જન્મ લેતા જ છૂટ્યો માં નો સાથ, ન્યાયાધીશે સ્તનપાન કરાવીને નવજાત બાળકીને લીઘી દત્તક, જાણો વધુ વિગત.

0
1547

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દીકરી બચાવો દીકરી ભણાવો અભિયાનને સાકાર કરતા ગુજરાતના એક જીલ્લા વિકાસ અધિકારી અને ન્યાયધીશ પત્નીએ એક નવજાત બાળકીને ખોળે લીધી છે. ન્યાયધીશ ચિત્રાએ ખોળે લેતા પહેલા બાળકીને સ્તનપાન પણ કરાયું. ખાસ કરીને બાળકીને જન્મ આપ્યા પછી માતાનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યાર પછી બાળકીના ઉછેરને લઈને કુટુંબ દુઃખી હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતૃભુમી ગુજરાતમાં એક જીલ્લા વિકાસ અધિકારી અને તેની ન્યાયધીશ પત્નીએ દીકરી બચાવો – દીકરી ભણાવો અભિયાનને સાકાર કરતા દુનિયા સામે ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતના આણંદના જીલ્લા વિઉકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેની ન્યાયધીશ પત્ની ચિત્રાએ દુનિયામાં આંખ ખોલતા જ માતાની છત્રછાયા ગુમાવનારી નવજાત બાળકીને ખોળે લીધી છે. બંનેએ નવજાતના ઉજવળ ભવિષ્યની જવાબદારી ઉપાડવાનો નિર્ણય મળીને લીધો.

આણંદ પાસે આવેલા વાસદ ગામના આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં એક મહિલાએ પોતાની ત્રીજી દીકરીને જન્મ આપ્યા પછી જીવ છોડી દીધો હતો. નવજાત પોતાની માતાનું સ્તનપાન પણ કરી શકતી ન હતી. બાળકીની માતાના મૃત્યુ પછી બાળકીના પિતા દુઃખી હતા. તેને એ વાતની ચિંતા રહેતી હતી કે બે દીકરી પહેલાથી જ છે અને હવે ત્રીજી દીકરીનો ઉછેર કેવી રીતે થશે? તે પોતાની નવજાત બાળકીના ભવિષ્યને લઈને દુઃખી હતા.

જયારે આ ઘટનાની જાણકારી આણંદના જીલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવને થઇ, તો તે તરત હોસ્પિટલ પહોચી ગયા. ત્યાં તેમણે જયારે સંપૂર્ણ ઘટના જાણી અને નવજાત બાળકીને જોઈ, તો તેનું દિલ પીગળી ગયું. અમિત પ્રકાશ યાદવે આ ઘટનાની સંપૂર્ણ જાણકારી પોતાની પત્ની ચિત્રાને આપી. ત્યાર પછી બંને ફરી હોસ્પિટલ પહોચ્યા, જ્યાં ચિત્રાએ બાળકીને સ્તનપાન કરાવ્યું.

ત્યાર પછી નવજાતના કુટુંબની સ્થિતિ જોતા અમિત પ્રકાશ યાદવ અને તેમની પત્ની ચિત્રાએ બાળકીને અપનાવવાનો નિર્ણય લઇ લીધો. ત્યાર પછી બાળકીના પિતા અને પરિવારની મંજુરીથી બંનેએ નવજાતને ખોળે લઇ લીધી. બાળકીનો જન્મ મહી નદીના કાંઠે આવેલા વાસદ ગામની હોસ્પિટલમાં થયો હતો. જેને લઈને બાળકીનું નામ ‘માહી’ રાખવામાં આવ્યું. અમિત પ્રકાશ યાદવ અને ચિત્રાને દોઢ વર્ષનો દીકરો પણ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.