જનરલ ટિકિટ ખરીદવા માટે લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટ ખતમ, એપથી કરો આવી રીતે બુક, જાણો વિગત.

0
570

આજના સમયમાં ડીઝીટલ યુગ ઘણો આગળ વધી ગયો છે. અને દરેક જગ્યાએ પેપરલેસ પ્રક્રિયાનો અમલ થતો જોવા મળે છે, અને તેને સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે, આવી જ એક પ્રોસેસ રેલ્વે વિભાગમાં પણ શરુ કરવામાં આવી રહી છે, જેના દ્વારા રેલ્વેમાં મુસાફરી કરવા વાળા મુસાફરોને ઘણી સુવિધા મળશે. તો આવો જાણીએ એવી કઈ પદ્ધતિ અમલમાં આવવાની છે.

ન્યુઝ ૨૪ બ્યુરો નવી દિલ્હી (૨૫ જુલાઈ) : ટ્રેન મુસાફરી કરવા વાળા લોકો માટે એક બીજા રાહતના સમાચાર છે. હવે જનરલ ટીકીટ ખરીદવા માટે પ્રવાસીઓને લાંબી લાઈનમાં ઉભા નહિ રહેવું પડે. તેનાથી મુસાફરોનો ઘણો સમય બગડતો હતો. ભારતીય રેલ્વેએ લોકોની તકલીફ ઉકેલવા માટે UTS એપ લોન્ચ કરી હતી. તેની હેઠળ મુસાફરો સ્માર્ટફોનનો ઉપયોગ કરી લોકલ ટ્રેનનું બુકિંગ કરી શકે છે.

UTS એપનો અર્થ અનરીજવર્ડ ટીકટીંગ સીસ્ટમ છે અને તે માત્ર તે એપ ઉપર કામ કરે છે. જેના માટે રીઝર્વેશનની જરૂર નથી હોતી. આ એપથી બે પ્રકારની ટીકીટ બુક કરી શકાય છે. પહેલી પેપર ટીકીટ અને બીજી પેપરલેસ. આ એપ દ્વારા પેપર ટીકીટને ફોન લોકેશનના એક્સેસ કરી બુક કરાવી શકાય છે.

આ ટીકીટને તમે ATVM કિયોસ્કમાં જઈને પ્રિન્ટ કરાવી શકો છો. જો તમે આ ટીકીટને પ્રિન્ટ ન કરવી હોય, તો તમારે દંડ આપવો પડી શકે છે. ઘણા સ્ટેશનો ઉપર ATVM કિયોસ્ક કામ નથી કરતા. તેવામાં આ સ્થિતિનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ.

કેવી રીતે ડાઉનલોડ કરવું UTS એપ અને કેવી રીતે કરવી ટીકીટ બુક આ એપને તમે એન્ડ્રોઈડ આઈફોન અને વિન્ડોઝ ફોન ઉપર ડાઉનલોડ કરી શકો છો. એક ડાઉનલોડ કર્યા પછી તેને ઓપન કરો. અહિયાં તમને ત્રણ ટપકા દેખાશે, તેની બરોબર બાજુમાં લોગીન જોવા મળશે ત્યાં ક્લિક કરી રજીસ્ટર ઉપર ટેપ કરો. અહિયાં તમારો મોબાઈલ નંબર, નામ, પાસવર્ડ, લિંગ એન્ટર કરો અને ચેક બોક્સને ટીક કરો. ત્યાર પછી તમને એક એસએમએસ દ્વારા OTP આવશે. તેને એન્ટર કરી સબમિટ કરી દો. તેનાથી રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ 24 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.