આ શિક્ષકે ફક્ત 60 હજારમાં બનાવ્યું જળકુંભી કાઢવાનું મશીન, આનાથી સાફ કર્યા ઘણા બધા તળાવો

0
1958

ગુજરાત માં સુરત સહીત ઘણી બધી નદીઓ મા જળકુંભી નો ત્રાસ છે એને દુર કરવા તંત્ર કરોડો રૂપિયા ખર્ચ કરે છે લોકો પણ સેવા કરવા ઉતરે છે પણ ટેકનોલોજી જે કરી શકે તેવું કોઈ નાં કરી શકે એપણ મોટી મોટી ટેકનોલોજી વાળા મશીન નાં કામ સસ્તા મશીન દ્વારા એક આંધ્રા ના એક નાનકડા ગામના શિક્ષકે કેવીરીતે કરી બતાવ્યું જાણો આ આર્ટીકલ મા

તળાવમાંથી જળકુંભી કાઢવા માટે પ્રાથમિક શાળામાં શિક્ષકની નોકરી કરી રહેલા એક યુવા શિક્ષકે વારંવાર રજા લેવી પડતી હતી. વધારે રજા પાડવાને કારણે સ્કૂલમાંથી એમને નોટિસ ફટકારવામાં આવી. તો આ સમસ્યા સામે લડવા માટે એ શિક્ષકે ફક્ત 60 હજાર રૂપિયામાં મશીન બનાવી દીધું. આ મશીન ઘણી ઝડપથી તળાવની સફાઈ કરી શકે છે. એટલું જ નહિ, આવાજ પ્રકારના વિદેશી કંપનીના મશીનની કિંમત એક કરોડ રૂપિયા સુધી હોય છે. અમે જે શિક્ષકની વાત કરી રહ્યા છીએ, એમનું નામ ગૌદાસુ નરસિમ્હા છે.

મસ્ત્ય ઉદ્યોગ પર નિર્ભર રહેતા ગામ વાળા અડધો સમય જળકુંભી કાઢવામાં લાગ્યા રહેતા હતા.

આંધ્રપ્રદેશનું પોચમપલ્લી ગામ સાડીઓ માટે ઘણું પ્રસિદ્ધ છે. અહીંથી ફક્ત એક કિલોમીટર દૂર આવેલું છે મુક્તાપુર ગામ. માછલી પકડવી આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય છે. સ્થાનિક તળાવો માંથી અહીંના માછીમારો માછલી પકડીને વેચે છે અને પોતાનું ઘર ચલાવે છે. પરંતુ આ તળાવોમાં વરસાદના સમયે ઉગી નીકળતી જળકુંભી માછીમારોને ખુબ પરેશાન કરે છે.

જળકુંભી એટલી ઝડપથી વધે છે કે, બે ત્રણ દિવસમાં તો તે આખા તળાવને ઢાંકી દે છે. એ કારણે માછલીઓ સુધી સૂર્ય પ્રકાશ પહોંચતો નથી, અને એમને જરૂરી માત્રામાં ઓક્સિજન પણ નથી મળતું. જળકુંભી હટાવવા માટે આ માછીમારોએ વર્ષના 3 મહિના સતત તળાવની સાફસફાઈ કરવી પડે છે. જો આ કામ મજૂરો પાસે કરાવવામાં આવે, તો ત્રણ લાખ રૂપિયા ખર્ચ થઇ જાય છે. તેમજ જળકુંભી કાઢતા સમયે ગંદા પાણીમાં જવાવાળા લોકોને ક્યારેક સાંપ ડંખ મારી દે છે, તો ક્યારેક એમને ચામડી સંબંધિત બીમારીઓ પણ થઇ જાય છે.

વર્ષ 2012માં બનાવ્યું હતું પહેલું મશીન :

ગૌદાસુ નરસિમ્હા માછીમાર હોવાની સાથે સાથે એક પ્રાથમિક શાળામાં ટીચર પણ હતા. એમણે ઘણી વાર તળાવ સાફ કરવા માટે સ્કૂલમાંથી રજા લેવી પડતી હતી. અને આ કારણે એમને સ્કૂલમાંથી નોટિસ મળી કે, જો એમણે વધારે રજા પાડી તો નોકરી છોડવી પડશે.

આ પરિસ્થિતિ સામે લડવા માટે નરસિમ્હાએ પોતે જ મશીન બનાવવાની દિશામાં કામ કરવાનું શરુ કરી દીધું. નરસિમ્હાએ ધ બેટર ઇન્ડિયા વેબસાઇટને જણાવ્યું કે, આ કામમાં ગામના સરપંચ અને બાકી લોકોએ પણ એમની મદદ કરી છે. એમણે આ મશીન બનાવવા માટે નરસિમ્હાને 20 હજાર રૂપિયા ભેગા કરીને આપ્યા હતા.

સૌથી પહેલા એમણે કટિંગ મશીન બનાવ્યું, પણ તે તળાવની બહાર કામ કરવા માટે જ સફળ રહ્યું. પાણીમાં એની બ્લેડ કામ ન કરી શકી. આ કારણે એમણે નવું મશીન બનાવવાની જરૂર પડી. પણ આ વખતે ગામના લોકોએ મદદ કરવાની ના પાડી દીધી. પછી એમણે પોતાના સંબંધી પાસેથી 30 હજાર રૂપિયા ઉધાર લીધા.

એનાથી એમણે કટિંગ મશીન તૈયાર કર્યું. નરસિમ્હાએ જણાવ્યું કે, મશીન તો તૈયાર હતું અને સફળ પણ હતું, પણ એને અંતિમ રૂપ આપવા માટે બીજા 10 હજાર રૂપિયાની જરૂર હતી. અંતમાં બીજા ગામના લોકો પાસેથી એમને મદદ મળી. વર્ષ 2012માં મશીનને ગામના તળાવમાં ઉતારવામાં આવ્યું, અને સફળતા પણ મળી ગઈ.

ઇનોવેશન પર મળ્યું રાષ્ટ્રીય પુરસ્કાર :

એમણે આ મશીનથી પોતાના ગામની સાથે સાથે બીજા ગામના તળાવોને પણ સાફ કર્યા. એમના વિષે જયારે સ્થાનિક ન્યુઝ પેપરમાં સમાચાર આવ્યા, તો ‘પલ્લે સૃજના’ નામના એક સંગઠને એમનો સંપર્ક કર્યો. પલ્લે સૃજનાની મદદથી નરસિમ્હાને પોતાનું આ મશીન રાષ્ટ્રીય મંચ પર દેખાડવાની તક મળી.

ત્યારબાદ દેહરાદૂન નગર નિગમે એમને હૈદરાબાદના ઘણા તળાવની સાફ સફાઈ કરવાનું કામ સોંપ્યું. આરકે પુરમ લેક, તૌલીચૌકીનું તળાવ સહીત એમણે અત્યાર સુધીમાં લગભગ 8-9 તળાવોની સફાઈ કરી છે. ધ બેટર ઇન્ડિયાની પત્રકાર નિશા ડાગરને નરસિમ્હાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં મેં ઓડિશાના એક પાવર પ્લાન્ટ માટે મશીન બનાવ્યું છે, અને ખેડૂતો માટે ઘણા મશીન બનાવ્યા છે.

જળકુંભી કાઢવા માટેના મારા પહેલા મશીનમાં મેં ઘણા બધા ફેરફાર કર્યા છે. એક સારી ગુણવત્તાવાળા મશીન માટે કુલ ખર્ચ લગભગ 30 લાખ રૂપિયા છે. જો આ પ્રકારના મશીન વિદેશી બજારોમાંથી ખરીદવામાં આવે, તો એનો ખર્ચ ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયા થાય છે.

યુટ્યુબ પર વિડીયો જોઈને કેન્યાથી મળ્યો ઓર્ડર :

નરસિમ્હા અને એમના મશીન વિષે યુટ્યુબ ચેનલ પર જોઈને કેન્યાના જળ, પર્યાવરણ અને સિંચાઈ મંત્રી સલમોં ઓરિમ્બાએ પણ એમને જળકુંભી કાઢવાના 10 મશીન બનાવવાનો ઓર્ડર આપ્યો છે. ઓરિમ્બાએ ભારતીય પ્રશાસન સાથે સંપર્ક કર્યો અને પછી પોતાના થોડા અધિકારીઓ સાથે ભારત આવીને નરસિમ્હાના મશીનની ચકાસણી કરી.

એમને પુણે, ચેન્નઈ અને વિશાખાપટ્ટનમથી પણ મશીન બનાવવાના ઓર્ડર મળ્યા છે. આ કામ કરવા બદલ નરસિમ્હાને ભારત સરકાર અને રાજ્ય સરકાર પાસેથી ઘણી પ્રશંસા મળી છે. વર્ષ 2015માં એમના મશીનને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રદર્શન માટે મુકવામાં આવ્યું હતું.

ફક્ત 9 વર્ષની ઉંમરમાં ગુમાવી ચુક્યા હતા માતા-પિતા :

ફક્ત 9 વર્ષની ઉંમરમાં પોતાના માતા-પિતાને ખોઈ ચુકેલા નરસિમ્હાને એમના મોટા ભાઈએ ઉછેર્યા છે. નરસિમ્હા હંમેશાથી ભણવામાં હોશિયાર હતા, અને સાથે જ એમને મશીનો સાથે રમવાનો ઘણો શોખ હતો. એમના ભાઈએ જયારે એમના ભણતર તરફ ધ્યાન ન આપ્યું, તો તે પોતાના બીજા સંબંધીને ત્યાં રહેવા લાગ્યા. ત્યાં તે એમના ઘરનું કામ કરતા હતા, અને બદલામાં એમને જે પૈસા મળતા હતા એમાંથી તે પોતાની સ્કૂલની ફી ભરતા હતા.

એમણે 10 માં ધોરણ પછી ડિપ્લોમા કરવાનો નિર્ણય કર્યો અને પરીક્ષા પણ પાસ કરી. પણ મજબૂરીમાં ભણતર છોડવું પડ્યું, અને પછી તે પોતાના ગામમાં જ રહીને નાનું-મોટું કામ કરવા લાગ્યા. એમણે પોતાના જ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવવાનું શરુ કર્યું.

સુરત જેવા મોટા શહેર ની તાપી નદીમાં જળકુંભી ખુબ મોટી સમસ્યા છે મ્યુનિસિપાલીટી એની પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે મશીન પણ લગભગ ભાડે લે છે જેનું રોજનું ભાડું હજારો માં હશે જો અહી ની એન્જીનીયરીંગ કોલેજો ને જ સફાઈ અભિયાન અને મશીન બનાવવાનું સોંપી શકે છે પણ એમાં પછી રૂપિયા ખાવા નાં મળે બધું જ સસ્તું ને સારું થાય

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.