જંગલમાં રહેવા વાળી આ દાદીને યાદ છે 500 દવા બનાવવાની રીતો.

0
1654

ઝાડ છોડમાંથી બનાવે છે દવાઓ :-

સ્માર્ટફોનના સમયમાં આપણે યાદ રાખવાની શક્તિ ગુમાવતા જઈએ છીએ. આપણે યાદ રાખવાનું કામ સ્માર્ટફોન અને ગુગલ ઉપર છોડી દઈએ છીએ. રસ્તાથી લઈને મોબાઈલ નંબર યાદ રાખવાની વાત જૂની થઇ ગઈ છે. એક સમય હતો જયારે લોકો બધું મોઢે યાદ રાખતા હતા. પરંતુ આજે ક્યા એવી યાદશક્તિ? અમે તમને એક દાદીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેને ‘જંગલની દાદી’ પણ કહેવામાં આવે છે. તે ૫૦૦ હર્બલ દવાઓ પોતાની યાદશક્તિના આધારે તૈયાર કરી લે છે. સમજો તેને આ દવાઓ બનાવવાના નુસખા યાદ છે.

પદ્મશ્રીથી સન્માનિત છે દાદી :-

૭૫ વર્ષના લક્ષ્મીકુટ્ટી જંગલ વચ્ચે એક ઝુપડીમાં રહે છે, જે તિરુવનંતપુર જીલ્લાના કલ્લારમાં આવેલું છે. તે ૫૦૦ હર્બલ દવાઓ પોતાની યાદશક્તિથી તૈયાર કરી લે છે. તે માત્ર દવા જ નથી બનાવતા, પરંતુ કવિતાઓ લખે છે, સાઉથ ઇન્સ્ટીટયુટમાં ‘નેચરલ મેડીસીન’ ઉપર લેકચર આપે છે અને કલ્લારમાં ‘કેરલ ફોલ્કલોર એકેડમીમાં ટીચર છે. તેને વર્ષ ૨૦૧૮મા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જયારે દુનિયાએ જાણવાનું શરુ કર્યું :-

હજુસુધી હજારો લોકો લક્ષ્મીકુટ્ટી પાસે ઈલાજ કરાવી ચુક્યા છે. લોકોનું માનવું છે કે તેમના સ્પર્શમાં જાદુ છે. કેમ કે તેમને સ્પર્શવાથી જ ઘણા દર્દીઓને રાહત મળવા લાગે છે. ૧૯૯૫માં જયારે તેને કેરલ સરકારે ‘નેચુરોપેથી એવોર્ડ’ આપ્યો, ત્યારે દુનિયાને તેમની શક્તિની ખબર પડી. હવે ‘કેરલ ફોરેસ્ટ વિભાગ’ તેમની આ વારસાગત પુસ્તકોના રૂપમાં જાણવા માંગે છે.

ઝુપડીને હોસ્પિટલ બનાવી :-

લક્ષ્મીકુટ્ટીને ઓળખવા વાળા જણાવે છે કે તે ભલે ગાઢ જંગલમાં રહેતી હોય. પરંતુ તે કોઈ સાઈનટીસ્ટની જેમ એક્સપેરીમેંટ કરે છે. જંગલના ફળ, ફૂલ અને ઝાડ અને તેની છાલના ઉપયોગથી મકોડા, સાંપ અને હડકાયા કુતરા કરડવાનો ઈલાજ કરે છે. તેમણે પોતાની ઝુપડીને નાની હોસ્પિટલના ફેરવી દીધી છે, જ્યાં દર્દીનો ઈલાજ સારી રીતે થઇ શકે.

10 Km ચાલીને જતી હતી સ્કુલ :-

લક્ષ્મીકુટ્ટી તે આદિવાસી મહિલાઓમાંથી છે, જેમણે ત્યારે સ્કુલ જવાનું શરુ કર્યું જયારે ભણવા ગણવાને લઈને જાગૃતતા હતી નહી. એ વાત ૧૯૫૦ની છે. તે પોતાના ક્ષેત્રની પહેલી છોકરી હતી, જેણે સ્કુલ જવાનું શરુ કર્યું હતું. આમ તો સ્કુલ જવા માટે તેને ૧૦ કી.મી. રોજ પગપાળા ચાલીને જવું પડતું હતું. દાદીએ ૮માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ તેમનું જ્ઞાન તેનાથી ઘણું વધુ છે.

૧૬ વર્ષની ઉંમરમાં થયા લગ્ન :-

લક્ષ્મીકુટ્ટીના લગ્ન ૧૬ વર્ષની ઉંમરના થઇ ગયા હતા. તેમના પતિનું ગયા વર્ષે અવસાન થઇ ગયું. બંનેએ પોતાના બાળકોને સારું શિક્ષણ આપ્યું. પરંતુ જીવનમાં ઘણા વળાંક આવ્યા. એક જંગલી હાથીએ તેના દીકરાને મારી નાખ્યો. ત્યાર પછી તેમણે નાના દીકરાને પણ અકસ્માતમાં ગુમાવી દીધો. આમ તો તેમનો એક દીકરો રેલ્વેમાં ટીકીટ ચેકરની નોકરી કરે છે.

પોતાની માતા પાસેથી શીખી દવા બનાવતા :-

છેલ્લા ૬૦ના દશકથી લક્ષ્મીકુટ્ટી માત્ર દર્દીઓનો ઈલાજ નથી કરતી પરંતુ તમારા જ્ઞાનને શોધકર્તાઓ, વિદ્યાર્થીઓ અને વનસ્પતિ વિજ્ઞાનમાં રસ ધરાવતાઓને વહેચે છે. લક્ષ્મીકુટ્ટીની માતાએ જે પણ તેને બતાવ્યું અને શીખવાડ્યું તેને પોતાનામાં સમાવી લીધું છે. વર્ષ ૨૦૧૬માં તેને ‘ઇન્ડિયન બાયોડાઈવર્સિટી કોંગ્રેસ’ એ હર્બલ મેડીસીન ક્ષેત્રમાં યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.