17 વર્ષ પછી ઈશાએ ખોલ્યું રહસ્ય, પિતા ધર્મેન્દ્રએ આજ સુધી નથી જોઈ એમની ફિલ્મો

0
1930

ઈશા દેઓલે પાછલા દિવસોમાં શોર્ટ ફીચર ફિલ્મ ‘કેકવૉક’ થી એક્ટિંગમાં કમબેક કર્યું છે. રામ કમલ મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માટે ઈશાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. આ ઉપલબ્ધી પર ઈશાની માં હેમા માલિની અને પિતા ધર્મેન્દ્રએ પણ એને શુભકામના આપી.

પપ્પા ધર્મેન્દ્ર દ્વારા અભિનંદન આપવા પર ઈશાએ 17 વર્ષ પછી એક મજેદાર વાતનો ખુલાસો કર્યો છે. એમણે કહ્યું, ‘પપ્પાએ પહેલી વાર મારા કામ માટે મને અભિનંદન આપ્યા છે. એમણે આજ સુધી મારી એકપણ ફિલ્મ જોઈ નથી. મને લાગે છે કે મારી કેકવૉક પહેલી ફિલ્મ છે જેને પપ્પાએ જોઈ અને પસંદ કરી હશે. એક દીકરી માટે એના પપ્પાની શુભકામના જ સૌથી મોટો એવોર્ડ હોય છે.’

હેમા માલિનીની બાયોગ્રાફી ‘બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હકીકતમાં, ઈશાના પપ્પા એક્ટર ધર્મેન્દ્ર એવું ઈચ્છતા ન હતા કે, ઈશા ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવે. બાયોગ્રાફી અનુસાર ‘કોઈ મેરે દિલ સે પૂછે’ ફિલ્મમાં બોલીવુડ ડેબ્યુ કર્યા પછી 6 મહિના સુધી ધર્મેન્દ્રએ ઈશા સાથે વાત કરી ન હતી.

જણાવી દઈએ કે, કેકવૉકને 11 ઈન્ટરનેશનલ એવોર્ડ મળી ચુક્યા છે. સાથે જ 26 નેશનલ-ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ફિલ્મ નોમિનેટ થઈ ચુકી છે. કેકવૉકની સાથે ઈશાનું એક્ટિંગ કરિયર ધીમે ધીમે પાછું પાટા પર આવી રહ્યું છે. હાલમાં જ ઈશાએ MTVIWM BUZZ માં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો.

એના સિવાય સોસાયટી આઈકોનિક ઈંડિયન એવોર્ડમાં પણ એમને એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. કેકવૉક લંડનમાં આવેલા બીબીસી સ્યુડિયોઝમાં આમંત્રિત કરવામાં આવેલી પહેલી ફિલ્મ છે.

આમ તો ઈશા દેઓલના ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે, તો તેમને એટલી સફળતા નથી મળી જેટલી ધર્મેન્દ્ર, હેમા માલિની, સની દેઓલ અને બોબી દેઓલને મળી છે. ઈશાની મુખ્ય હિરોઈન વાળી લગભગ કોઈ ફિલ્મ સુપરહિટ રહી નથી.

એ કારણે એમણે બોલીવુડથી અંતર બનાવી લીધું હતું. અને ઘણા વર્ષો પછી તેમની આ શોર્ટ ફીચર ફિલ્મ આવી છે, અને તેને સારો પ્રતિભાવ મળી રહ્યો છે. હવે દર્શકો એ જાણવા માગશે કે, ઈશા દેઓલ કોઈ મોટી ફિલ્મ કરે છે કે નહિ, અને કરે છે તો તેને સફળતા મળે છે કે નહિ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.