શું તમારી રાશિ વાયુ તત્વની રાશિ છે? તો જાણો પોતાના વ્યક્તિત્વના રહસ્યો વિષે.

0
250

વાયુ તત્વની રાશિના લોકો ગ્રેટ કોમ્યુનિકેટર તો હોય છે પણ એક જગ્યા પર ટકીને નથી રહી શકતા, જાણો તેમના વિષે વિસ્તારથી. શું તમે કે તમારા કોઈ પ્રિય વ્યક્તિ કોઈ એક જગ્યાએ ટકી નથી રહેતા? શું તમારા કે તમારા કોઈ મિત્રને ફરવાનું વધુ ગમે છે? શું તમે કે તમારા કોઈ મિત્ર વારંવાર તેમના વિચાર બદલે છે. તો આવા ગુણ વાયુ તત્વના કારણે હોઈ શકે છે.

રાશિચક્રની તમામ 12 રાશિઓ પૃથ્વી, અગ્નિ, વાયુ અને જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તમામ તત્વો માટે ત્રણ રાશિ નિર્ધારિત કરવામાં આવી છે. અને તે તત્વોના આધારે આપણા વર્તન નક્કી થાય છે. આજે આપણે વાયુ તત્વની રાશિઓની વાત કરીશું. આપણે જાણીશુંને રાશિનું વાયુ તત્વની હોવાનું કારણ શું છે? તમારી રાશિ વાયુ તત્વની છે તો તમારી વિશેષતા શું છે? તે કઈ નબળાઈ છે જે તમને આગળ વધવાથી રોકે છે.

વાયુ તત્વની રાશિઓ – મિથુન, તુલા અને કુંભ : રાશિચક્રની 12 રાશિઓમાં વાયુ તત્વની રાશિઓ મિથુન, તુલા અને કુંભ છે. આ ત્રણ રાશિઓના ગુરુ બુધ, શુક્ર અને શની છે. વૈદિક જ્યોતિષમાં બુધ, શુક્ર અને શનીનો સંબંધ ઘણો સારો માનવામાં આવે છે. સ્પષ્ટ છે કે જો તમે મિથુન, તુલા અને કુંભ રાશિના છો, તો તમારા માટે સારા મિત્ર મિથુન, તુલા અને કુંભ રાશિના હોઈ શકે છે.

આમ તો ત્રણ રાશિના લોકોમાં સ્વભાવગત થોડું અંતર જરૂર હોય છે. જેમકે મિથુન રાશિના લોકો દ્વિસ્વભાવના હોય છે. તુલા રાશિના લોકો ચર હોય છે એટલે કે તેમને હરવું-ફરવું એટલે કે ફરવાનું વધુ ગમે છે. અને કુંભ રાશિના લોકો થોડા સ્થિર પ્રકૃતિના હોય છે. આમ તો વાયુ તત્વ હોવાને કારણે ત્રણેયના અમુક ગુણ સમાન હોય છે. આવો ચર્ચા કરીએ વાયુ તત્વની રાશિના બીજા ગુણોની.

વાયુ તત્વની રાશિઓ – વાતચીતમાં નિપુણ : વાયુ તત્વની રાશિ સાથે જોડાયેલા લોકો વાતચીત કરવામાં ઘણા નિપુણ હોય છે. તમામ 12 રાશિઓમાં મિથુનને ગ્રેટ કોમ્યુનિકેટર કહેવામાં આવે છે. વાયુ તત્વ સાથે જોડાયેલા મિથુન રાશિના લોકો દરેક વિષયની વાતચીત કરવાનું પસંદ કરે છે. તે જો કોઈ ગ્રુપ ડિસ્કશનમાં પાર્ટીસીપેટ કરે છે, તો તે વિષયની તૈયારી કરીને જાય છે. આમ તો જો તેમણે તૈયારી નથી કરી હોતી, તો તેઓ ગ્રુપ ડિસ્કશનનો વિષય બદલવાની ક્ષમતા ધરાવે છે.

તુલા રાશિના લોકો પણ વાયુ તત્વના હોવાને કારણે વાતચીત કરવાનું પસંદ કરે છે. આમ તો તે વાતચીતમાં ઘણી સંયમતા રાખે છે, અને હંમેશા વાતચીતમાં બેલેન્સ કરીને ચાલે છે. કુંભ રાશિની વાત કરીએ તો વાયુ તત્વના હોવાને કારણે તેમને પણ વાતચીત કરવાનું ગમે છે. હંમેશા લોકો તેમની સાથે પોતાના સીક્રેટ્સ શેયર કરવા માંગે છે. તે ક્યારેય પણ કોઈના સિક્રેટસ કોઈ બીજા સાથે શેયર નથી કરતા.

વાયુ તત્વની રાશિઓ – પ્રશ્ન પૂછવામાં હોંશિયાર : વાયુ તત્વ સાથે જોડાયેલી રાશિઓ મિથુન, તુલા અને કુંભના લોકો ઘણા જિજ્ઞાસુ પ્રકૃતિના હોય છે. તે દરેક વાતના ઉત્તર શોધવા માંગે છે. ઘણી વખત તે પોતાને પ્રશ્ન પૂછે છે અને જ્યાં સુધી તેનો ઉત્તર નથી મળતો, તેઓ બેચેન રહે છે. મિથુન રાશિના લોકો પાસે ગજબની કલ્પના શક્તિ હોય છે, અને તે કારણે તેમના મનમાં નવા નવા પ્રશ્નો આવે છે. અને તુલા રાશિના લોકો પણ સમાધાન ન મળવા સુધી પ્રશ્ન પૂછતાં રહે છે. કુંભ રાશિના લોકો તેમના પ્રશ્નોના જવાબ જાતે જ શોધવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત તે લોકો ઘણી દાર્શનિક વસ્તુઓ વિષે પણ વિચારવા લાગી જાય છે.

વાયુ તત્વની રાશિઓ – સમજવામાં સરળ નથી : વાયુ તત્વ સાથે જોડાયેલા લોકોને સમજવા ઘણા મુશ્કેલ હોય છે. આમ તો તેઓ પોતાના મનમાં કોઈ વાતને લઇને એક ઓપીનીયન રાખે છે, પરંતુ ઘણી વખત તેઓ પોતાની વાતોથી લોકોને એટલા વધુ મૂંઝવી દે છે કે, કોઈ પણ તેમને સરળતાથી નથી સમજી શકતા. તેમની આ ટેવને કારણે મિથુન, તુલા અને કુંભ રાશિના લોકોને સમજવા સરળ નથી.

વાયુ તત્વની રાશિઓ – નિયંત્રણમાં નથી રહેતા અને એડવેંચર કરે છે પસંદ : વાયુ તત્વની ત્રણ રાશિઓ મિથુન, તુલા અને કુંભના લોકોને નિયંત્રણમાં રાખવા સરળ નથી હોતા. તે એક સ્થળે ટકી નથી શકતા. તેઓ કોઈનું વધુ દબાણ સહન કરી શકતા નથી. જો કોઈ તેમને નિયંત્રણમાં રાખવા માંગે છે, તો તેઓ ઘણા જલ્દી ગુસ્સે થઇ જાય છે.

ઘણી વખત તેમના મોઢેથી એવી વાત પણ નીકળી જાય છે, જેનાથી સંબંધ તુટવાનો ડર ઉભો થાય છે. વાયુ તત્વ સાથે જોડાયેલી ત્રણ રાશિના લોકો એડવેંચરને વધુ પસંદ કરે છે. તે બાબતમાં તે અગ્નિ તત્વ સાથે જોડાયેલી રાશિઓનો સારો એવો સાથ આપે છે. એડવેંચર ટ્રીપ ઉપર જવા માટે જો તમે વાયુ તત્વ સાથે જોડાયેલા લોકોને અપ્રોચ કરો છો, તો તે ક્યારેય તેના માટે ના નહિ કહે.

વાયુ તત્વની રાશિઓ – નકારાત્મક ગુણ : વાયુ તત્વની રાશિઓ મિથુન, તુલા અને કુંભના લોકોમાં ઘણા નકારાત્મક ગુણ હોય છે. ઘણી વખત તેઓ પોતાની વાતો ઉપર એટલા આઈડલ વલણ અપનાવે છે કે, બીજા તે વાતથી ઘણા નારાજ થઇ જાય છે. તે નવા મિત્ર બનાવવામાં નિપુણ હોય છે, અને જયારે પણ તે કોઈ નવા મિત્ર બનાવે છે, તો તેમને ઈમ્પ્રેસ કરવા માટે જુના સંબંધોને દાવ ઉપર લગાવી દે છે. તે માગ્યા વગર સલાહ આપવામાં નિપુણ હોય છે.

એક સ્થળ ઉપર ન ટકી રહેવાની તેમની ટેવ ઘણી વખત તેમના આર્થિક વિકાસ માટે સારી નથી હોતી, અને ન તો તેમને કોઈ કંપનીમાં કોઈ લાંબો પ્રોજેક્ટ હેન્ડલ કરવા માટે આપવામાં આવે છે. તે લોકો હાઈપર એક્ટીવ હોય છે, અને ઘણી વખત અવ્યવહારિક અભિગમ ધરાવે છે. તે નિર્ણય લેવામાં ઘણા અસહજ રહે છે, અને તેમની એ વૃત્તિ બીજાને પણ કન્ફયુઝ કરે છે.

આ માહિતી ગણેશ સ્પીક્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.