જન્માષ્ટમી પૂજા : શ્રીકૃષ્ણને પ્રિય છે આ 8 વસ્તુઓ, આ પૂજામાં જરૂર ઉમેરવી જોઈએ.

0
1918

જન્માષ્ટમીના પવિત્ર તહેવાર ઉપર દરેક લોકો ભગવાન કૃષ્ણને મનાવવામાં વ્યસ્ત બની જાય છે. આ વખતે દેશના જુદા જુદા ભાગમાં ૨૩ અને ૨૪ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી મનાવવામાં આવી રહી છે. આ તહેવાર ઉપર શ્રીકૃષ્ણની પૂજા અને શૃંગારનું ઘણું જ મહત્વ માનવામાં આવે છે. તેના વગર શ્રીકૃષ્ણજીની પૂજા અધુરી રહે છે. તેવામાં અમે તમને ૮ એવી વસ્તુ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે જન્માષ્ટમી ઉપર કૃષ્ણ પૂજા દરમિયાન જરૂર ઉમેરો કરવો જોઈએ.

મોરપંખ કૃષ્ણ અને રાધાના પ્રેમની નિશાની માનવામાં આવે છે. રાધાના મહેલમાં ઘણા મોર રહેતા હતા. શ્રીકૃષ્ણ જયારે વાંસળી વગાડતા હતા, તો રાધા નાચતી હતી અને મોર પણ તેની પાછળ નૃત્ય કરતા હતા. એક વખત મોરનું પીછું જમીન ઉપર પડી ગયું, તો કૃષ્ણજીએ તેને પોતાના મસ્તક ઉપર લગાવી દીધું. બસ ત્યારથી કૃષ્ણ અને મોરપીંછાનો સાથ થઇ ગયો. જન્માષ્ટમી ઉપર કૃષ્ણજીને મોરપીંછાથી હવા પણ આપવામાં આવે છે.

મોર મુકુટ :

કૃષ્ણજીના શૃંગારમાં મોરમુકુટ જરૂર ચડાવવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની કુંડળીમાં સર્પદોષ હતો. જેને દુર કરવા માટે મુકુટમાં હંમેશા મોરપીંછ લગાવતા હતા. મોર અને સર્પ એક બીજાના દુશ્મન હોય છે. તે લગાવથી કાલસર્પ દોષ દુર થાય છે.

વાંસળી :

જયારે કૃષ્ણજી મધુર સંગીત સાથે વાંસળી વગાડવાનું શરુ કરતા હતા, તો ન માત્ર ગોપીઓ પરંતુ ગાયો પણ તેમની તરફ આકર્ષિત થઈને ચાલી આવતી હતી. આ વાંસળીને પ્રેમ અને આનંદનું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે તેને પણ પૂજામાં ઉમેરો કરવો જોઈએ.

માખણ-સાકર :

ભગવાન કૃષ્ણને માખણ કેટલું પ્રિય છે તે તો બધા જાણે છે. નાનપણમાં તે ગોપીઓની મટકી માંથી માખણ ચોરીને ખાતા હતા. તે કારણે તેને માખણચોર પણ કહેવાયા. તેવામાં કૃષ્ણજીને પ્રસાદમાં માખણ સાકરનો ભોગ જરૂર ચડે છે.

પારણું :

જન્માષ્ટમીના દિવસે આપણે બધા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ સેલીબ્રેટ કરીએ છીએ. એટલા માટે પારણામાં બાળકની જેમ બેસાડવામાં આવે છે. તેને આ પારણામાં મજા આવે છે. જે વ્યક્તિ કૃષ્ણજીને જન્માષ્ટમીના દિવસે પારણું આપે છે તેને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે.

નવા કપડા :

જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને પહેલા પંચામૃતથી નવરાવવામાં આવે છે અને પછી તેને નવા કપડા પહેરાવવામાં આવે છે. તેમાં કપડાનો રંગ પીળો હોય તો ઘણું શુભ માનવામાં આવે છે. તે પ્રેમ અને વૈરાગ્ય દર્શાવે છે.

ગાય :

શ્રીકૃષ્ણને ગાયો સાથે ઘણો સ્નેહ હતો. તે એક રીતે તો ગૌપ્રેમી અને ગૌરક્ષક હતા. એવું કહેવામાં આવે છે કે ગૌલોકમાં નિવાસ કરતા હતા. એટલા માટે જન્માષ્ટમીના દિવસે ગયો અને તેના વાછરડાની પૂજા કરવું ઘણું શુભ માનવામાં આવે છે. તમે ધારો તો ગાયના ફોટાને પણ પૂજામાં ઉમેરો કરી શકો છો.

ગીતા :

હિંદુ ધર્મમાં ગ્રંથોમાં ગીતા સૌથી ઉપર આવે છે. તે માણસને સાંસારિક મોહ માયા માંથી ઉપર આવવામાં મદદ કરે છે. મહાભારતના સમયમાં કૃષ્ણજીએ અર્જુનને ગીતાના ઘણા ઉપદેશ આપ્યા હતા. તે એક રીતે કૃષ્ણ વાણી હોય છે. એટલા માટે જન્માષ્ટમી દરમિયાન પૂજામાં ગીતાની પોથી જરૂર મુકો. તમે તેને રાત્રે જાગરણ દરમિયાન પણ વાચી શકો છો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.