જન્મ કુંડળી પ્રમાણે જાણો માનસિક રોગ અને જ્યોતિષનો મેળ.

0
320

કેટલાક ને હોય છે માનસિક તકલીફ આવા માટે જ્યોતિષમાં છે સરળ અને સચોટ માહિતી. દરેક વ્યક્તિની જન્મ કુંડળી એવા ઘણા સંકેત આપે છે જેનાથી જાણી શકાય છે કે વ્યક્તિ કેમ બીમાર પડી જાય છે. તમામ ચંદ્ર રાશીઓની સકારાત્મક અને નકારાત્મક બાજુ હોય છે, પરંતુ જળ તત્વની શક્તિઓને માનસિક બીમારીનું જોખમ વધુ રહે છે. જળ તત્વની રાશીઓ ઘણી સહાનુભૂતિ અને બીજાનું ભલું ઇચ્છવા વાળી હોય છે. જળ તત્વની રાશીઓ ઉપર જો કુંડળીમાં કોઈ ખરાબ અસર હોય તો તે અવસાદ, ચિંતા, દવા કે દારુની ટેવ, બાઈપોલર બીમારી કે સીજોફ્રેનિયાને કારણે બની શકે છે.

જ્યોતિષ વિજ્ઞાન, વિજ્ઞાનની શાખાઓ માંથી એક છે અને તે વ્યક્તિને પોતાના વિષે જાણવા અને જીવનનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. તે આપણેને કૌટુંબિક જીવન વિષે, નાણાકીય અને આરોગ્યની સ્થિતિ વિષે જાણકારી આપે છે, આપણું ભાગ્ય કેવું રહેશે તેની ભવિષ્યવાણી કરે છે, પ્રયત્નો માટે યોગ્ય દિશા પૂરી પડે છે અને ઉત્તમ ભવિષ્ય માટે કર્મોને સારું બનાવવા માટે અંતદ્રષ્ટિ પૂરી પાડે છે. જ્યોતિષ વિજ્ઞાનના તમામ પ્રશ્નોના જવાબ આપી શકે છે અને તેને માર્ગદર્શન પૂરું પાડી શકે છે કે તેના માટે શું સારું છે અને તેને કઈ સાવચેતી રાખવી જોઈએ.

કુંડળીમાં ચંદ્રમાં, બુધ અને બૃહસ્પતી માનસિક આરોગ્ય માટે જવાબદાર હોય છે. જયારે તે ગ્રહ જન્મ કુંડળીના પાંચમાં અને છઠ્ઠા ગૃહમાં કોઈ પણ પ્રકારે પીડિત હોય છે ત્યારે માનસિક બીમારી થવાની સંભાવના વધુ રહે છે. ચંદ્રમાં મન અને વ્યક્તિની બુદ્ધીને નિયંત્રિત કરે છે અને જો કોઈની કુંડળીમાં ચંદ્રમાં પીડિત છે, તો તે માનસિક ઉત્તેજના કે અવસાદનું કારણ બને છે. બુધસમગ્ર તંત્રિકા તંત્ર, સંચાર, સક્રિય વિચારસરણીઓ, બુદ્ધીમત્તાને નિયંત્રિત કરે છે અને જો કુંડળીમાં બુધ અનુકુળ નથી તો તે માનસિક અસંતુલનનું કારણ બની શકે છે. માનસિક સ્થિતિનું પૂરું આકલન ચંદ્રમાં (મનની સ્થિરતા), બુધ (તંત્રિકા તંત્ર) અને બૃહસ્પતી (પરિપક્વતા –જ્ઞાન – નૈતિક મુલ્ય) દ્વારા કરી શકાય છે. જયારે તે ત્રણે ગ્રહ કોઈ વ્યક્તિની કુંડળીમાં પીડિત હોય છે તો માનસિક બીમારી થવાની સંભાવના વધુ રહે છે.

પંચમ ગૃહ શીખવા, શિક્ષણ, તર્ક અને જ્ઞાનનું કારક માનવામાં આવે છે તે છઠ્ઠા ઘર માનસિક ક્ષમતા અને વિચાર પ્રક્રિયાને સંદર્ભિત કરે છે. પાંચમાં ગૃહમાં બૃહસ્પતીની સ્વરાશી કે મિત્ર રાશીમાં ઉપસ્થિતિ, સર્વશ્રેષ્ઠ પરિણામ આપે છે પરંતુ તેની ઉપર કોઈ ક્રૂર ગ્રહની અસર ન પડે ખાસ કરીને અગિયારસ ગૃહથી. પાંચમાં ગૃહમાં બૃહસ્પતીની ઉપસ્થિતિથી વિદ્યાર્થી સારા રેન્ક પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. તેની રાશી કન્યામાં છઠ્ઠા ગૃહમાં રાહુની ઉપસ્થિતિ વ્યક્તિને સૌથી કુશળ વ્યવસાયી અને બુદ્ધીજીવી બનાવે છે. તે કુંડળીના છઠ્ઠા ગૃહમાં શની જો તુલા રાશિમાં હોય તો તે વ્યક્તિને ઉચ્ચ બુદ્ધી સ્તર આપે છે. કુંડળીના પહેલા ગૃહ (મગજનું કારક) માં બીરાજમાન ગ્રહ પણ માનસિક આરોગ્યમાં સમાન રીતે યોગદાન આપે છે.

એક નિયમ મુજબ દરેક ગૃહ ઉપર તેના સાતમાં ગૃહનું વિશેષ અસર પડે છે. એટલા માટે પ્રથમ અને સાતમાં, પાંચમાં અને અગિયારસ, છઠ્ઠા અને દશમાં ગૃહોમાં સ્થિત ગ્રહોની સ્થિતિનું આકલન ગંભીરતાથી કરવું જોઈએ. મનોવૈજ્ઞાનિક વિકારની બાબત સાથે જોડાયેલી ઘણી કુંડળીઓનું અધ્યયન કર્યા પછી મળેલા પરિણામોના આધરે, નિષ્કર્ષરૂપ વ્યવસ્થિત રીતે નીચે સંક્ષેપમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તે નિષ્કર્ષ લોકોની મદદ કરી શકે છે. જો કોઈની કુંડળીમાં માનસિક વિકારના લક્ષણ જોવા મળે છે તો તે સમયસર સારવાર શરુ કરી શકે છે અને ઉપાય શોધી શકે છે.

(1) પીડિત ચંદ્રમાંને કારણે મનોવૈજ્ઞાનિક વિકાર ચંદ્રમાંના પીડિત થવાથી માનસિક સમસ્યાઓ ઉભી થાય છે. તે માનસિક અસામાન્યતાઓથી લઈને ન્યુરો-સાઈકોટીક વિકારો સુધી ઘણા પ્રકારની થઇ શકે છે. જયારે ચંદ્રમાં નબળી સ્થિતિમાં છઠ્ઠા, આઠમાં અને બારમાં ગૃહમાં હોય છે અને તેની ઉપર કોઈ ક્રૂર ગ્રહની અસર પણ પડે છે, તો તે પીડિત માનવામાં આવે છે. સૂર્યથી પીડિત ચંદ્રમાં વ્યક્તિને ઝગડાળુ, આત્મ આલોચક બને છે. મંગળ દ્વારા પીડિત ચંદ્રમાં વ્યક્તિને આક્રમક બનાવે છે અને તેને હિંસક પણ બનાવી શકે છે. શનીથી પીડિત ચંદ્રમાં તીવ્ર અવસાદ, ઉન્માદ ઉભો કરી શકે છે. રાહુ દ્વારા પીડિત ચંદ્રમાં સીજોફ્રેનીયા, ફોબીયા અને આત્મહત્યાને પ્રેરિત કરી શકે છે. કેતુ દ્વારા પીડિત ચંદ્રમાં આત્મઘાતી પ્રવૃત્તિ અને તર્કહીન વર્તનનું કારણ બને છે.

બુધથી પીડિત ચંદ્રમાં અવસાદ, અલગાવ અને આત્મહત્યાની પ્રવુત્તિના કારક બને છે. ડીપ્રેશન, પીડિત ચંદ્રમાં સાથે જોડાયેલી એક ઘણી જ સામાન્ય વાત સમસ્યા છે. સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે જો ચંદ્રમાં પ્રથમ ગૃહમાં કોઈ શત્રુ રાશિમાં બિરાજમાન હોય અને વ્યક્તિ ચંદ્રમાંની દશા માંથી પસાર થઇ રહ્યા હોય. રોગીની સ્થિતિમાં અમાસ અને પુનમની રાત્રે મોટું પરિવર્તન જોવા મળે છે. બૃહસ્પતી જો ચંદ્રમાં સાથે કર્ક રાશિમાં હોય તો વ્યક્તિ વધુ લાગણીશીલ હોય છે. કર્ક રાશીમાં ચંદ્રમાં, અતિ ઉત્સાહ અને વારંવાર મુડ સ્વીંગની સ્થિતિ ઉભી કરે છે. છઠ્ઠા, આઠમાં અને બારમાં ગૃહમાં ચંદ્રમાંની ઉપસ્થિતિ આકાળે મૃત્યુ તરફ પણ ઈશારો કરે છે.

(2) પીડિત બુધને કારણે મનોવૈજ્ઞાનિક અસર સ્વસ્થ તંત્રિકા તંત્ર માટે કુંડળીમાં બુધની સારી સ્થિતિમાં હોવું જરૂરી હોય છે, કેમ કે તે તંત્રિકા તંત્રને નિયંત્રિત કરે છે. કુંડળીમાં બુધ-શનીના સંયોજનથી નર્વસ બ્રેકડાઉનની ભવિષ્યવાણી સરળતાથી કરી શકાય છે. જો બુધ નબળો હોય કે કોઈ પણ ગ્રહથી પીડિત હોય તો હંમેશા વાણી વિકાર થાય છે. નબળા કે વક્રી બુધ જો પાંચમાં ગૃહમાં હોય તો તે ગાંડપણ, માનસિક સમસ્યાઓ કે ખરાબ રિફલેક્સનું કારણ બની શકે છે.

(3) પીડિત શનીને કારણે મનોવૈજ્ઞાનિક અસર શની એક ન્યાય પ્રિય ગ્રહ છે જે મુશ્કેલ પરિસ્થિતિઓ, ખરાબ સમયમાં માનવ શક્તિનું મૂલ્યાંકન કરે છે. તે આપના કામનું આકલન કરે છે અને કુંડળી મુજબ જયારે તે કોઈ પણ દશા કે મહાદશામાં આવે છે, તો આપણા કર્મો મુજબ આપણેને ફળ આપે છે. કુંડળીમાં જો શની એકલા કે રાહુ સાથે પ્રથમ અને દશમાં ગૃહમાં બીરાજમન હોય તો તે વ્યક્તિને ડ્રગ્સ, ધુમ્રપાન, તમાકુ કે દારુના બંધાણી બનાવી દે છે.

શત્રુ રાશીમાં બિરાજમાન શની સરળતાથી વ્યક્તિને અવિવેકી, અમાનવીય વર્તન કરવા વાળા, અનૈતિક બનાવી દે છે. પ્રથમ ગૃહમાં શની અને પાંચમાં, સાતમાં અને નવમાં સ્થાન ઉપર મંગળ વિક્ષિપ્ત વર્તન તરફ લઇ જાય છે. બારમાં ગૃહમાં ચંદ્રમાંની સાથે શની પણ વ્યક્તિના ગાંડપણનું કારણ બની શકે છે. સૂર્ય સાથે મળીને શની આક્રમક વર્તન, ચિંતા, જુદાપણું અને મનોવૈજ્ઞાનિક વિકારો તરફ લઇ જાય છે. શની આઠમાં ગૃહમાં ખરાબ પરિણામ આપે છે.

(4) પીડિત શુક્રને કારણે મનોવૈજ્ઞાનિક અસર શુક્ર ખાસ કરીને વ્યક્તિના યૌન વ્યવહારને દર્શાવે છે. શુક્ર કન્યા રાશીમાં નીચેનો માનવામાં આવે છે અને કુંડળીના છઠ્ઠા ગૃહમાં પણ તે સારો નથી માનવામાં આવતો. તે કર્ક રાશીમાં અતિ ઉત્સાહ દર્શાવે છે. શની, કેતુ અને રાહુ દ્વારા પીડિત થવાથી શુક્ર યૌન વ્યવહારને પ્રભાવિત કરે છે. સૂર્ય દ્વારા શુક્રના પીડિત થવાથી યૌન ઈચ્છા ઘણી વધી જાય છે. ચંદ્રમાં દ્વારા શુક્રના પીડિત થવાથી યૌન ઈચ્છા ઘણી ઓછી થઇ જાય છે. શુક્રના રાહુ-કેતુ અને શની દ્વારા પીડિત થવાથી યૌન કુંઠામાં વૃદ્ધી થાય છે.

શની, કેતુ અને રાહુથી પીડિત શુક્રને કારણે વ્યક્તિનું નૈતિક પતન પણ સંભવ છે. એવા લોકોમાં યૌન કુંઠાને કારણે માનસિક વિકાર પણ થઇ શકે છે અને તે કારણ વગરની ચિંતાનું કારણ પણ બની શકે છે. એવા લોકો ઘણા લોકો સાથે યૌન સંબંધ બાંધવા માટે ઈચ્છુક હોય છે, બળાત્કારની પ્રવૃત્તિ કે ગુન્હાના કામોમાં પણ આવા લોકો સામેલ હોય છે. આ સંયોજન સાથે સાથે સૂર્યની ઉપસ્થિતિ પણ હોય તો તે યૌન ઈચ્છાને આગળ વધારે છે.

શુક્ર અને રાહુનું સંયોજન વ્યક્તિને યૌન ઇચ્છાઓનો ગુલામ બનાવી દે છે, કન્યા રાશિમાં તે યુતિ વ્યક્તિની તમામ નૈતિક મર્યાદાઓ પાર કરાવી શકે છે અને સમલેન્ગીંક વ્યવહાર પણ કરાવી શકે છે. તેની સાથે જ, સૂર્યની અસર, બૃહસ્પતી અને બુધની અશુભ સ્થિતિ આગળ જતા સ્થિતિને વધુ પણ બગાડી શકે છે. શુક્ર ઉપર રાહુની અસરથી યૌન રીતે વ્યક્તિને અસંતોષ રહે છે, યૌન રોગ થવાની પણ સંભાવના રહે છે અને વ્યક્તિ તેના આરોગ્યને અસર કરી શકે છે.

(5) પીડિત મંગળને કારણે મનોવૈજ્ઞાનિક અસર માણસના સાહસ, નિષ્ઠા, ઉર્જા અને રમતગમત ઉપર મંગળની ઘણી અસર પડે છે. મંગળની પ્રતિકુળ અસરથી જૂની બીમારીઓ વારંવાર હેરાન કરી શકે છે અને શારીરિક બીમારીઓ થઇ શકે છે. પહેલા, ત્રીજા, પાંચમાં ગૃહમાં મંગળ અને રાહુની યુતિને લઈને વ્યક્તિ ગુનાહિત કાર્યો તરફ વળી શકે છે કે તે આતંકવાદી બની શકે છે.

જો મંગળ, શની અને રાહુ, ચંદ્રમાં અને બુધ ઉપર ખરાન અસર કરે છે કે પાંચમાં, છઠ્ઠા અને આઠમાં ગૃહ ઉપર પ્રતિકુળ અસર કરે છે તો ગંભીર માનસિક વિકારોથી વ્યક્તિને નમવું પડે છે. દરેક સામાન્ય માણસ તેના જીવનકાળ દરમિયાન મંગળ કે શનીની અસરને કારણે કોઈ માનસિક તકલીફો સામે ઝઝૂમી શકે છે, પરંતુ તેની વધુ ખરાબ અસર અમુક બાબતોમાં જ હોય છે. મંગળ અને શનીના સંયોજનથી વ્યક્તિનું વર્તન જુદાપણું, કઠોર અને અસામાજિક બની જાય છે.

(6) પીડિત રાહુ, કેતુની મનોવૈજ્ઞાનિક અસર રાહુ સમજણ અને કલ્પનાને અસર કરે છે. તે કુંડળીમાં પ્રથમ ગૃહના સ્વામી નબળી અવસ્થામાં હોય કે શત્રુ રાશીમાં છઠ્ઠા, આઠમાં અને બારમાં ગૃહમાં હોય તો વ્યક્તિ ભયગ્રસ્ત થઇ શકે છે અને નકારાત્મક શક્તિઓના સંપર્કની ફરિયાદ કરી શકે છે. તે ત્યારે થાય છે જયારે રાહુ પહેલા ગૃહમાં બિરાજમાન હોય છે કે પ્રથમ ગૃહના સ્વામી કોઈ ગૃહ રાહુ સાથે યુતિ કરે છે. રાહુ અને ચંદ્રમાંનું સંયોજન પણ સમાન પરિણામ આપે છે. કુંડળીમાં રાહુ-કેતુ-સૂર્ય વગેરે બારમાં ગૃહમાં હોય તો એવા વ્યક્તિ ‘વાણી દોષ’ થી દુઃખી થઇ શકે છે. એવા લોકો તેની વાણીથી લોકોને ચકિત કરી શકે છે.

તે વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનને ઘણી સરળતાથી બરબાદ કરી શકે છે અને અવસાદ તરફ લઇ જઈ શકે છે. રાહુ અને કેતુ પાંચમાં સ્થાનમાં બિરાજમાન હોય તો વ્યક્તિ અતાર્કિક, તર્કહીન બકબક કરે છે. આઠમાં ગૃહમાં બિરાજમાન રાહુ વ્યક્તિને એવા રોગ આપી શકે છે, જેની સરળતાથી ખબર પડી શક્તિ નથી કે જેનું નિદાન મુશ્કેલ હોય છે.

(7) પીડિત બૃહસ્પતી અને સૂર્યની મનોવૈજ્ઞાનિક અસર કુંડળીમાં બૃહસ્પતીની અનુકુળ સ્થિતિ ઘણા માનસિક વિકારોને દુર કરી શકે છે. વક્રી સ્થિતિમાં કે પ્રતિકુળ સ્થિતિ અને છઠ્ઠા, આઠમાં, બારમાં ગૃહમાં તેની સ્થિતિ ઘણી અપ્રાકૃતિક સમસ્યાઓ, મનોવૈજ્ઞાનિક, તંત્રિકા સંબંધી વિકાર અને ભય ઉભો કરી શકે છે. તે કુંડળીમાં કે વર્ષફળમાં એવી સ્થિતિ હોય તો ધાર્મિક સ્થળો, મંદિર વગેરેમાં જવું અનુકુળ નથી માનવામાં આવતું. બીજા ગૃહમાં સૂર્ય વ્યક્તિને અહંકારી બનાવી શકે છે અને અતિ આત્મવિશ્વાસ આપી શકે છે. જો સૂર્ય કન્યા કે મિથુન રાશીમાં હોય તો વ્યક્તિ અતિ ઉત્સાહી બની શકે છે. કુંડળીમાં સૂર્ય જો છઠ્ઠા અને બારમાં સ્થાનમાં હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસની ખામી જોવા મળે છે.

મનોવૈજ્ઞાનિક વિકારના ઉપાય : મનોવૈજ્ઞાનિક વિકારોના ઘણા જ્યોતિષીય ઉપાય છે. આ ઉપાયોની રીટ અને મહત્વ સમજવું ઘણું મહત્વપૂર્ણ છે. અહિયાં અમે તમને મનની શાંતિ માટે જ્યોતિષીય ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. અમુક ઉપાય આ મુજબ છે : પીડિત ગ્રહોની પૂજા અને મંત્રોના જાપ. માનસિક તનાવને દુર રાખવા માટે ચંદ્રમાં યંત્રને કાયમી રીતે પહેરો. ચાંદી અને બીજી સંબંધિત ધાતુઓનું દાન તે તમારા માનસિક તનાવને દુર કરવામાં મદદ કરશે.

નિયમિત રીતે ભગવાન સૂર્ય, ચંદ્રમાં અને બુધની પૂજા ફૂલ, મીઠાઈ અને ધૂપથી કરો. માનસિક તનાવ માટે જવાબદાર ગ્રહને પ્રસન્ન કરવાના ઉપાય કરો. પૂરી શ્રદ્ધા સાથે ભગવાન શિવની પૂજા કરવી સૌથી સારા જ્યોતિષીય ઉપાય માંથી એક છે. ઓમ શ્રી ગણેશાય નમઃ ના જાપ કરવાથી તમને તમામ માનસિક તનાવો માંથી રાહત મળશે.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.