જંગલમાંથી ઘરે લઇ આવ્યા કોબ્રા સાંપના ઈંડા, તેમને શું ખબર હતી કે મુસીબત પણ પાછળ પાછળ આવી રહી છે.

0
2190

વિલાસપુર, માહિતી ૯ જુલાઈની સવારે યુ ટ્યુબ (Snake catcher Arrested) ઉપર કમલ ચોધરી સ્નેક રેક્યુસ ટીમ વિલાસપુરની ચેનલ ઉપર કોબ્રા સાંપના ઈંડા માંથી બચ્ચા કાઢવાનો વિડીયો સામે આવ્યો હતો. વિડીયો એટલો વાયરલ થયો કે તેના સમાચાર વન વિભાગ પાસે પહોચી ગયા. આમ તો ભારતીય કોબ્રા (નાજા નાજા ) વન સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ ની જાહેરાત ૨ ભાગ ૨ માં સંરક્ષિત છે. અને કોઈપણ પ્રકારીની મંજુરી વગર સાંપ અને સાંપના ઈંડા (King Cobra eggs) સાથે છેડછાડ કાયદાકીય ગુનો બને છે.

એ વાતને ગંભીરતાથી લઈને વન વિભાગ વિલાસપુરની ટીમે બીજા જ દિવસે તપાસની કાર્યવાહી કરીને કમલ ચોધરી અને તેની સંસ્થાના સાથી આરતી ખૂટીયાલેના ઘર ઉપર દરોડો પાડ્યો (Forest department raid) દરોડામાં વન વિભાગને આરોપીઓના ઘરમાંથી થોડી નુકશાનકારક વસ્તુ પણ મળી જે જપ્ત કરવામાં આવી.

વાયરલ કોબ્રા વિડીયોમાં દેખાયેલા ત્રણે આરોપી કમલ ચોધરી, આરતી ખૂટીયાલે અને વૈભવ વાઘમારેને ભારતીય વન અધિનિયમ, ૧૯૨૭ અને ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ, ૧૯૭૨ હેઠળ કાર્યવાહી કરીને, આરોપીઓને ૧૧ જુલાઈની સાંજે સિવિલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો (Snake catcher Arrested), જ્યાં જીલ્લા ન્યાયધીશે ૧૦-૧૦ હજાર રૂપિયા જામીન ઉપર છોડી દેવામાં આવ્યા.

જીલ્લામાંથી એ પહેલા પણ ઘણા વિડીયો વાયરલ થયા છે. જેમાં સ્નેક રેસ્ક્યુ કરવા વાળા સાંપો સાથે સ્ટંટ કરતા જોવા મળ્યા છે. જેને કારણે જ વન્યપ્રાણી સંરક્ષણ સંસ્થાનોમાં જીલ્લાની ઘણી ટીકા કરવામાં આવી હતી. જીલ્લાના વન્યપ્રાણીઓ અને સંરક્ષણ માટે કામ કરવા વાળા કહે છે કે આ વન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. મંજુરી વગર કાર્ય કરી રહેલી સંસ્થાઓને બંધ કરી તેની ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

સાંપ જાતી પર્યાવરણ માટે જરૂરી છે, એટલા માટે તેનું રક્ષણ કરવું અને સાંપો વિષે ફેલાયેલા ભ્રમ દુર કરવા ઘણું જરૂરી છે. સાંપની જાતિઓના રક્ષણ માટે વન વિભાગે ધ્યાન આપવું જોઈએ. સાથે જ આ પ્રકારની જીલ્લામાં પહેલી અને મોટી ઘટના છે, જેનાથી બીજા સ્નેક રેસ્કયુવર ઘણા શરમાશે અને તેની વિભાગ દ્વારા અપીલ છે કે આરોપીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. જેથી બીજા રેસ્કયુવર (Youtuber Arrested) જે આવા પ્રકારના કામ કરે છે, તેના કાન ઉઘડે અને અનૈતિક અને ગેરકાયદેસર રીતે કાર્ય ફરી વખત જીલ્લામાં ન બને.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :