આ હતી ઈતિહાસની સૌથી સુંદર સ્ત્રી, જેને દુનિયાએ જ મારી નાખી, જાણો એના વિષે થોડી વાતો.

0
1829

જયારે પણ સુંદરતાની વાત આવે ત્યારે દરેક સ્ત્રી અને પુરુષના મનમાં કોઈને કોઈ સુંદર મહિલાની જ છબી બનતી હોય છે. અને ભારતની સ્ત્રીઓની સુંદરતાની ચર્ચા તો આખી દુનિયામાં છે. કારણ કે ભારતીય સ્ત્રીઓના સોંદર્યને જોઈને તો સારા-સારા દંગ રહી જાય છે.

ભારતમાં વર્તમાનમાં ઘણી બધી સુંદરીઓ છે અને ભૂતકાળમાં પણ ઘણી બધી સુંદરીઓએ ભારતની ધરતી પર જન્મ લીધો છે. પણ એમાંથી થોડી સુંદરીઓએ સમાજને કારણે જ પોતાની જીવન લીલા સમાપ્ત કરી દીધી હતી. મિત્રો આજે અમે તમને ભારતના ઈતિહાસની એક એવી જ સુંદર સ્ત્રી વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું સ્વરૂપ જ એના મૃત્યુનું કારણ બની ગયું હતું.

રાણી રૂપમતીની વાર્તા :

જણાવી દઈએ કે ભારતના ઈતિહાસની સૌથી સુંદર રાણીઓની વાત કરવામાં આવે તો એમાં રાણી રૂપમતીનું નામ પણ આવે છે. અને આજે પણ તેમની વાર્તા વાંચવામાં આવે છે. એ વાર્તા અનુસાર, ભાંડુના એક ખેડૂતની દીકરી હતી રૂપમતી. જેવું એનું નામ હતું એવા જ એના ગુણ પણ હતા. તે ઘણી જ સ્વરૂપવાન સ્ત્રી હતી. સુંદર હોવાથી સાથે સાથે તે સંગીત કળામાં પણ નિપુણ હતી.

એ સમયે ભાંડુના છેલ્લા સ્વતંત્ર શાશક હતા બાજ બહાદુર, અને તેમણે પણ રૂપમતી વિષે ઘણું સાંભળ્યું હતું. એક દિવસ તેમણે રૂપમતીને પોતાના મહેલમાં બોલાવી અને એની સંગીત કળા રજુ કરવા કહ્યું. અને રાજા રૂપમતીના સોંદર્ય અને એની સંગીત કળાથી પ્રસન્ન થયા, અને તેમણે તેની સાથે લગ્ન કરી લીધા.

જયારે બાદશાહ અકબરને રાણી રૂપમતીના સોંદર્ય વિષે ખબર પડી, તો તે પણ તેને મેળવવાની ઈચ્છા રાખવા લાગ્યો. તેણે બાજ બહાદુરને પત્ર લખ્યો કે રૂપમતીને પોતાની સેવામાં મોકલી દેવામાં આવે. તે વાત ઉપર બાજ બહાદુરને ઘણો ગુસ્સો આવ્યો અને તેમણે અકબરને વળતો પત્ર લખ્યો કે, તે એવું કરશે નહિ.

પોતાના આદેશનું ઉલ્લંઘન કરતો પત્ર મેળવીને અકબર ગુસ્સાથી લાલ થઈ ગયો. ત્યારબાદ અકબરે પોતાના સેનાપતિ આજમ ખાનને આદેશ આપ્યો કે, તે માલવા ઉપર તરત આક્રમણ કરે અને રૂપમતીને બંધી બનાવીને તેમની સામે રજુ કરે.

પોતાના બાદશાહનો હુકમ મળતા જ આજમ ખાને પોતાની વિશાળ સેના સાથે બાજ બહાદુર ઉપર આક્રમણ કરી દીધું. એક તરફ બાજ બહાદુરની નાની સેના હતી જેમણે અકબરની વિશાળ સેનાનો મુકાબલો કરવાનો હતો. અને બાજ બહાદુરની સેનાએ અકબરની સેનાનો મક્કમતા પૂર્વક સામનો કર્યો, પણ તે યુદ્ધમાં હારી ગયા. આજમ ખાનને તેમણે બંધી બનાવી લીધા.

રૂપમતીએ પૂરું કર્યુ પોતાનું જીવન :

યુદ્ધમાં વિજય મેળવી અને બાજ બહાદુરને બંદી બનાવ્યા પછી, જ્યારે આજમ ખાન રૂપમતીને લઈ જવા માટે તેની પાસે જવા લાગ્યો, ત્યારે રૂપમતીએ ઝેર પી ને પોતાની જીવન લીલાને સમાપ્ત કરી લીધી. અકબરને જયારે આ વાતની ખબર પડી તો તેને પણ ઘણો આઘાત લાગ્યો, અને તેણે રૂપમતી માટે મકબરો બનાવરાવી દીધો.

ત્યારબાદ બાજ બહાદુરને પણ સમ્માન સાથે તેમના રાજ્યમાં પાછા મોકલી દેવામાં આવ્યા. જયારે બાજ બહાદુર પાછા માલવા પહોંચ્યા તો તેમણે રૂપમતીના મકબરા ઉપર માથું પછાડી પછાડીને પોતાના પ્રાણ ત્યાગી દીધા. આજે પણ મધ્યપ્રદેશમાં આ બન્નેના મકબરા રહેલા છે.

રાણી રૂપમતીની વાર્તા રાણી પદ્માવતી સાથે ઘણી મળતી આવે છે. રાણી રૂપમતીની જ જેમ રાણી પદ્માવતી ઉપર પણ ખીલજીની ખરાબ દ્રષ્ટિ પડી ગઈ હતી અને તેમણે તેને મેળવવા માટે યુદ્ધ કરી દીધું હતું. યુદ્ધમાં રાણી પદ્માવતીના પતિની જ હાર થઈ અને ખીલજીની પાસે ન જવા માટે રાણી પદ્માવતીએ પણ આત્મદાહ કરી લીધો. અને ઈતિહાસમાં ન જાણે કેટલીય સુંદર સ્ત્રીઓને પોતાના રૂપની કિંમત ચૂકવવી પડી હતી.