગિયારસ

શુક્રવાર, 03 સપ્ટેમ્બર અજા અગિયારસ

શુક્રવાર, 17 સપ્ટેમ્બર પરિવર્તિની અગિયારસ

શનિવાર, 02 ઓક્ટોબર ઇન્દિરા અગિયારસ

શનિવાર, 16 ઓક્ટોમ્બર પાપાંકુશા અગિયારસ

સોમવાર, 01 નવેમ્બર રમા અગિયારસ

રવિવાર, 14 નવેમ્બર દેવુત્થાન અગિયારસ

મંગળવાર, 30 નવેમ્બર ઉત્પન્ના અગિયારસ

મંગળવાર, 14 ડીસેમ્બર મોક્ષદા અગિયારસ.

ગુરુવાર, 30 ડીસેમ્બર સફલા અગિયારસ

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.