જન્મના વાર પરથી ખુલે છે તમારા ઘણા ઊંડા રહસ્ય, જાણો કેવી છે તમારી પર્સનાલિટી.

0
662

તમે કયા વારે જન્મેલા છો તેના પરથી તમારી પર્સનાલિટી વિષે જાણી શકાય છે, આ વારે જન્મેલા લોકોની બુદ્ધિ હોય છે તેજ. દરેકની પસંદ, નાપસંદ, સ્વભાવ, હાવ-ભાવ, વર્તન અને પર્સનાલિટી બીજાથી અલગ હોય છે અને તેની પાછળ જન્મ તારીખ, રાશી અને જન્મનો મહિનો ઘણું મોટું કારણ હોય છે. તે તમામ બાબતો માણસના સ્વભાવ અને પર્સનાલિટીમાં ઘણી ઊંડી અસર કરે છે. આજે અમે તમને જન્મ દિવસ મુજબ પર્સનાલિટી સાથે જોડાયેલી થોડી મહત્વની વાતો જણાવવા જઈ રહ્યા છીએ, તો આવો જાણીએ તમારા સ્વભાવ અને પર્સનાલિટી વિષે શું કહે છે તમારો જન્મ દિવસ.

સોમવાર : સોમવારના રોજ જન્મેલા લોકોને સામાજિક જોડાણ વધુ હોય છે, તેથી તેની આસપાસ હંમેશા લોકોનો મેળાવડો લેગેલો રહે છે. સાથે જ તે તેના કુટુંબને પણ ઘણું મહત્વ આપે છે. તેના સંબંધો કુટુંબ અને તમામ સભ્યો સાથે ઘણા સારા હોય છે. તે લોકો સ્વભાવમાં ચંચળ હોય છે અને તેને ઘરની અંદર રહેવાનું ગમતું નથી હોતું, તે હંમેશા લોકોને મળવાનું પસંદ કરે છે. તેમાં બસ એક જ ખામી હોય છે, તે છે તેનામાં ધીરજ જરાપણ નથી હોતી.

મંગળવાર : મંગળવારે જન્મેલા લોકો ઉર્જાથી ભરેલા હોય છે અને ઘણા મહેનતુ પ્રકૃતિના હોય છે, તે ક્યારે પણ તેના કામથી ભાગતા નથી પરંતુ મક્કમતા પૂર્વક મહેનત અને ધગશ સાથે તે કામ પૂરું કરે છે. સાથે જ તે જીદ્દી પણ હોય છે અને જો કોઈ વસ્તુની જિદ્દ એક વખત પકડી લે છે, તો તે પૂરી કરીને જ શાંતિ લે છે. તેના આ વર્તનથી ઘણી વખત કુટુંબ વાળા પણ દુઃખી થઇ જાય છે. આ દિવસે જન્મેલા લોકો ગુસ્સા વાળા હોય છે અને જયારે તેને ગુસ્સો આવે છે, તો તે તેના માતા પિતાનું પણ નથી સાંભળતા. તે ગુસ્સા વાળા સ્વભાવને કારણે, તેના પાર્ટનર તેનાથી નારાજ રહે છે.

week day
source google

બુધવાર : બુધવારે જન્મેલા લોકોની બુદ્ધી ઘણી તેજ હોય છે અને કોઈ પણ કામ કરતા પહેલા એક વખત વિચાર જરૂર કરે છે. તે તેના માતા પિતા અને ભાઈ બહેનોની વિશેષ કાળજી લે છે, સાથે જ કુટુંબના કોઈ પણ સભ્ય માટે તે કાંઈ પણ કરવા માટે તૈયાર રહે છે. ન માત્ર કુટુંબ માટે પરંતુ તેના પાર્ટનર માટે પણ આ લોકો સંપૂર્ણ સમર્પિત હોય છે. બુધવારના રોજ જન્મેલા લોકો લોજીકલ, પ્રભાવશાળી, લવિંગ અને વડીલોનુ કહેવાનું માનવા વાળા હોય છે.

ગુરુવાર : ગુરુવારના રોજ જન્મેલા લોકો સપનામાં જીવવા વાળા હોય છે, તે મોટા મોટા સપના જુવે છે અને તે મુજબ કામ પણ કરે છે. તે ઉપરાંત તે સાહસી અને સમજુ પણ હોય છે. સાથે જ તેને લવ મેરેજ કરવા ગમે છે અને તે તેના પાર્ટનરની પસંદગી ઘણું સમજી વિચારીને જ કરે છે. એટલુ જ નહિ પરંતુ ગુરુવારે જન્મેલા લોકોની મિત્રતા પણ સારા લોકો સાથે હોય છે, કેમ કે તે કોઈને પણ તેના મિત્ર નથી બનાવતા પરંતુ સમજી વિચારીને જ લોકોને તેમાં મિત્રની યાદીમાં સામેલ કરે છે. તેના તેના મિત્ર સાથે રહેવાનું ઘણું સારું લાગે છે.

શુક્રવાર : શુક્રવારના રોજ જન્મેલા લોકોને પૈસાની કિંમત નથી હોતી, તે જોરદાર પૈસા લુટાવે છે અને બિનજરૂરી વસ્તુમાં ઘણો ખર્ચ કરી દે છે. તેની ખરાબ અસર તેની આર્થિક સ્થિતિ ઉપર પણ પડે છે. પ્રેમની બાબતમાં પણ તે લોકો વફાદાર નથી હોતા અને એક જગ્યાએ ટકી નથી શકતા. આમ તો તેમનું લગ્નજીવન આનંદમય હોય છે.
તેનામાં એક ખાસિયત એ હોય છે કે તે હંમેશા બીજાની મદદ માટે તૈયાર રહે છે, જો તેની સામે કોઈ દુઃખી હોય તો તે તેને તરત મદદ પહોચાડે છે. તે ઉપરાંત તે તેના માતા પિતાનો સાથ ક્યારે પણ નથી છોડતા.

શનિવાર : શનિવારના રોજ જન્મેલા લોકો ઘણા મહેનતુ હોય છે અને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. સાથે જ તે બીજાની મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે. તેની સામે કેટલી પણ મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન આવી જાય, તે દરેક પરિસ્થિતિનો મક્કમતા પૂર્વક સામનો કરે છે. સાથે જ તેની એક ખાસિયત એ હોય છે કે તે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હંમેશા હસતા રહે છે. શનિવારના રોજ જન્મેલા લોકો જીવનમાં તેમના દરેક કાર્ય વિચારી વિચારીને કરે છે. તેથી તે લોકો તેના પાર્ટનર પણ સમજી વિચારીને જ પસંદ કરે છે.

રવિવાર : જેનો જન્મ રવિવારના રોજ થયો છે, તે ઘણા સીધા સદા, વફાદાર અને મદદ કરવા વાળા હોય છે. તે તેના કુટુંબ વાળા ઉપરાંત તેના પાર્ટનર સાથે પણ ખુબ પ્રેમ કરે છે અને તેના માટે કાંઈ પણ કરવા માટે તૈયાર રહે છે. કુટુંબના સભ્યોની નાની મોટી દરેક બાબતોનું સારી રીતે ધ્યાન રાખે છે અને તેને ખુશ રાખવાનો પૂરો પ્રયત્ન કરે છે.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.