જન્મ કુંડળીમાં ધન યોગ છે કે નઇ તેના વિશે જાણવું છે ખુબ સરળ, અહીં જાણો તેના વિષે.

0
133

આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારી કુંડળીમાં ધન યોગ છે કે નથી. આજના સમયમાં પૈસાને વધુ મહત્વ આપવામાં આવવા લાગ્યું છે. સારી લાઈફ સ્ટાઈલ માટે પૈસા હોવા ઘણું જરૂરી છે. જન્મથી લઈને મૃત્યુપર્યત્ન દરેક વ્યક્તિને ધનની જરૂર પડે છે આમ તો જીવન નિર્વાહ માટે ધન તો બધા પાસે હોય છે પરંતુ બધા પૈસા વાળા નથી હોતા. પૈસા વાળા તે હોય છે, જેના ભાગ્યમાં ધન લાભના યોગ હોય છે.

કહવામાં આવે છે કે જો ધન આવવાનું હોય છે, તો કોઈને કોઈ પ્રકારે લક્ષ્મી આવે જ. ઘણી વખત એ પણ જોવામાં આવે છે કે ધન તો આવે છે પરંતુ ટકી નથી શકતું. હંમેશા એ પણ જોવામાં આવે છે કે કઠીન પરિશ્રમ કરવા છતાં પણ એટલો લાભ નથી મળી શકતો જેટલો મળવો જોઈએ. તેનું કારણ તેની જન્મકુંડળીમાં શ્રેષ્ઠ ધનયોગનો અભાવ હોય છે.

આવો જાણીએ જન્મકુંડળીમાં ધન યોગ કેવી રીતે બને છે અને તેની વ્યક્તિના જીવન ઉપર શું અસર પડે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ તમારી જન્મકુંડળીમાં ધન સુખ કે પૈસા વાળા બનવા માટે રાજયોગ, ગજકેસરી યોગ, મહાધની યોગ, બુધાદીત્ય યોગ, ચંદ્ર-મંગળ યોગ, પજ્ય મહાપુરુષ યોગ વગેરે હોવા ઘણા જરૂરી છે. પૈસાદાર બનવા માટે આ યોગનું મહત્વનું યોગદાન હોય છે.

જન્મકુંડળીમાં ધનની દ્રષ્ટિએ શુભ અને અશુભ ગૃહોની માનવ જીવન ઉપર પડતી અસરનું સવિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. કુંડળીનો ગૃહ – વ્યક્તિ સ્વયં, બીજો ગૃહ – ધન ગૃહ, પંચમ ગૃહ – ત્રિકોણ, લક્ષ્મી સ્થાન, નવમો ગૃહ – ભાગ્ય સ્થાન, દશમ ગૃહ – કર્મ ગૃહ, અગિયારસ ગૃહ – લાભ ગૃહ હોય છે.

જન્મ કુંડળીમાં ધન યોગ માટે દર્શાવેલ બાર ગૃહોમાં ઉપરોક્ત ગૃહનું મહત્વપૂર્ણ સ્થાન છે ઉપરોક્ત ગૃહ અને ગૃહમાં સ્વામીનું એક બીજા સાથે કેન્દ્ર અથવા ત્રિકોણ વગેરે શુભ સ્થાનોમાં સ્થિત થઈને શુભ દ્ર્ષ્ટો અથવા શુભ યુતિ સાથે સંબંધ સ્થાપિત થાય છે, ત્યારે વ્યક્તિ કરોડોની સંપત્તિના માલિક બનીને સુખ-સુવિધાનો ઉપભોગ કરીને જીવન પસાર કરે છે.

કુંડળીમાં પૈસાદાર બનવાના યોગ : જો જન્મ અને ચંદ્ર કુંડળીમાં બીજા ગૃહ એટલે ધન ગૃહના સ્વામી અગિયારમાં ગૃહ(લાભ ગૃહ) અથવા લાભ ગૃહના સ્વામી ધન ગૃહમાં સ્થિત રહે કે બંને ગૃહના સ્વામી એક બીજા ગૃહમાં જેને પરિવર્તન યોગ પણ કહેવામાં આવે છે, તેમાં હોય તો વ્યક્તિ અતિ પૈસાવાળા હોય છે.

એકાદશેશ પંચમ ગૃહમાં, અને પંચમેષ અગિયારમાં ગૃહમાં સ્થિત હોય અને ભાગ્યેશ તેને જોઈ રહ્યા હોય તો લોકો પૈસાદાર બને છે, જો તેની સાથે કોઈ પણ પ્રકારના ધનેશ કે ધન ગૃહ સાથે સબંધ જળવાઈ રહ્યા હોય, તો અત્યંત શ્રેષ્ઠ ધનયોગ ઉભા થાય છે.

ધનેશ અને લાભેશ બંને એક સાથે કેન્દ્ર કે ત્રિકોણમાં સ્થિત હોય અને જો ભાગ્યેશ દ્વારા દ્રષ્ટ હોય તો વ્યક્તિ જરૂર ધનવાન બને છે.

કુંડળીના ત્રિકોણ કે કેન્દ્ર ગૃહોમાં ગુરુ, શુક્ર, ચંદ્રમાં અને બુધ બેઠા હોય કે પછી ત્રણ, છ અને અગ્યારમાં ગૃહમાં સૂર્ય, રાહુ, શની, મંગલ વગેરે ગ્રહ બેઠા હોય ત્યારે વ્યક્તિ રાહુ, શની, શુક્ર કે બુધની દશામાં અસીમ ધન પ્રાપ્ત કરે છે.

ચંદ્ર મંગળ યોગ તમારી કુંડળીમાં કેન્દ્ર કે ત્રિકોણમાં ઉભા થઇ રહ્યા હોય અને ધન કારક બૃહસ્પતીથી દ્રષ્ટ હોય કે યુતિ હોય તો લોકો પૈસાદાર બને છે.

ગુરુ જયારે દશમાં કે અગ્યારમાં ગૃહમાં અને સૂર્ય અને મંગળ ચોથા અને પાંચમાં ગૃહમાં કે ગ્રહ તેની વિપરીત સ્થિતમાં હોય તો વ્યક્તિ પ્રશાસનીક ક્ષમતા દ્વારા ધન એકઠું કરે છે.

નવમેશ, દશમેશ અને પંચમેશનો સંબંધ ધનેશ, લાભેશ કે તે ગૃહ સાથે સંબંધ કોઈ પણ રીતે બની રહ્યા હોય તો લોકો મહાધની બને છે અને જો તે બધા ગ્રહ એક બીજાથી કેન્દ્ર કે ત્રિકોણમાં હોય કે એક જ ગૃહમાં સ્થિત હોય, તો લોકો જરૂર કરોડોના માલિક બને છે. એવા લોકો ગરીબ ઘરમાં પણ જન્મ લઈને ધનવાન જરૂર બને છે.

જો ભાગ્યેશ શુક્રની ધનેશ અને લાભેશ બૃહસ્પતી સાથે યુતિ હોય કે બૃહસ્પતી તેને જોઈ રહ્યા હોય, તો લોકો અતિ શ્રીમંત બને છે, આ યોગ માત્ર કુંભ લગ્ન કે કુંભ રાશી માટે જ હોય છે.

લાભેશ, નવમેશ અને દ્વિતીયેશ (ધનેશ) તેમાંથી કોઈ એક પણ ગ્રહ લગ્ન અથવા કેન્દ્રમાં સ્થિત હોય અને બૃહસ્પતી દ્વિતીય, પંચક અથવા અગિયારમાં ગૃહના સ્વામી બનીને કેન્દ્રમાં હોય તો વ્યક્તિ પૈસાદાર બને છે.

જો સાતમાં ગૃહમાં મંગળ કે શની બેઠા હોય અને અગ્યારમાં ગૃહમાં શની કે મંગળ કે રાહુ બેઠા હોય તો વ્યક્તિ રમત, જુગાર, દલાલી કે વકીલાત દ્વારા ધન મેળવે છે.

બુધ, શુક્ર અને શની જે ગૃહમાં એક સાથે હોય તે વ્યક્તિને વેપારમાં ઘણી પ્રગતી કરી ધનવાન બનાવી દે છે.

મંગળ ચોથા, સૂર્ય પાંચમાં અને ગુરુ અગ્યારમાં કે પંચમ ગૃહમાં હોવાથી વ્યક્તિની પિતૃક સંપત્તિ માંથી, ખેતી કે મકાન માંથી આવક પ્રાપ્ત થાય છે, જે સતત વધતી જાય છે. તેને કરોડપતિ યોગ કહે છે.

ગુરુ અને ચંદ્રની કેન્દ્રગત સ્થિતિ દ્વારા ગજકેસરી યોગનું નિર્માણ થાય છે. આ યોગમાં ચંદ્ર ઉપર ગુરુની શુભ અસર પડે છે. આ યોગ દરેક પ્રકારના ધન આપવામાં સક્ષમ છે.

દશમાં ગૃહના સ્વામી વૃષભ રાશી કે તુલા રાશીમાં અને શુક્ર કે સાતમાં ગૃહના સ્વામી દશમાં ગૃહના સ્વામી વૃષભ રાશી કે તુલા રાશીમાં અને શુક્ર કે સાતમાં ગૃહના સ્વામી દશમાં ગૃહમાં હોય, તો વ્યક્તિ લગ્ન દ્વારા અને પત્નીની કમાણીથી વધુ ધન મેળવે છે.

જો અષ્ટમ ગૃહના માલિક ઉચ્ચ હોય અને ધનેશ અને લાભેશની અસરમાં હોય તો વ્યક્તિને નિશ્ચિત રૂપે અચાનક ધન લાભ થાય છે.

બુધ, શુક્ર અને ગુરુ માંથી કોઈ બે ગૃહ એક સાથે હોય ત્યારે વ્યક્તિ ધાર્મિક કાર્યો દ્વારા ધનવાન બની જાય છે.

જો સાતમાં ગૃહમાં મંગળ કે શની બેઠા હોય અને અગ્યારમાં ગૃહમાં કેતુને છોડીને બીજા કોઈ ગ્રહ બેઠા હોય, ત્યારે વ્યક્તિ વેપાર ધંધા દ્વારા અઢળક ધન પ્રાપ્ત કરે છે. જો કેતુ અગ્યારમાં ગૃહમાં બેઠો હોય ત્યારે વ્યક્તિ વિદેશી વેપારથી ધન પ્રાપ્ત કરે છે.

શુક્રનું જન્મ કુંડળીમાં ઉચ્ચ હોવું કે બલી હોવું શુક્ર યોગ બને છે, તે ઉપરાંત શુક્રની બારમી સ્થિતિ પણ આ યોગનું નિર્માણ કરે છે. કોઈ પણ જન્મ કુંડળીમાં શુક્રની મજબુત સ્થિતિ ધનવાન બનાવનારી હોય છે.

પંચમાં ગૃહમાં ધન કે મીનના ગુરુ સ્થિર હોય અને લાભ સ્થાન બુધ યુક્ત હોય તો લોકો પૈસાદાર બને છે.

પાંચમાં ગૃહમાં સિંહ કે સૂર્ય હોય અને લાભ સ્થાનમાં શની, ચંદ્ર શુક્રથી યુક્ત હોય તો વ્યક્તિ પૈસાદાર બને છે.

કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં જો મંગળ ગ્રહ શુક્ર ગ્રહ સાથે યુગ્મમાં સ્થિત હોય તો એવા લોકોને સ્ત્રી પક્ષથી ધનની પ્રાપ્તિ થાય છે.

જે પણ લોકોની કુંડળીમાં શુક્ર લગ્નથી અથવા ચંદ્રમાંથી કેન્દ્રના ગૃહોમાં સ્થિત હોય એટલે કે શુક્ર જો કુંડળીમાં લગ્ન અથવા ચંદ્રમાંથી 1, 4, 7 અથવા 10માં ગૃહમાં વૃશભ, તુલા અથવા મીન રાશિમાં સ્થિત છે તો કુંડળીમાં માલવ્ય યોગ બને છે. તે પણ સુખ અને ધન આપનારો યોગ છે.

મંગળના રૂચક યોગ, બુધના ભદ્ર યોગ, ગુરુના હંસ યોગ, અને શનીના શશ યોગ પણ વ્યક્તિને પૈસાદાર બનાવે છે.

જો તમારી કુંડળીમાં ધનયોગ બનવાના યોગ છે અને તમે તમારા કર્મ કરી રહ્યા છો, તો જરૂર પૈસાદાર બનશો અને ભૌતિક સુખ સુવિધાનો ઉપભોગ કરશો.

ઉપરોક્ત જણાવેલા ધનના જ્યોતિષ યોગ તમે પોતે પણ કે કોઈ વિદ્વાન જ્યોતિષી દ્વારા તમારી કુંડળી દેખાડીને જોઈ શકો છો. ઇન્ડિયન એસ્ટ્રોલોજી ઉપર ઇંડિયાના ઉત્તમ એસ્ટ્રોલોજર્સનું માર્ગદર્શન તમને મદદ કરી શકે છે.

આ માહિતી ઇન્ડિયન એસ્ટ્રોલોજી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.