IPL ટીમોમાંથી 71 ખિલાડી રિલીઝ, હરાજીમાં વરસશે કિંગ્સ ઈલેવન પંજાબનો ખજાનો

0
7260

આવતા મહિને થનારી આઈપીએલની હરાજી પહેલા ક્રિસ લિન, ડેવિડ મિલર, જયદેવ ઉનડકટ અને ક્રિસ મોરિસ આ બધા તે 71 ખિલાડીઓમાં શામેલ છે, જેમને તેમની સંબંધિત ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કર્યા છે. ખિલાડીઓને રિલીઝ કરવા, ટ્રેડિંગ અને ટીમમાં કાયમ રાખવા માટે શુક્રવાર છેલ્લો દિવસ હતો.

કુલ 127 ખિલાડીઓને ટીમોએ પોતાની પાસે રાખ્યા છે, જેમાં 35 વિદેશી ક્રિકેટરો પણ શામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટિમ 19 ડિસેમ્બરે થનારી હરાજીમાં 42.70 કરોડ રૂપિયાની રકમ સાથે હાજર હશે, જે બધી આઠ ટીમોમાં સૌથી વધારે છે.

બાકી ટીમોની વાત કરવામાં આવે તો તે આ મુજબ છે. ચૈનાઈ સુપર કિંગની વાત કરવામાં આવે તો તે 14.60 કરોડ રૂપિયા સાથે 5 (2 વિદેશી પ્લેયર સાથે) ખિલાડીઓની જગ્યા સાથે છે. દિલ્હી કૈપિટલ્સ 27.85 કરોડ રૂપિયા સાથે 11 (5 વિદેશી પ્લેયર સાથે) ખિલાડીઓની જગ્યા સાથે છે. કિંગ ઇલેવન પંજાબ 42.70 કરોડ રૂપિયા સાથે 9 (4 વિદેશી પ્લેયર સાથે) ખિલાડીઓની જગ્યા સાથે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ 35.65 કરોડ રૂપિયા સાથે 11 (4 વિદેશી પ્લેયર સાથે) ખિલાડીઓની જગ્યા સાથે છે. મુંબઈ ઇન્ડિયન્સ 13.05 કરોડ રૂપિયા સાથે 7 (2 વિદેશી પ્લેયર સાથે) ખિલાડીઓની જગ્યા સાથે છે. રાજસ્થાન રોયલ્સ 28.90 કરોડ રૂપિયા સાથે 11 (4 વિદેશી પ્લેયર સાથે) ખિલાડીઓની જગ્યા સાથે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર 27.90 કરોડ રૂપિયા સાથે 12 (6 વિદેશી પ્લેયર સાથે) ખિલાડીઓની જગ્યા સાથે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 17.00 કરોડ રૂપિયા સાથે 7 (2 વિદેશી પ્લેયર સાથે) ખિલાડીઓની જગ્યા સાથે છે.

બીસીસીઆઈના જણાવ્યા પ્રમાણે, કિંગ્સ ઇલેવન પંજાબ પાસે હરાજી માટે સૌથી વધારે ‘સૈલરી કૈપ’ ઉપલબ્ધ છે. જયારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર પાસે સૌથી વધારે ખિલાડીઓની જગ્યા (12) ખાલી છે જેમાં 6 વિદેશી પ્લેયરની જગ્યા પણ છે. છેલ્લી સમય સીમા પછી ચૈનાઈ સુપર કિંગ્સ પાસે સૌથી મોટી ટિમ (20 ખિલાડી) છે.

એ પ્રમાણે 8 ફ્રેન્ચાઇઝીમાંથી રોયલ ચેલેન્જર બેંગલોરે (12) સૌથી વધારે ખિલાડી રિલીઝ કર્યા છે. જયારે ચૈન્નાઈ સુપર કિંગ્સે (5) પોતાની ટીમમાંથી સૌથી ઓછા ખિલાડી કાઢ્યા છે. રાજસ્થાન રોયલે 11 ખિલાડીઓ રિલીઝ કર્યા છે, અને ઘોષણા કરી છે કે ઓસ્ટ્રિલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટીમનું નેતૃત્વ કરશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.