જાણીલો આજે જ, નહીં તો થઈ શકે છે નુકશાન, આ 4 બાબતો તમે વપરાતા જ હશો.

0
176

આ 4 માંથી કોઈને કોઈ તમારે માટે હશે ઉપયોગી, પણ હવે થશે એવો ફેરફાર કે જો નહીં જાણો તો… આગામી મહિનામાં દેશમાં ઈંશ્યોરેંસ અને ફાસ્ટેગના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જે તમારા માટે જાણવું ઘણું જરૂરી છે, નહિ તો તમને આર્થિક નુકશાન થઇ શકે છે. તેની સાથે જ નેટફ્લીક્સે ભારતમાં સર્વિસ આપવાની જાહેરાત કરી છે અને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ ગ્રાહકોને થોડી વાતો જણાવી સાવચેત કર્યા છે. ફાયદામાં રહેવા માટે આ તમામ બાબતો વિષે તમારે જાણવું જરૂરી છે.

બે દિવસ સુધી ફ્રી માં કરો Netflix નો ઉપયોગ : જો તમે પણ નેટફીલીક્સ ન જોવાનું કારણ પૈસા છે, તો આ સમાચાર તમારા માટે ઘણા જરૂરી છે. નેટફ્લીકે ભારતમાં બે દિવસ સુધી ફ્રી સર્વિસનો સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. હવે તમે મફતમાં બે દિવસ નેટફ્લીક્સ ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા તમને જણાવી આપીએ કે નેટફ્લીક્સની આ સેવા Netflix StreamFest હેઠળ પૂરી પાડવામાં આવી રહી છે. તેની હેઠળ તમે આરામથી બે દિવસ સુધી ફ્રી માં નેટફ્લીક્સના કંટેન્ટ જોઈ શકશો. તમારે માત્ર મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દ્વારા સાઈન અપ કરવાનું રહેશે.

નેટફ્લીક્સ મુજબ Netflix StreamFest હેઠળ તમારા સાઈન અપ દરમિયાન ડેબીટ કે ક્રેડીટ કાર્ડની જાણકારી નહિ આપવી પડે. પહેલા એક મહિના વાળી ફ્રી સેવા માટે ડેબીટ કે ક્રેડીટ કાર્ડની ડીટેલ્સ નોંધવી પડતી નથી. નેટફ્લીક્સની નવી સેવા હેઠળ તમારે Netflix. com/StreamFest ઉપર જવું પડશે. તે ઉપરાંત તમે તમારા ફોનમાં એપને ડાઉનલોડ કરીને પણ તમે એક્સેસ કરી શકો છો. આ સર્વિસ હેઠળ એચડીમાં કંટેન્ટ જોવા મળશે.

Netflix StreamFestની સેવા 5 ડીસેમ્બરની રાત્રે 12.01 વાગ્યાથી શરુ થશે અને 6 ડીસેમ્બરની રાત્રે 11.59 વાગ્યા સુધી ચાલુ રહેશે. તે દરમિયાન તમે તમારા નેટફ્લીક્સ એકાઉન્ટથી સ્માર્ટફોન, ટીવી, આઈઓએસ ડીવાઈસ, ગેમિંગ કંસોલ દરેક સ્થળે કંટેન્ટ જોઈ શકશો. વિશેષ વાત એ છે કે તમે તે દરમિયાન સ્માર્ટફોનથી ટીવી ઉપર કાસ્ટ પણ કરી શકશો. આ સેવાનો લાભ દર અઠવાડિયાના અંતમાં લઇ શકાશે.

ટોલ પ્લાઝા ઉપર 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ જરૂરી : દેશમાં 1 જાન્યુઆરી 2021 થી તમામ ચાર પૈડા વાળા વાહનો માટે ફસ્ટેગ ફરજીયાત કરી દેવામાં આવી છે. ડીઝીટલાઈજેશનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દેશના તમામ ટોલ પ્લાઝા ઉપર રોકડ લેવડ-દેવડ સંપૂર્ણ રીતે દુર કરી રહી છે. તેના વિષે એનએચએઆઈના પરીયોજના નિર્દેશક એનએન ગીરીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર 31 ડીસેમ્બર સુધી ફાસ્ટેગનો ઉપયોગ 100 ટકા કરવા માંગે છે. જો વાહન માલિકે તેના વાહન ઉપર ફાસ્ટેગ નહિ લગાવે તો તેને હાઈવે ઉપર 1 જાન્યુંઆર્રીથી આ તકલીફ પડી શકે છે.

અહિયાંથી ખરીદી શકો છો ફાસ્ટેગ : ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચઈઆઈ) મુજબ ફાસ્ટેગ ઈ-કોમર્સ વેબસાઈટ અમેજન, ફ્લીપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમ ઉપર ઉપલબ્ધ છે. બેંક અને પેટ્રોલ પંપ ઉપરથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે. બેંક માંથી ફાસ્ટેગ લેતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે જે બેંકમાં તમારું ખાતુ હોય તેની પાસેથી ફાસ્ટેગ ખરીદો.

તમને આટલા રૂપિયામાં મળશે ફાસ્ટેગ : એનએચએઆઈ મુજબ તમે ફાસ્ટેગને કોઈ પણ બેંક માંથી 200 રૂપિયામાં ખરીદી શકો છો. ફાસ્ટેગને તમે ઓછામાં ઓછા 100 રૂપિયાથી રીચાર્જ કરાવી શકો છો સરકારે બેંક અને પેમેંટ વોલેટ પાસે રીચાર્જ ઉપર તેના તરફથી થોડા વધારાનો ચાર્જ લગાવવાની છૂટ પણ આપી છે.

લાગુ થશે ઈંશ્યોરેંસ સંબંધી નિયમ : થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ લેવા માટે હવે ફાસ્ટેગની માહિતી ભરવી જરૂરી રહેશે. આ નિયમ 1 એપ્રિલ 2021 થી લાગુ થશે. સરકારનો હેતુ ટોલ પ્લાઝાને સંપૂર્ણ રીતે ડીઝીટલ કરવાનો છે. ડીઝીટલ ટોલ થવાથી રેવન્યુમાં નુકશાન પણ નહિ થાય અને સાથે જ મોટા પ્રમાણમાં ફયુલની બચત થશે. ફ્રોર્મ-51 (વીમા પ્રમાણપત્ર) ને સશોધિત કરી નવી થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસ લેતી વખતે ચાલુ ફાસ્ટેગ હોવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

દેશની સૌથી મોટી બેન્કે કર્યા એલર્ટ, ગ્રાહકોને આપી સલાહ : ભારત સરકાર દેશમાં ડીઝીટલ લેવડ-દેવડને પ્રોત્સાહન આપી રહી છે. વર્ષ 2021 સુધી દેશમાં ડીઝીટલ લેવડ-દેવડ ચાર ગણી વધવાની આશા રાખવામાં આવી રહી છે. સુરક્ષિત બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે ભારતીય બેંકોએ ઘણા પગલા ભર્યા છે. બેંક સમય સમયે ફ્રોડ ઉપર અંકુશ લગાવવા માટે નિર્દેશિકા જાહેર કરતી રહે છે. પરંતુ ત્યારે પણ ઘણા ફ્રોડો બેંક ખાતા માંથી પૈસા ઉપાડી જ લે છે. ફ્રોડથી બચવા અને સુરક્ષિત બેંકીગ માટે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ પણ ગ્રાહકોને એલર્ટ કર્યા છે.

એસબીઆઈએ ગ્રાહકોને એલર્ટ કરતા જણાવ્યું છે કે તે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારના ફેક મેસેજના ચક્કરમાં ન પડે. બેન્કે જણાવ્યું છે કે ફ્રોડો સોશિયલ મીડિયા ઉપર ખોટા કે લલચામણા મેસેજ મોકલી રહ્યા છે અને આમ તો બેંક તરફથી ગ્રાહકોને કોઈ પણ મેસેજ નથી મોકલવામાં આવતા. બેંકના પ્રતિનિધિ ગ્રાહકોને ક્યારે પણ ફોન નથી કરતા અને ન તો કોઈ પ્રકારના ઈમેલ કરે છે. તે વાતનું ધ્યાન રાખો કે બેંક ન તો ઓનલાઈન ફોર્મ ભરાવે છે અને ન તો ફોન ઉપર બેંક ખાતા સાથે જોડાયેલી માહિતી માંગે છે. એટલા માટે બેંક ખાતાની માહિતી મેલ, એસએમએસ કે ફોન ઉપર કોઈની સાથે શેર ન કરો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.