જન્માષ્ટમી સ્પેશ્યલ : ઉપવાસના દિવસે તમારા ભોજનમાં ઉમેરો આ 4 વસ્તુ, આખો દિવસ રહેશો ઉર્જાવાન.

0
687

જન્માષ્ટમીનો તહેવાર આખા દેશમાં ઘણી જ ધામધૂમ સાથે મનાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ તહેવારનું ઘણું જ મહત્વ છે. આ વર્ષે દેશભરમાં આ તહેવાર ૨૪ ઓગસ્ટના રોજ મનાવવામાં આવશે. આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસ રૂપે મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ભક્ત ઉપવાસ રાખે છે અને રાત્રે ૧૨ વાગ્યે બધા આ ઉપવાસ ખોલે છે.

ભારતમાં ઉપવાસનું વિશેષ મહત્વ છે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના જન્મ દિવસ ઉપર રાખવામાં આવતા ઉપવાસમાં ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે, જેને કારણે જ ભક્તોએ એ જાણવું જરૂરી છે કે તે આ દિવસે શું શું પોતાના ડાયટમાં ઉમેરો કરી શકે છે. તો આવો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

ઉપવાસના દિવસે અનાજ નથી ખાવામાં નથી આવતું. જેને કારણે જ આ દિવસે ઘણી વસ્તુથી દુર રહેવું જોઈએ. પરંતુ આ દિવસે એનર્જીથી ભરપુર રહેવું પણ જરૂરી છે. તેવામાં આજે અમે તમને જન્માષ્ટમીના દિવસે તમે ઉપવાસમાં શું શું ખાવાથી તમને એનર્જી મળશે, તેના વિષે માહિતગાર કરાવવા જઈ રહ્યા છીએ. તો આવો જાણીએ કે જન્માષ્ટમીના દિવસે તમે ઉપવાસમાં શું શું ખાઈ શકો છો, જે તમને દિવસ આખો એનર્જીથી ભરેલા રાખી શકે છે.

૧. ફળ અને ફાળોનું જ્યુસ :-

ઉપવાસના દિવસે ફળ અને ફળોનું જ્યુસ તમારા ડાયટમાં ઉમેરો કરવો જોઈએ, તેમાં રહેલા ગુણમાંથી તમને દિવસ આખો એનર્જી મળતી રહેશે. તમે ધારો તો કેળા, સફરજન વગેરે તમારા ડાયટમાં ઉમરી શકો છો. ફળ અને જ્યુસથી તમને ભૂખ નથી લગતી અને તેમાં રહેલા પ્રોટીન, કેલ્શિયમ અને વગેરે તત્વો શક્તિ આપે છે.

૨. દૂધનું સેવન

ઉપવાસના દિવસે દૂધનું સેવન જરૂર કરવું જોઈએ. કેમ કે દુધમાં રહેલા કેલ્શિયમ અને પ્રોટીન ખુબ જ વધુ પ્રમાણમાં એનર્જી પૂરી પાડે છે. એટલા માટે જે લોકો પણ ઉપવાસ રાખે છે, તેને પોતાના ડાયટમાં દૂધ જરૂર ઉમેરવું જોઈએ. દૂધ પીવાથી તમને થાકનો પણ અહેસાસ નહી થાય અને તમારો દિવસ પણ સારો પસાર થશે.

૩. થોડુ ગળ્યું ખાવ

કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણને ગળ્યું ઘણું વધુ પસંદ છે, એટલા માટે તે દિવસે તેમના ભક્તો તેમના માટે ઢગલાબંધ મીઠાઈઓ બનાવે છે, પરંતુ ઉપવાસમાં લોકો તળેલું શેકેલું ખાવાનું વધુ પસંદ કરે છે. જેને કારણે જ તેને ઘણી તકલીફ થાય છે, એટલા માટે તે દિવસે તે લોકોએ સ્વાદિષ્ટ મીઠાઈ ખાવી જોઈએ, પરંતુ ધ્યાન રાખશો કે તે મીઠાઈ ખાવ, જે ઘરમાં તમે જાતે દુધમાં બનાવી હોય, તે શુદ્ધ અને પોષ્ટિક બંને જ હોય છે.

૪. પાણી પીવો

આ ઉપવાસમાં તમે વધુ પાણી પી શકો છો. સામાન્ય દિવસોની સરખામણીમાં આ દિવસ તમારે ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ, તેનાથી તમને ઘણો જ વધુ આરામ મળશે, કેમ કે પાણી શરીરને ઘણું વધુ હાઈટ્રેડ કરે છે, જેનાથી તમને થાક અને ઊંઘ નથી આવતી. એટલા માટે તે દિવસે તમારે થોડી થોડી વારે પાણી પિતા રહેવું જોઈએ.

આ લોકો ન રાખે ઉપવાસ

ઉપવાસ રાખવો પોત પોતાની શ્રદ્ધા હોય છે, પરંતુ જે લોકોને આરોગ્ય સાથે જોડાયેલી તકલીફો છે, તેમણે ઉપવાસ ન રાખવો જોઈએ. જે લોકોને લોહીની ખામી છે કે પછી જેને ડાયાબીટીસની બીમારી છે, તેમણે ઉપવાસ ન રાખવા જોઈએ, કેમ કે તેનાથી તેમનું આરોગ્ય વધુ ખરાબ થઇ શકે છે. તે ઉપરાંત જેને કીડની કે ગંભીર બીમારી છે, તેને પણ ઉપવાસ રાખવાથી દુર રહેવું જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.