જલ્દી અને સ્વાદિષ્ટ શાક બનાવવું હોય તો બનાવો આ 5 શાક, લાગશે ફક્ત 10 મિનિટ

0
452

ઓછા સમયમાં સ્વાદિષ્ટ સ્વાદ આપશે આ 5 શાક, જાણો સરળ અને ઝડપી રેસિપી. ઘણી વખત સવારે ઉઠવામાં મોડું થઇ જાય છે. ત્યારે ઓછા સમયમાં ઓફીસ માટે તૈયાર થવું અને રસોડામાં જઈને આપણા માટે લંચ તૈયાર કરવું, એક સાથે શક્ય નથી બની શકતું. ત્યારે તે દિવસમાં તેનો લંચ સ્કીપ કરી દે છે. પરંતુ હવે એવું નહિ બને. આજે અમે તે 5 રેસીપી જણાવીએ છીએ, જે માત્ર 10 મિનીટમાં જ તૈયાર થઇ જાય છે. કેટલુ પણ મોડું ઉઠાય પરંતુ આપણું લંચ જરૂર બની જાય છે.

એવું તમારી સાથે પણ ક્યારેક તો જરૂર બનતું હશે. ત્યારે તમે પણ તમારું લંચ સ્કીપ કરવાને બદલે આ 5 શાક માંથી કોઈ એક બનાવી શકો છો. આ રીતે તમારે આખો દિવસ બહારનું ખાવું નહિ પડે અને ન તો તમે ભૂખ્યા રહેશો. તો આવો અમે તમને આજે થોડી એવી જ રેસીપીજ બતાવીએ છીએ, જે બનાવવામાં તમારે માત્ર 10 મિનીટ જ લાગશે.

10 મિનીટમાં બનતા આ 5 શાક :

જો ઓછા સમયમાં ટેસ્ટી શાક બનાવવું છે તો આ રહ્યા 5 સરળ વિકલ્પ

(1) તવા પનીર

(2) ફ્રાઈડ બટેટા

(૩) પનીર ભુર્જી

(4) દહીંના બટેટા

(5) ટમેટાનું શાક

શીખો સરળ રેસીપીસ : જયારે સમયનો અભાવ હોય છે તો માત્ર 10 મિનીટમાં બનાવો આ સરળ અને ટેસ્ટી શાક.

(1) તવા પનીર

સામગ્રી

250 ગ્રામ પનીર

1 ડુંગળી ઝીણી કાપેલી

1 ટમેટું ઝીણું કાપેલું

1 લીલું મરચું ઝીણું કાપેલું

1 ચમચી આદુ-લસણની પેસ્ટ

250 ગ્રામ દહીં

1 મોટી ચમચી ધાણા પાવડર

1 મોટી ચમચી હળદર પાવડર

1 મોટી ચમચી ગરમ મસાલા

1 મોટી ચમચી ઝીણી કાપેલી કોથમીર

સ્વાદ મુજબ મીઠું

તેલ

રીત : રાત્રે બધા શાકભાજી કાપીને ફ્રીજમાં રાખી લો. જો તમે સવારે તાજા શાકભાજી કાપી રહ્યા છો, તો ચોપરનો ઉપયોગ કરો. ત્યાર પછી પનીરને ચોરસ ટુકડામાં કાપી લો અને અલગ રાખી લો. હવે એક કડાઈમાં દઈ લો અને તેમાં બધા મસાલા, આદુ-લસણની પેસ્ટ, લીલા મરચા અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.

હવે ગેસ ઉપર કડાઈ ચડાવો અને તેમાં તેલ નાખો. જ્યારે તેલ ગરમ થઇ જાય તો કાપેલા શાકભાજીને ફ્રાઈ કરી લો. ત્યાર પછી દહીંના મિશ્રણમાં પનીરના ટુકડાને મેરીનેટ કરો. પછી પનીરના ટુકડાને તવા ઉપર બંને તરફથી શેકો. જયારે પનીર સોનેરી રંગનું થઇ જાય ત્યારે તેને કોથમીર સાથે પીરસો અને પરોઠા સાથે પીરસો.

(2) ફ્રાઈડ બટેટા

સામગ્રી

2 બાફેલા બટેટા

1 નાની ચમચી જીરું

1 નાની ચમચી ધાણા પાવડર

1 નાની ચમચી હળદર પાવડર

1 નાની ચમચી ગરમ મસાલા

1 નાની ચમચી આમચુર પાવડર

1 મોટી ચમચી કોથમીર ઝીણી કાપેલી

ચપટીભર હિંગ

સ્વાદ મુજબ મીઠું

તેલ

રીત : સૌથી પહેલા બાફેલું બટેટુ છોલી લો અને ચોરસ ટુકડામાં કાપી લો. ત્યાર પછી કડાઈને ગેસ ઉપર ચડાવો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે હિંગ અને જીરુંનો વઘાર કરો. હવે તમારે આ વઘારમાં બધા મસાલા નાખવાના છે. મસાલા જયારે શેકાઈ જાય ત્યારે તેમાં બાફેલા બટેટા નાખો. ત્યાર પછી મીઠું અને લીલી કોથમીરના પાંદડા નાખો. તમારૂ ફ્રાઈડ બટેટાનું શાક તૈયાર છે.

(3) પનીર ભુર્જી

સામગ્રી

200 ગ્રામ પનીર

1 નાની સાઈઝનું શિમલા મરચું ઝીણું કાપેલું

1 ડુંગળી ઝીણી કાપેલી

1 ટમેટું ઝીણું કાપેલું

1 નાની ચમચી જીરું

1 નાની ચમચી ધાણા પાવડર

½ નાની ચમચી હળદર પાવડર

1 નાની ચમચી ગરમ મસાલા

1 નાની ચમચી ચાટ મસાલા

1 મોટી ચમચી કોથમીર ઝીણી કાપેલી

ચપટીભર હિંગ

સ્વાદમુજબ મીઠું

તેલ

રીત : સૌથી પહેલા ચોપરની મદદથી ડુંગળી, ટમેટા અને શિમલા મરચાને અલગ અલગ ઝીણા કાપી લો. હવે પનીરને સારી રીતે મેશ કરીને અલગ કરી લો. ત્યાર પછી કડાઈને ગેસ ઉપર ચડાવો અને તેલ ગરમ કરો. ત્યાર પછી હિંગ અને જીરુંનો વઘાર કરો.

પછી તમે આ વઘારમાં ડુંગળી, શિમલા મરચું અને ટમેટાને ફ્રાઈ કરો. ત્યાર પછી આ મિશ્રણમાં બધા મસાલા નાખો અને તેને સારી રીતે શેકો. હવે તેમાં મેશ કરેલું પનીર નાખો અને સારી રીતે આ મિશ્રણની સાથે મિક્સ કરો. તમારી પનીર ભુર્જી પીરસવા માટે તૈયાર છે.

(4) દહીંના બટેટા

સામગ્રી

2 બટેટા બાફેલા

100 ગ્રામ દહીં

1 નાની ચમચી હળદર

1 નાની ચમચી ધાણા પાવડર

1 નાની ચમચી ગરમ મસાલા

½ ચમચી આમચુર પાવડર

½ નાની ચમચી બેસન

1 મોટી ચમચી લીલી કોથમીરના પાંદડા

ચપટીભર હિંગ

સ્વાદમુજબ મીઠું

ઘી

રીત : સૌથી પહેલા બાફેલા બટેટાને ઘી માં ફ્રાઈ કરી લો. હવે એક કડાઈમાં દહીં નાખો અને તેમાં બધા મસાલા નાખી દો. હવે ગેસ ઉપર કડાઈ ચડાવો અને તેમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ ગયા પછી હિંગ અને જીરુંનો વઘાર કરો. હવે તેમાં દહીંનું મિશ્રણ નાખો અને સારી રીતે તેને પકાવો. જયારે મસાલા સારી રીતે પાકી જાય તો તેના ફાઈડ બટેટા નાખો. પાણીની જરૂર હોય તો પણ નાખો. એક ઉભરો આવ્યા પછી કડાઈને ગેસ ઉપરથી ઉતારી લો.

(5) ટમેટાનું શાક

સામગ્રી

1 કપ ટમેટા ઝીણા કાપેલા

૩-4 લસણ ઝીણું કાપેલું

½ કપ નારીયેલનું છીણ

½ નાની ચમચી હળદર પાવડર

1 નાની ચમચી ધાણા પાવડર

1 નાની ચમચી ગરમ મસાલા

ચપટીભર હિંગ

ચપટીભર કાળા મરી

સ્વાદમુજબ મીઠું

રીત : સૌથી પહેલા ગેસ ઉપર કડાઈ ચડાવો અને તેમાં તેલ નાખો. જયારે તેલ ગરમ થઇ જાય તો તેમાં હિંગ અને જીરું નાખો. ત્યાર પછી કડાઈમાં ટમેટા નાખો અને તેને સારી રીતે તળી લો. ત્યાર પછી મસાલા નાખો અને તેને સારી રીતે શેકી લો. હવે આ મિશ્રણમાં છીણેલું નારીયેલ અને મીઠું નાખો અને થોડું પાણી નાખીને શાકને પકાવો. ત્યાર પછી તમારું ટમેટાનું શાક પીરસવા માટે તૈયાર છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.