જે લોકો ક્રૂઝમાં ફરવાનું સપનું જોઈ રહ્યા હતા તેમના માટે આઈઆરસીટીસી લાવ્યું જોરદાર પેકેજ, જાણો કયું?

0
197

IRCTC સાથે કરો સમુદ્રનો પ્રવાસ, આ તારીખથી લક્ઝરી ક્રુઝ લાઈનર થશે શરુ, જાણો કેટલાનું છે પેકેજ?

જો તમે ક્યાય ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) તમારા માટે એક ઉત્તમ ટુર પેકેજ લઈને આવ્યું છે. જ્યાં તમે સમુદ્રનો પ્રવાસ કરી શકશો. સમુદ્ર વચ્ચે લકઝરી ક્રૂઝમાં રહેવું દરેક માટે સપનું હોય છે. પણ કિંમત વધુ હોવાને કારણે મોટા ભાગમાં લોકો તેમાં પ્રવાસ નથી કરી શકતા.

પણ હવે IRCTC ભારતનું પહેલું સ્વદેશી ક્રૂઝ લાઈનર 18 ઓક્ટોબરથી શરુ કરવા જઈ રહ્યું છે. જ્યાં તમે ક્રૂઝ દ્વારા કેરળ, ગોવા, અને લક્ષ્યદ્વીપનો પ્રવાસ કરી શકશો. આઈઆરસીટીસીએ ક્રૂઝ પ્રવાસ માટે એક પ્રાઇવેટ કંપની કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia Cruises) સાથે કરાર કર્યો છે. તો આવો જાણીએ તે પેકેજ વિષે.

જાણો શું છે પેકેજ? આઈઆરસીટીસીના આ પેકેજનું નામ કેરલા ડીલાઈટ ક્રૂઝ ટુર છે. આ ટુર પેકેજ 5 રાત અને 6 દિવસ માટે છે. એટલે કે તમને 6 દિવસ સમુદ્ર વચ્ચે રહેવાની તક મળશે. આ ટુર હેઠળ તમને કોચીન ફોર્ટ, કેરળ બીચ, મુન્નાર જેવા સ્થળો ઉપર ફરવાની તક મળશે. તે ઉપરાંત Cordelia Cruise ઉપર તમે મનોરંજનના તમામ સાધનનો પણ આનંદ ઉઠાવી શકશો.

આ પેકેજમાં મળશે આ સુવિધાઓ : આઈઆરસીટીસીના આ પેકેજમાં તમને કોલકતાથી મુંબઈ અને કોચીનથી કોલકતા માટે ફ્લાઈટ મળશે. ક્રૂઝમાં પ્રવાસ કરતી વખતે તમે રેસ્ટોરન્ટ, બાર, સ્વીમીંગ પુલ, ઓપન સિનેમા, થીએટર, કિડ્સ એરિયા અને ઘણી મનોરંજન એક્ટીવીટીનો આનંદ માણી શકશો. જો કે તે દરમિયાન કો-વી-ડ-19 ના નિર્દેશોનું ધ્યાન રાખવામાં આવશે. તે ઉપરાંત અહિયાં જરૂરી મેડીકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

જાણો પેકેજની કિંમત : આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, જો તમે કુટુંબ સાથે પ્રવાસ કરી રહ્યા છો તો ભાવ ઘણા સસ્તા છે. આ પેકેજ હેઠળ જો તમે બે લોકો સાથે જાવ છો તો પ્રતિ વ્યક્તિ 53,010 રૂપિયા ખર્ચ કરવા પડશે. અને ત્રણ લોકો માટે 50,700 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ કરવાના રહેશે.

જાણો કેવી રીતે કરવું બુકિંગ?

સૌથી પહેલા તમે www.irctctourism .com ઉપર વિઝીટ કરો.

ત્યાર પછી હોમ પેજ ઉપર ક્રુઝ ઉપર ક્લિક કરો.

સ્થાન, પ્રસ્થાન, તારીખ અને પ્રસ્થાન સમયગાળો પસંદ કરો.

અહિયાં તમને પ્રવાસ કાર્યક્રમ અને ભાડા સાથે ક્રુજ વિવરણ જોવા મળશે.

શેડ્યુલ જોવા માટે Itinerary Details ઉપર ક્લિક કરો.

બુકિંગ કેન્સલ કરાવવા ઉપર કેટલો લાગશે ચાર્જ? આઈઆરસીટીસીના લક્ષદ્વીપ પેકેજ માટે જો તમે બુકિંગ ટુરના 21 દિવસ પહેલા તેને કેન્સલ કરાવો છો, તો તમારે પેકેજની કિંમતના 30 % કેન્સલ ચાર્જના રૂપમાં ચુકવવા પડશે. જો તમે 21 થી 15 દિવસ વચ્ચે કેન્સલ કરાવ્યું છે તો 55 % ટકા અને 14 થી 8 દિવસ વચ્ચે કેન્સલ કરાવ્યું છે તો 80 ટકા કેન્સલ ચાર્જ આપવાનો રહેશે. 8 દિવસથી ઓછા સમયમાં પેકેજ કેન્સલ કરાવવા ઉપર કોઈ રીફંડ નહિ મળે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.