આ રીતે “જામનગરનો ઘુટો” ઘરે જાતે જ બનાવો, આ રહી એની રેસીપી, આજે જ બનાવો અને લો એનો સ્વાદ.

0
1341

મિત્રો, આજે અમે તમારા માટે જામનગરનો પ્રખ્યાત ઘુટો બનાવવાની રેસીપી લઈને આવ્યા છે. આ ઘુટો સ્વાદમાં એટલો સરસ લાગે છે, કે જામનગરમાં નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવતી વાનગી છે. તો આવો વધુ સમય ન બગાડતા એની રેસીપી જાણી લઈએ.

જરૂરી સામગ્રી :

1/4 કપ ફોતરાવાળી મગની દાળ

1/4 કપ ચણાની દાળ

1 વાટકી તુવેર

1 વાટકી ગુવાર

1 વાટકી લીલા વટાણા

1 વાટકી દુધી

1 વાટકી મેથી

1 વાટકી લીલી ચોળી

1 વાટકી વાલોળ પાપડી

1 વાટકી રીંગણા

1/2 વાટકી ફુલાવર

1 વાટકી સુધારેલી પાલક

1 વાટકી ગાજર

1 વાટકી કોબી

1 વાટકી કાકડી

1/2 વાટકી બટેટા

1 વાટકી ટમેટા

1/4 કપ લીલી હળદર

1/2 વાટકી ડુંગળી

1/2 વાટકી લીલું લસણ

1/2 વાટકી શક્કરીયા

1.5 ઇંચ આદુ

1 ચમચો તેલ

1/3 લીલા તીખા મરચા

વઘાર

મીઠું

3 મોટા ગ્લાસ પાણી

1 ચમચી જીરું

1/3 ઝીણા સમારેલા ટમેટા

1/3 ઝીણી સમારેલ ડુંગળી

1 વાટકી લીલા ચણા

બનાવવાની રીત :

જામનગરનો ઘુટો બનાવવા માટે સૌથી પહેલા મગ અને ચણાની દાળને 4 થી 5 કલાક પલાળી રાખો. ત્યારબાદ બધા શાકભાજીને ધોઈને સમારી લેવા. ત્યારબાદ કુકરમાં આ બધા શાકભાજી અને બંને પલાળેલી દાળ અને તેમાં મીઠું નાખીને એની 3 થી 4 સીટી વગાડી લેવી.

એ કર્યા પછી કુકરમાં જ બ્લેન્ડરથી એને અધકચરું પીસી લેવાનું છે. સામાન્ય રીતે ઘુટો બાફીને જ બનાવાય છે, પણ આપણે એમાં વધુ સ્વાદ લાવવા માટે એને વઘારીને બનાવીશું.

ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવા મુકવું, અને તેલ ગરમ થયા પછી તેમાં જીરું, ટમેટા અને ડુંગળીનો વધાર કરવો. તે બરોબર રીતે ચડી ગયા પછી એમાં બાફેલો ઘુટો મિક્સ કરી દેવાનો છે. પછી એમાં લીંબુનો રસ ઉમેરીને ગેસ બંધ કરી દો. તમે તેની ઉપર કોથમીરથી ગાર્નીશ કરી શકો છો. તો રેડી છે ગરમા ગરમ ઘુટો. આ ધુટો રોટલા, પાપડ, ગોળ અને લીલી ડુંગળી સાથે સર્વ કરવા માટે તૈયાર છે.

ખાસ નોંધ :

ઘુટા સાથે ખવાતા બાજરીના રોટલા વહેલા બનાવીને રાખવા. કારણ કે રોટલા ઠંડા હશે તો વધુ મજા આવશે.

આ ઘુટાને રોટલા સાથે ચોળીને કે પછી કાયમ જમતા હોય તે રીતે પણ ખાઈ શકો છો.

આ ઘુટા સાથે બ્રેડ પણ સારી લાગે છે.

આમાં વપરાતા શાક જેટલા વધુ ઓછા કરવા હોય તે તમારા સ્વાદ મુજબ કરી શકો છો.

આને વધારે તીખું બનાવવા માટે લીલા મરચાની પેસ્ટ ઉપરથી નાખી શકો છો, અથવા તો આને તળેલ મરચા સાથે પણ ખાઈ શકો છો.

તેમાં ફ્રુટ પણ ભેળવી શકાય છે જેમ કે દાડમ, પાકું પોપયું, જામફળ.

ગેસ બંધ કરીને કોથમીર સાથે સેવ પણ ભેળવી શકો છો તેનાથી સ્વાદમાં વધારો થાય છે.

અમે અહિયાં બીટ ભેળવ્યું નથી તમારે ભેળવવું હોય તો ભેળવી શકો છો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.