IPL 2020 આ ગુમનામ ચહેરાઓ પર જોરદાર વરસ્યા પૈસા, એક જ રાતમાં બન્યા કરોડપતિ

0
7054

આઈપીએલ 2020 માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરના રોજ કોલકાતામાં થઈ. બધી ફ્રેન્ચાઈઝીઓએ પોતાની રણનીતિના હિસાબે ખેલાડીઓને પોતાની ટીમમાં બોલી લગાવીને શામેલ કર્યા. કોલકાતામાં ગુરુવારે થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૦ ની હરાજીમાં આ યુવા ખેલાડીઓની કિસ્મત ચમકી ગઈ.

ફ્રેન્ચાઈઝીએ આ યુવાઓ પર જોરદાર પૈસા વરસાવ્યા. હરાજી પહેલા આ યુવા ખેલાડીઓ પર દુનિયાની નજર હતી કે, આઈપીએલ ૧૩ ની હરાજીમાં ફ્રેન્ચાઈઝી કેટલાની બોલી લગાવશે. એવામાં આવો જાણીએ એ પાંચ યુવા ખેલાડી વિષે જેના પર લાગી કરોડોની બોલી.

વરુણ ચક્રવર્તી :

ગઈ વખતે ૮.૪૦ કરોડ રૂપિયામાં વેચાવા વાળા વરુણ ચક્રવતીને આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સએ ૪ કરોડમાં ખરીદ્યો. સાત અલગ અલગ પ્રકારના બોલ ફેંકવામાં પારંગત વરુણને પંજાબે આ વખતે પોતાની ટીમમાંથી રીલીઝ કરી દીધો હતો, એ પછી કેકેઆરે એને પીયુષ ચાવલા રીપ્લેસમેન્ટ તરીકે શામેલ કર્યો છે.

યશસ્વી જાયસવાલ :

મુંબઈના યુવા બેટ્સમેન યશસ્વી જાયસવાલને ૨ કરોડ ૪૦ લાખ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો. ૧૭ વર્ષના યશસ્વી જાયસવાલે આ વર્ષે વિજય હજારે ટ્રોફી દરમિયાન મુંબઈ તરફથી રમતા લીસ્ટ A ક્રિકેટમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. તે બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો. એણે સિઝનમાં ત્રણ સદી અને એક ફિફ્ટી સહીત ૧૧૨.૮૦ ની સરેરાશ સાથે રન બનાવ્યા. એને ભારતની અંદર-૧૯ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

પ્રિયમ ગર્ગ :

ભારતીય અંદર ૧૯ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલ કેપ્ટન પ્રિયમ ગર્ગને સનરાઈઝર્સ હૈદરબાદે ૧ કરોડ ૯૦ લાખમાં ખરીદ્યો. એની બેઝ પ્રાઈઝ ૨૦ લાખ હતી. પ્રિયમે ૨૦૧૮-૧૯ વિજય હજારે ટ્રોફીમાં ધમાકેદાર પ્રદર્શન કરી ૧૦ મેચોમાં ૮૧૪ રન બનાવ્યા અને બધાને પ્રભાવિત કરી દીધા. તે અત્યાર સુધી ૧૨ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૬૫ કરતા વધારે સરેરાશથી ૮૬૭ રન બનાવી ચુક્યા છે.

વિરાટ સિંહ :

૨૦ લાખ બેઝ પ્રાઈઝ વાળા વિરાટ સિંહને સનરાઈઝર્સ હૈદરાબાદે ૧ કરોડ ૯૦ લાખમાં ખરીદ્યા. વિરાટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. ડાબા હાથથી આ બેટ્સમેને ૧૦ ઇનિંગમાં ત્રણ ફિફ્ટીની મદદથી ૩૪૩ રન બનાવ્યા. આ દરમિયાન એની સ્ટ્રાઈક રેટ ૧૪૨.૩૨ ની હતી. મહેન્દ્ર સિંહ ધોનીને પોતાનો હીરો માનવા વાળા વિરાટે દેવધર ઇંડિયા સી માટે રમતા ઇંડિયા બી વિરુદ્ધ ૯૬ બોલમાં ૭૬ રનની પાળી રમી હતી.

રવિ બિશ્નોઈ :

ભારતીય લેગ સ્પિનર રવિ બિશ્નોઈને ૨ કરોડ રૂપિયામાં કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ટીમમાં લીધો. લેગ સ્પિનર ઉપર ટીમના ડાયરેક્ટર અનિલ કુંબલેએ વિશ્વાસ દાખવ્યો છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.