આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયક રહેશે, આનંદ ઉલ્‍લાસનો દિવસ છે.

0
231

કર્ક : ગણેશજી કહે છે કે આજે આ૫નો દિવસ મધ્‍યમ ફળ આ૫નાર નીવડશે. આજે આ૫ને ચિત્તમાં ગ્‍લાનિનો ભાવ હશે. જે કોઇપણ કામ કરો તેમાં આ૫ને સંતોષ ન મળે તેથી મનમાં અસંતોષની લાગણી પ્રવર્ત્‍યા કરે. શારીરિક આરોગ્‍ય સારૂં ન રહે. જમણી આંખમાં તકલીફ થાય. પરિવારના સભ્‍યો સાથે ગેરસમજ ઉભી થાય. આ૫નું માનસિક વલણ નકારાત્‍મક રહેશે. વિદ્યાર્થીઓને ભણવામાં સફળતા ન મળે. કોઇપણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની ગણેશજીની સલાહ છે. ખર્ચ પર અંકુશ રાખવો.

કન્યા : ગણેશજી કહે છે કે આજે આ૫નો દિવસ શારીરિક અને માનસિક ચિંતાના બોજ હેઠળ પસાર થશે એમ ગણેશજી જણાવે છે. આજે કોઇની સાથે આપના અહમનો ટકરાવ ન થાય તે બાબતે ખાસ સંભાળવું. કોર્ટ કચેરીથી સાવધાન રહેવું. આકસ્મિક ધન ખર્ચ થાય. મિત્રો સાથે અણબનાવ ન થાય તેનો ખ્‍યાલ રાખવો. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. શાંત મગજથી કામ લેવું. સ્‍વભાવમાં ઉશ્‍કેરાટથી કામ બગડવાની શક્યતા છે. માનસિક બેચેની રહે. તંદુરસ્‍તી બગડે નહીં તેનું ધ્યાન રાખવું. નોકરીયાતોએ હાથ નીચેના માણસોથી સંભાળવું.

વૃશ્ચિક : આજનો દિવસ શુભફળદાયક હોવાનું ગણેશજી કહે છે. આજે આ૫ના ગૃહસ્‍થ જીવનમાં આનંદ ઉલ્‍લાસ વ્‍યાપ્‍ત રહે. આ૫ના દરેક કાર્યો વિના અવરોઘે પાર પડે. માન સન્‍માનના હકદાર બનો. નોકરીમાં વ્‍યવસાયમાં ૫દોન્‍નતિ થાય. ઉચ્‍ચ અધિકારીઓ તેમજ વડીલોની કૃપાદૃષ્ટિ રહે. આરોગ્‍ય સારૂં રહે. ધનલાભના યોગ છે. વેપારીઓને વેપાર અર્થે બહારગામ જવાનું બને. ઉઘરાણી થકી આવક વધે. મિત્રો સંબંધીઓથી ફાયદો થાય. સંતાનોની સંતોષકારક પ્રગતિ થાય.

મકર : ગણેશજી કહે છે કે નોકરી વ્‍યવસાય અંગે આજે પરિસ્થિતિ અનુકૂળ બની રહેશે. ઓફિસમાં વહીવટી કાર્ય આ૫ કુનેહતાપૂર્વક કરી શકો. વ્‍યવહારિક કે સામાજીક કાર્ય અંગે અચાનક બહારગામ જવાના સંજોગો ઊભા થાય. ખાવા- પીવામાં, હરવા- ફરવામાં ધ્યાન રાખવું. આકસ્મિક ધનખર્ચ થાય. ભાગીદારો સાથે આંતરિક મતભેદો વધે. ઢીંચણમાં પીડા થાય. ગુસ્‍સાથી દૂર રહેવું. નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. નવા કામની શરૂઆત આજે ન કરવી.

મીન : આ૫નો આજનો દિવસ આ૫ના માટે શુભ ફળદાયી છે એમ ગણેશજી કહે છે. આજે આ૫ દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ ધરાવતા હશો. આરોગ્‍ય જળવાશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. રોજિંદા કાર્યો સારી રીતે કરી શકો. હરીફો સામે વિજય મળે. સ્‍વભાવમાં ઉગ્રતા રહે. તેથી સંભાળીને બોલવું અને વર્તવું. મોસાળ પક્ષમાંથી કોઇ સમાચાર મળે. સહકાર્યકરો અને હાથ નીચેના માણસોનો સાથ મળે.

વૃષભ : ગણેશજી કહે છે કે આપનો આજનો દિવસ મઘ્‍યમ રહેશે. આજે આ૫ કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને પૂરતા આત્‍મવિશ્વાસથી કરી શકશો. આજે પિતાથી સંપત્તિથી લાભ થવાનો યોગ છે. કુટુંબમાં પણ પિતાના પક્ષે વ્‍યવહાર થાય. કલાકારો અને રમતવીરો માટે ખૂબ સારો દિવસ છે. આજના દિવસે તેમની પ્રતિભા અને ૫રફોર્મેન્‍સ દેખાડવાનો મોકો મળશે. સંતાનો પાછળ ખર્ચ કે રોકાણ થાય.

સિંહ : ગણેશજી કહે છે કે આપનો આજનો દિવસ શુભ ફળ આ૫શે. આજે આ૫ આત્‍મવિશ્વાસથી ભરપૂર હશો અને દરેક કામ દૃઢ નિર્ણયશક્તિ સાથે કરી શકશો. સરકારી કાર્યોમાં અથવા સરકાર તરફથી લાભ થાય. પિતા કે વડીલોનો સાથ સહકાર મળી રહેશે. સામાજિક ક્ષેત્રે માન સન્‍માન મળે. વર્તનમાં ઉગ્રતા ન રાખવી. આજે ક્રોધાવેશનું પ્રમાણ વઘારે રહે. આરોગ્‍યમાં પેટને લગતી તકલીફો થાય. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. સમગ્ર દિવસ આનંદમાં પસાર થાય.

ધનુ : જાહેરમાં સ્‍વમાનભંગ ન થાય તેની કાળજી રાખવી. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સુખદાયક બનાવો બને. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં નડતર આવે. નોકરી વ્‍યવસાયમાં આપની કામગીરીની પ્રશંસા થાય. ઉ૫રીઓ દ્વારા કામની કદર થાય જેથી આપ વધુ પ્રોત્‍સાહિત થશો.

મેષ : ગણેશજી કહે છે આ૫નો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડે. આજે આ૫નું સ્‍વાસ્‍થ્‍ય કદાચ નરમગરમ રહે. આ૫ તન અને મનથી થાક મહેસૂસ કરો. બની શકે તો પ્રવાસ યાત્રા આજે ટાળવો. જીદ્દી વલણ ટાળવું. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું. પેટને લગતાં દર્દ થવાની શક્યતા છે. સંતાનોના પ્રશ્ન અંગે ચિંતા રહે. આજે કોઇપણ કાર્યમાં સફળતા મળે. કામની વઘુ પડતી ભાગદોડમાં ૫રિવાર માટે ઓછો સમય ફાળવી શકશો. ૫રિણામે કુટુંબીજનો સાથે મનદુ:ખ ઊભું ન થાય તે જોવું.

મિથુન : ગણેશજીની કૃપાથી આજનો દિવસ આ૫ના માટે સારો અને લાભકારક નીવડશે. મિત્રો, ભાઇભાંડુઓ અને પડોશીઓ સાથેના આ૫ના સંબંધો સુમેળભર્યા રહે. આર્થિક બાબતો માટે આજે તમે વઘુ સજાગ રહો. રોકાણકારોએ સાવચેતીપૂર્વક તેમનું મૂડી રોકાણ કરવું. આજે આ૫ના વિચાર સ્થિર ન રહેતાં તેમાં ઝડપી ફેરફારો થઇ શકે છે. આજે તન મનથી તાજગી સ્‍ફૂ‍ર્તિ અનુભવાય. નવા કાર્યોના શુભારંભ માટે સારો દિવસ છે. વિરોધીઓને મહાત કરી શકો. એકંદરે આજનો દિવસ ભાગ્‍યવૃદ્ઘિ અને આનંદ ઉલ્‍લાસનો દિવસ છે.

તુલા : આ૫નો આજનો દિવસ ખૂબ જ ફળદાયક નીવડશે એમ ગણેશજી કહે છે. આજે આ૫ને જુદાજુદા ક્ષેત્રે લાભ થવાના યોગ છે. દોસ્‍તો સાથે મિલન મુલાકાત અને એકાદ મનોહર સ્‍થળે પર્યટન થવાની શક્યતા છે. ગૃહસ્‍થજીવનમાં પુત્ર અને પત્‍નીથી સુખની પ્રાપ્તિ થશે. ધનપ્રાપ્તિના યોગ છે. આજે આ૫ની આવકમાં વૃદ્ઘિ થવાના યોગ છે. વેપારીવર્ગને વેપારમાં સારો લાભ મળે. સ્‍ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય.

કુંભ : આજે આપનામાં દૃઢ મનોબળ અને આત્‍મવિશ્વાસ છલકાતો દેખાશે. પ્રણય અને રોમાંસ આપના દિવસને રંગીન અને મોજીલો બનાવશે. વિજાતીય વ્‍યક્તિઓ સાથે ઓળખાણ થાય કે મિત્રતા બંધાય. નાની મુસાફરી કે આનંદદાયક પર્યટન થાય. ભાવતા ભોજન અને નવા વસ્‍ત્રોથી આનંદ મળશે. પરિણિત દંપતીઓને ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. જાહેરમાં આ૫ના માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય. વાહન સુખ પ્રાપ્‍ત થાય. ભાગીદારીમાં લાભ થાય. ગણેશજીના આશીર્વાદ આ૫ની સાથે છે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.