જાણી લો જામનગરનાં પ્રખ્યાત તીખા ધુઘરા બનાવવાની રેસીપી, અને ઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી ઘુઘરા.

0
4261

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. અમે તમારા માટે નવી નવી વાનગીઓ બનાવવા માટેની રેસીપી લઈને આવતા રહીએ છીએ. અને આજે અમે તમારા માટે જામનગરના ટેસ્ટ ફૂલ તીખા ઘૂઘરા બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. આ ઘઘરાનું આવરણ પણ ઘણું જ સરસ હોય છે અને તે મસાલેદાર હોય છે. તો આવો આ ઘૂઘરા ઘરે કેવી રીતે બનાવવા તે જાણીએ.

મિત્રો ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલા તો એનું બહારનું પડ બનાવવા માટે લોટ તૈયાર કરવો પડશે. તો પહેલી ટ્રાય માટે ૫૦૦ ગ્રામ મેંદો ચાળીને લઇ લો. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, અને પાંચ થી છ ચમચી જેટલું તેલ ઉમેરો. પહેલા તેને સરસ રીતે મિક્ષ કરી લો, પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જાવ, અને તેનો લોટ બાંધતા જાવ. એના માટે સામાન્ય પાણી જ લીવાનું છે.

એક વાતનું ધ્યાન રહે કે ઘૂઘરા માટે રોટલી કરતા થોડો કઠણ આને પરોઠા કરતા થોડો ઢીલો લોટ બાંધવાનો છે. થોડું પાણી અને તેલ લઈને એને સારી રીતે મસળીને તૈયાર કરવાનો છે. હવે તમારો લોટ બંધાઈને તૈયાર છે. તેને ઢાંકીને દસ મિનીટ રહેવા દો.

હવે તમે ૫૦૦ ગ્રામ બટેટા લઈને એને બાફીને એને છીણી લો. જે લોકો જૈન છે તે કેળા લઈ શકે છે. આમાં એક કપ જેટલા સફેદ બાફેલા વટાણા નાખવાના છે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, પછી લગભગ અડધી ચમચી ધાણાજીરું ઉમેરો, અડધી ચમચી હળદર ઉમેરો, બે ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરો. તેમજ આમાં જે આપણે દાળ શાકમાં વાપરીએ છીએ તે જ લેવાની છે. અને થોડી સમારેલી કોથમીર એમાં ઉમેરવાની છે, પછી બધું સરસ રીતે મિક્ષ કરી લેવાનું છે. હવે તમારું સ્ટફીક પણ તૈયાર છે.

મિત્રો હવે એના માટે લાલ ચટણી બનાવવાની છે. તેના માટે દસ થી પંદર સુકા લાલ મરચા લેવાના છે. તમે એને અડધો કલાક પહેલા જ ગરમ પાણીમાં પલાળી દો, તો તે એકદમ સોફ્ટ થઈ જશે. હવે મીક્ષરનું નાનું જાર લેવાનું છે અને તેમાં પલાળેલા મરચા પાણી વગર નાખવાના છે.

તેમજ જે લોકો લસણ ખાતા હોય, તે આમાં ચારથી પાંચ કળી લસણ પણ નાખી શકે છે. એમાં થોડું મીઠું નાખો અને તેને ક્રશ કરી લો. હવે આ ચટણીને એક બાઉલમાં કાઢી લો. ચટણીની તમારે મીડીયમ થીકનેશ રાખવાની છે. હવે લોટ તરફ જઈએ. તો તમે એને એકવાર ફરીથી મસળી લો. ઘૂઘરા માટે લોટ અને સ્ટફિંગ બન્ને તૈયાર છે, તો હવે ઘૂઘરા બનાવવાનું શરુ કરવાનું છે.

હવે એના લુવા બનાવો. લુવા તમારે મીડીયમ સાઈઝના પરોઠા માટે બનાવીએ છીએ એવા બનાવવાના છે. પછી એની પૂરી પુરી વણવાની છે. ધ્યાન રહે કે ગોળ પુરી નથી વણવાની લંબગોળ પુરી વણવાની છે. અને તેને બહુ જાડી નહિ અને બહુ પાતળી નહિ એમ મીડીયમ થીક રાખવાની છે.

હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ મુકો. જરૂર લાગે તો થોડું પાણી લગાવી દેવું કિનારી ઉપર. પછી તેનું ઉપરનું લેવલ શીલ કરી દેવાનું છે. કિનારી સારી રીતે શીલ થવી ખુબ જ જરૂરી છે. હવે તેને હાથમાં લઈને કિનારી ઉપર ડીઝાઈન બનાવવાની છે. લોટને થોડો પ્રેસ કરતા જવું અને ફોલ્ડ કરવાનું છે, અને જો આવી રીતે ન ફાવે તો ઘૂઘરાના ફોલ્ડ મશીન પણ બજારમાં મળતા હોય છે. તેના વડે પણ તમે બનાવી શકો છો. છેલ્લે જે લોટ વધે તેને પાછળ દબાવી દેવાનો છે. તો આ રીતે ઘૂઘરા બનીને તૈયાર થશે.

હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો. તમે ઘૂઘરા બનાવ્યા છે તેને ફ્રાઈ કરી લો. એમાં ધ્યાન રાખવું કે, તેલ વધારે ગરમ ન હોય ત્યારે જ તેને ફ્રાઈ કરવાના છે, અને ગેસ ધીમો જ રાખવાનો છે. તેમજ ચારથી પાંચ મિનીટ પછી તેને ફેરવી લેવાના છે. તમારે એને દર ત્રણ ચાર મીનીટે ફેરવતા રહેવાના છે, અને સરસ ગોલ્ડન બ્રાઉન અને કેસરી થાય ત્યાં સુધી તેને તળવાના છે.

હવે તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો. ચમચીથી કે હાથથી તેને થોડા ક્રેક કરીને જોઈ શકીએ છીએ કે તે બરાબર બની ગયા છે. હવે તેમાં ખજુર આંબલીની ચટણી નાખવાની છે, બે ચમચી જેટલી ચટણી દરેક ઘૂઘરામાં નાખવાની છે.

પછી કોથમીર મરચાની ચટણી તેમાં નાખવાની છે. અને જે લાલ ચટણી તમે બનાવી તે પણ નાખવાની છે. પછી ઉપરથી નાઈલોન સેવ નાખવાની છે. થોડી મસાલા શીંગ પણ નાખો. અને જે લોકો ડુંગળી ખાતા હોય તે ડુંગળી પણ નાખી શકે છે. થોડી સમારેલી કોથમીર નાખો, હવે આ ઘૂઘરા સર્વ માટે તૈયાર છે.