જાણો આ વર્ષે શિવરાત્રીમાં શુ છે ખાસ? વર્ષો બાદ બન્યો છે આવો સંયોગ.

0
3004

મહાશિવરાત્રી, જાણો આ વખતે શિવરાત્રિ આટલી ખાસ કેમ છે?

ભારત દેશમાં દર વર્ષે નાના મોટા અનેક તહેવાર ઉજવવામાં આવે છે. અહિયાંની સંસ્કૃતિ અને સભ્યતા બહારના દેશના લોકો ઘણી પસંદ કરે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે અને એનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભક્તો શિવને ખુશ કરવામાં કોઈ કસર રહેવા દેતા નથી. શિવ મંદિરોને ખૂબ જ મોટા પાયે ધૂમ ધામથી સજાવવામાં આવે છે, ઘણી જગ્યાએ આ દિવસે મેળાઓનું પણ આયોજન થાય છે. પરંતુ આ વખતે શિવરાત્રિ કંઈક ખાસ છે. જેના લીધે આ વખતે લોકોમાં ઘણો ઉત્સાહ છે.

આ વખતે કેમ છે શિવરાત્રીનું ખાસ મહત્વ :-

જેમ કે બધા જાણે છે કે અઠવાડિયામાં દરેક દિવસ કોઈ એક ભગવાન માટે ખાસ હોય છે. આવામાં સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. અને શિવરાત્રિ સોમવારના દિવસે છે. જેના લીધે આ કાંઈક વધારે ખાસ માનવામાં આવી રહી છે. આના સાથે જ આ દિવસે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં છેલ્લું શાહી સ્નાન પણ છે.

હિન્દુ ગ્રંથ મુજબ આ દિવસે માતા પાર્વતી અને શિવના લગ્ન થયા હતા. આ કારણે દેશની ઘણી જ્ઞાતિમાં આ જ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નની તૈયારીઓ શરૂ થાય છે. રસ્તાઓ પર લોકો નીકળે છે અને સાથે જ મેળાઓ અને ભંડારાઓનું આયોજન પણ કરવામાં આવે છે.

જણાવી દઈએ કે દર મહિને કૃષ્ણ પક્ષ ચૌદસ એ મહિનાની શિવરાત્રિ હોય છે. પરંતુ ફાગણ કૃષ્ણ પક્ષ ચૌદશે થનાર શિવરાત્રિને મહાશિવરાત્રીના રૂપે મનાવવામાં આવે છે. વર્ષમાં થનાર ૧૨ શિવરાત્રિયોમાં મહાશિવરાત્રી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દૂ શાસ્ત્ર મુજબ આ દિવસે પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા.

મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજનવિધિ :-

ધાર્મિક ગ્રંથો મુજબ આ દિવસે શિવ ભગવાન પર ગાયના ઘીમાં કપૂર મિક્ષ કરી મહામૃત્યુંજય મંત્રની ૧૦૮ આહુતિ આપવી જોઈએ. આ સાથે જ આ દિવસે રુદ્રાક્ષની માળા ધારણ કરવી પણ સારું માનવામાં આવે છે. કેમકે ભગવાન શિવ રુદ્રાક્ષની માળા ધારણ કરતા હતા. સવારે નિત્યક્રમ બાદ સ્નાન કરી શિવલિંગ પર કાચું દૂધમાં ગંગા જળ ઉમેરી અભિષેક કરો. આ સાથે જ ચંદન, પુષ્પ, ધૂપ,દીપ વગેરેથી પૂજા કરવી જોઈએ.ભગવાન શિવ પર બિલીપત્ર અને ધતુરો પણ ચડાવો આનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

૧૨ માંથી ૮ મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે ભગવાન શિવનું આ મંદિર, પાંડવો દ્વારા બનાવેલી સ્વર્ગની સીડી પણ છે અહી. જાણવા માટે અહી ક્લિક કરો. >>>> ૧૨ માંથી ૮ મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે ભગવાન શિવનું આ મંદિર, પાંડવો દ્વારા બનાવેલી સ્વર્ગની સીડી પણ છે અહી

હર હર મહાદેવ, જય ભોલે, જય શિવ શંકર.