જન્મ લેનારા બાળકોને સંસ્કારી બનાવશે આ કોલેજ, 6 મહિનાનો હશે કોર્સ

0
873

ઉત્તર પ્રદેશમાં જન્મ લેવા વાળા બાળકો હવે સંસ્કારી હશે, અને એમને સંસ્કારી બનાવવાની જવાબદારી ઉપાડી છે કાનપુરના છત્રપતિ શાહુજી મહારાજ વિશ્વવિદ્યાલયે. ગર્ભમાં ઉછરી રહેલા શિશુઓને સંસ્કારવાન બનાવવા માટે માતાઓને શીખ આપવામાં આવશે. ફક્ત માં બનવા વાળી મહિલાઓ જ નહીં પણ કુંવારી છોકરીઓને પણ સંસ્કારોની શીખ આપવામાં આવશે.

છત્રપતિ શાહુજી મહારાજ વિશ્વવિદ્યાલયની વાઈસ ચાંસલર પ્રો. નીલિમા ગુપ્તાનું કહેવું છે કે, અમે આ કોર્સ લોકોની જાગૃતિ માટે શરૂ કરી રહ્યા છીએ. આ કોર્સનું ભણતર 3 મહિનાથી 6 મહિના સુધી રહેશે. ભણતર પૂરું કર્યા પછી તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

11 સપ્ટેમ્બરે થયેલ 34 માં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ગર્ભ સંસ્કાર શરુ કરવાની વાત કહી હતી. આ દરમિયાન તેમણે પોતાના ભાષણ પર જોર આપતા કહ્યું હતું કે, વિદ્યાર્થીનીઓ આગળ જઈને માં બનશે. ભાગદોડ ભરેલા અને તનાવપૂર્ણ જીવનનો એમના સંતાન પર નકારાત્મક પ્રભાવ પડે છે. જો તે સંસ્કારોની જાણકારી રાખશે તો નિશ્ચિત રીતે એમના સંતાન પર સારો પ્રભાવ પડશે. એમના આદેશ પછી વિશ્વવિદ્યાલય આના પર પહેલ કરવા જઈ રહી છે.

હવે એવામાં સવાલ ઉઠે છે કે, શું માત્ર 6 મહિનાના સંસ્કારી ભણતરથી બાળક પણ સંસ્કારી થવા લાગશે? જો એવું છે તો શું સ્કૂલના ભણતરમાં કોઈ દમ નથી? તો શું સ્કૂલમાં સંસ્કારી થવાના ભણતર પર જોર નથી આપવામાં આવતું?

જો તમે આવનાર સમયમાં રેપ જેવી દુર્ઘટનાઓને રોકવા માંગો છો, તો તમારે સમાજના વિચાર બદલવા પડશે. એ વિચારધારાઓને બદલવા પડશે જે છોકરીઓને સંસ્કારી થવાની સલાહ આપે છે, અને છોકરાઓને ખુલ્લેઆમ ફરવાની.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.