જન્મ કુંડળીમાં શનિની અશુભ દશાના હોય છે આ લક્ષણ, જાણો આનાથી બચવાના ઉપાય.

0
635

શનિદેવને ન્યાયધીશનો દરજ્જો આપવામાં આવ્યો છે, હિંદુ શાસ્ત્રોમાં પણ શની દેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે જો તે કોઈ વ્યક્તિથી નારાજ થઇ જાય છે, તો તેમના ગુસ્સાથી બચવું ઘણું જ મુશ્કેલ છે, જો કોઈ વ્યક્તિ ઉપર શનીદેવની ખરાબ દ્રષ્ટિ પડી જાય છે, તો તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે, શનિદેવની ખરાબ અસરથી કોઈ પણ દેવ કે દાનવ નથી બચી શકતા, જ્યોતિષ શાસ્ત્રમાં પણ શનિદેવને વિશેષ માનવામાં આવ્યા છે, શનિદેવ કર્મ ફળદાતા માનવામાં આવે છે, તે વ્યક્તિને કર્મો મુજબ જ ફળ આપે છે.

એવું માનવામાં આવે છે કે જયારે શનિદેવ ન્યાય કરે છે, તો તે સમયે તે કોઈથી પણ પ્રભાવિત થતા નથી અને ન તો કોઇનાથી ડરે છે, તે વ્યક્તિના કર્મોના આધાર ઉપર જ તેમનો ન્યાય કરે છે, છેવટે જયારે શનિદેવની ખરાબ અસર કોઈ વ્યક્તિના જીવનમાં હોય છે તો કેવા પ્રકારના લક્ષણ જોવા મળે છે અને વ્યક્તિના જીવનમાં કેવા પ્રકારની ઘટનાઓ બને છે? આજે અમે તમને તેના વિષે જાણકારી આપવાના છીએ.

જો તમારા પોતાના જીવનમાં આ પ્રકારના સંકેત જોવા મળે છે, તો તેના આધારે તમે એ વાતનો અંદાઝ લગાવી શકો છો કે તમારી જન્મ કુંડળીમાં શનિદેવની અશુભ અસર પડી રહી છે કે નહિ? અને તે ખરાબ અસરથી તમે ક્યા ઉપાયો કરીને બચી શકો છો.

જન્મ કુંડળીમાં શનિની અશુભ સ્થિતિના હોય છે આ લક્ષણ

જો કોઈ વ્યક્તિ ઉપર શનિની અશુભ દશા છે, તો તેને કારણે વ્યક્તિને મકાન સુખ પ્રાપ્ત થઇ શકતું નથી, તે જીવનભર ભાડાના મકાનમાં રહે છે કે પછી તેનું પોતાનું મકાન હોવા છતાંપણ તેનું સુખ ભોગવી શકતા નથી.

શનીની અશુભ અસરને કારણે જ વ્યક્તિના ઘર પરિવારમાં ધીમે ધીમે મુશ્કેલીઓ ઉભી થવા લાવે છે, ઘર પરિવારના લોકો વચ્ચે અંદરો અંદર સંબંધ બગડવા લાવે છે.

જો વ્યક્તિની જન્મ કુંડળીમાં શનીનો દોષ છે, તો તેને કારણે જ તેને તેમના કામકાજમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તે ઉપરાંત વ્યક્તિને જ્ઞાનની ખામી હંમેશા માટે રહે છે.

શનીની અશુભ અસરને કારણે જ વ્યક્તિને દુનિયાદારીની કોઈ પ્રકારની સમજણ નથી રહેતી, જેની મદદથી તે પોતાના જીવનમાં આગળ વધી શકે.

શનિની અશુભ અસરથી બચવાના ઉપાય

જો તમારામાં ઉપર જણાવેલા લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણ તમારા જીવનમાં જોવા મળે છે, તો તેનો અર્થ થાય છે કે તમારી જન્મ કુંડળીમાં શનીની અશુભ અસર ચાલી રહી છે, જો તમે તેનાથી છુટકારો મેળવવા માગો છો, તો તેના માટે શનિવારના દિવસે તમે થોડા ઉપાય કરી શકો છો. તમે શનિવારના દિવસે આખા અડદ, આખી બદામ અને સરસિયાનું તેલ તમારી શક્તિ મુજબ કોઈ ગરીબ વ્યક્તિને દાન જરૂર કરો.

જો તમે આ વસ્તુનું દાન નથી કરી શકતા, તો તમે તેને કોઈ નદીમાં પધરાવી શકો છો, તમારે એ ધ્યાન રાખવું પડશે કે આ ઉપાય તમારે દરેક શનિવારના દિવસે કરવા પડશે, જો તમે આ ઉપાય અપનાવો છો, તો ધીમે ધીમે તમારી કુંડળીમાં શનીની અશુભ અસર દુર થશે અને શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર જળવાઈ રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.