બોલીવુડ ઇન્ડસ્ટ્રી સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. અને ભારતની સાથે સાથે વિદેશોમાં પણ બોલીવુડની ફિલ્મો લોકોના દિલ જીતી રહી છે. અને દેશ વિદેશમાં ધીમે ધીમે બોલીવુડ ફિલ્મોનો ક્રેઝ વધતો જ જઈ રહ્યો છે. અને હાલના દિવસોમાં બોલીવુડમાં નવા નવા કલાકાર પોતાનો અભિનય રજુ કરી રહ્યા છે. અને ધીમે ધીમે તેઓ પણ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કબજો જમાવી રહ્યા છે, અને દર્શકો વચ્ચે પોતાની એક આગવી છાપ ઉભી કરી રહ્યા છે.
વર્તમાન સમયની વાત કરીએ, તો બોલીવુડમાં જે ફ્રેશ ટેલેન્ટે ચારે બાજુ ધૂમ મચાવી છે, તે છે ઈશાન ખટ્ટર અને જાહનવી કપૂર. એ તો તમે જાણો જ છો કે જાહનવી કપૂર સ્વ. અભિનેત્રી શ્રીદેવીની મોટી દીકરી છે. અને ઈશાન ખટ્ટર શાહિદ કપૂરનો ભાઈ છે. બોલીવુડ ફિલ્મ ‘ધડક’ થી જાહનવી કપૂરે ડેબ્યું કર્યુ છે.
જાહનવી અને ઈશાનની આ ફિલ્મે બોક્સ ઓફીસ ઉપર સારી એવી કમાણી કરી છે. અને આ ફિલ્મે ઘણા ડેબ્યુ ફિલ્મના રેકોર્ડ તોડી નાખ્યા છે. જાહનવીની આ પહેલી ફિલ્મ છે, જો કે ઈશાને જાણીતા નિર્દેશક મજીદ દ્વારા નીર્દેશીત ફિલ્મ ‘બેયોન્ડ દ કલાઉડસ’ (૨૦૧૭) માં એક મુખ્ય અભિનેતા તરીકે પોતાનું કેરીયર શરુ કર્યુ હતું.
આ ફિલ્મનું પ્રીમીયર ૨૦૧૭ માં બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટીવલમાં થયેલું હતું. અને નેશનલ એવોર્ડ વિનર એવી મરાઠી સુપર હીટ ફિલ્મ ‘સેરાટ’ ની ઓફિશીયલ રીમેક ‘ધડક’ છે. અને તમે બધાએ એ ફિલ્મ જોઈ જ હશે. આ ફિલ્મની વાર્તા જાતિ વ્યવસ્થા વચ્ચે ફેલાયેલી લવ-સ્ટોરી ઉપર આધારિત છે. ‘સેરાટ’ નું નિર્દેશન નાગરાજ મંજુલે કર્યું હતું.
ફિલ્મ ધડકમાં પોતાના અભિનય દ્વારા લોકોના દિલ જીતનાર ઈશાન ખટ્ટર આજકાલ સમાચારોમાં છવાયેલા રહે છે. ઈશાન શાહિદ કપૂરના નાના ભાઈ છે અને તેની જ પ્રેરણા છે. આમ તો ઓન સ્ક્રીન ઈશાન અને જાહનવીની જોડી ઘણી જ સારી લાગી રહી છે. પણ આજે અમે તમને ઈશાન ખટ્ટરની અસલ જીવનની ગર્લફ્રેન્ડ વિષે જણાવવાના છીએ.
જાણકારી માટે જણાવી દઈએ કે ઈશાનનું અફેયર આયશા કપૂર સાથે છે. આયશા ૨૩ વર્ષની છે અને ઈશાન ૨૨ વર્ષનો છે. આયશાના બોલીવુડ કેરિયરની વાત કરીએ, તો આમ તો એટલી મોટી સ્ટાર નથી. પણ તે બોલીવુડની થોડી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. અને હજુ સુધી તેને બોલીવુડમાં એટલી સફળતા નથી મળી કે જેથી તે પોતાની અલગ ઓળખ બનાવી શકે. પરંતુ એણે હજુ સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે, જેમાં બ્લેક અને સિકંદર જેવી ફિલ્મો રહેલી છે.
જાણકારી માટે જણાવી દઈએ કે, ફિલ્મ બ્લેકમાં રાની મુખર્જીનું બાળપણનું પાત્ર આયશાએ ભજવ્યું હતું. આ ફિલ્મ માટે તેને સહાયક અભિનેત્રીનો ફિલ્મ ફેયર એવોર્ડ પણ મળ્યો હતો. પણ એમણે જોઈએ એટલી સફળતા મળી નહિ. તેની પડદા ઉપર આવેલી એક ફિલ્મ લોકો વચ્ચે કોઈ વિશેષ અસર ન બતાવી શકી, જેને કારણે તે લોકો વચ્ચે પોતાની અલગ ઓળખ ઉભી કરવામાં નિષ્ફળ ગઈ હતી.
પણ ઈશાન અને આયશાના રીલેશનના સમાચારો ઘણા વધારે ફરતા રહે છે. પણ હાલમાં ઈશાન પોતાનું કેરિયર આગળ વધારવામાં લાગ્યો છે. અને તેને કારણે જ તે હાલમાં કોઈપણ પ્રકારની રિલેશનશિપમાં નથી આવવા માંગતો. આ બંનેની જોડી ઘણી સરસ લાગી રહી છે. ભગવાન કરે એમની જોડી કાયમ માટે બની રહે.