જાન આવવામાં થયું મોડું તો નવવધૂએ શોધી લીધો બીજો વરરાજો

0
1049

લગ્નની સીઝન શરુ થઈ ગઈ છે, એવામાં તમને કોઈ અજીબો ગરીબ કિસ્સો સાંભળવા મળી જ જશે. ક્યારેક વરરાજો ભાગી ગયો તો ક્યારેક નવવધૂ. કયારેક નવવધૂ ધરણા પર બેસી જાય છે, તો ક્યારેક નવવધૂ ગુસ્સામાં જાન પાછી મોકલી દે છે. એવા ઘણા કિસ્સા સમાચારની હેડલાઈનમાં પોતાની જગ્યા બનાવી લે છે, પણ બિજનૌરમાં તો કાંઈક અલગ જ કાંડ થઈ ગયો.

ઉત્તર પ્રદેશના બિજનૌરથી કાંઈક આજ રીતનો અજીબો-ગરીબ મામલો સામે આવ્યો છે. વરરાજો જાન લઈને મોડો પહોંચ્યો, તો નવવધૂએ પોતાના માટે બીજો વરરાજો શોધી લીધો. આ અનોખો મામલો બિજનૌરના નાંગલજાટ ગામનો જણાવવામાં આવી રહ્યો છે.

હકીકતમાં, જાન પહોંચવાનો સમય બપોરે 2 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો, પણ જયારે જાન મોડી સાંજ સુધી પણ નવવધૂના ઘરે ન પહોંચી તો કન્યા પક્ષ વાળા ઘણા નારાજ થઈ ગયા. બસ પછી શું છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી.

એક રિપોર્ટ અનુસાર, જાન મોડી પહોંચવાનું મુખ્ય કારણ વર પક્ષ દ્વારા કરવામાં આવી રહેલી દહેજની ડિમાન્ડ જણાવવામાં આવી રહી છે. જાન નીકળવાની સાથે જ વર પક્ષ તરફથી સતત દહેજની માંગ કરવામાં આવી રહી હતી. વરરાજાના પરિવારજનો તરફથી બાઈક અને રોકડ રકમની માંગ કરવામાં આવી રહી હતી, પણ કન્યા પક્ષ વાળા દહેજ આપવામાં અસમર્થ હતા.

બીજી તરફ વર પક્ષનું કહેવું છે કે, તેઓ જેવા જ લગ્ન સ્થળ પર પહોંચ્યા તો કન્યા પક્ષના લોકોએ એમની સાથે મારપીટ શરૂ કરી દીધી. આ દરમિયાન ઘણા જાનૈયાઓને એક રૂમમાં બંધક પણ બનાવવામાં આવ્યા.

પોલીસનું કહેવું છે કે, મામલો દોઢ મહિના જૂનો છે. બંને પક્ષ ફરિયાદ લઈને અમારી પાસે આવ્યા હતા. આ દરમિયાન નવવધૂએ સ્પષ્ટ રીતે સાસરે જવાની ના પાડી દીધી. એ પછી અમે પરસ્પર સહમતીથી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દીધું.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.