ટેક્સમાં છૂટ મેળવવા માટે જરૂર કરો આ જગ્યાએ રોકાણ, મળશે સારું રિટર્ન અને લાભ.

0
222

ટેક્સ સેવિંગ સાથે સારું રિટર્ન મેળવવા માટે ELSS, FD કે ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં કરો રોકાણ, જાણો એક્સપર્ટની ટિપ્સ. જો તમે કોઈ એવી જગ્યા પર રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, જ્યાં રોકાણ કરવા પર તમને સારા રિટર્નની સાથે ઇન્કમ ટેક્સમાં છૂટનો પણ લાભ મળે, તો ટેક્સ સેવિંગ FD, પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ અને મ્યુચ્યુઅલ ફંડની ELSS કેટેગરીમાં રોકાણ કરી શકો છો. આજે અમે તમને આ ત્રણેય સ્કીમ વિષે જણાવવા જઈ રહ્યાં છીએ, જેથી તમે પોતાના હિસાબે યોગ્ય જગ્યા પર રોકાણ કરી શકો.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ : આ એક પ્રકારની ફિક્સ ડિપોઝીટ છે. તેમાં એક નક્કી કરેલા સમય માટે એકસાથે પૈસા રોકીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજનો ફાયદો લઇ શકો છો. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ 1 થી 5 વર્ષ સુધીના સમય માટે 5.5 થી 6.7 % સુધી વ્યાજ દર આપે છે. પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઈટ અનુસાર 5 વર્ષની ફિક્સ ડિપોઝીટમાં રોકાણ કરવા પર આયકર અધિનિયમ, 1961 ની ધારા 80 C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો લઇ શકો છો.

ઇનકમ ટેક્સ એક્ટના સેક્સન 80 C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સની છૂટ મેળવી શકાય છે. તેમાં 1000 રૂપિયા ઓછામાં ઓછું રોકાણ કરવું પડે છે. તેમજ મહત્તમ રોકાણની કોઈ સીમા નથી. આ યોજનામાં જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધારે હોય તે રોકાણ કરી શકે છે. તેમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલી શકાય છે.

ટેક્સ સેવિંગ એફડી : 5 વર્ષ વાળી એફડીમાં રોકાણ પર ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80 C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સમાં છૂટ મેળવી શકાય છે. એવામાં તમે તેમાં રોકાણ કરી શકો છો. આવો તમને જણાવીએ કે કઈ બેંકમાં ટેક્સ સેવિંગ એફડી પર કેટલું વ્યાજ મળી રહ્યું છે.

બેંક : વ્યાજદર (%)

DCB બેંક : 6.95

ઇંડસઇંડ બેંક : 6.75

RBL બેંક : 6.50

યસ બેંક : 6.00

એસબીઆઈ બેંક : 5.40

આઈસીઆઈસીઆઈ બેંક : 5.50

એચડીએફસી બેંક : 5.50

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) : દેશમાં 42 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ટેક્સ સેવિંગ સ્કીમ ચલાવે છે. દરેક કંપની પાસે ઇન્કમ ટેક્સ બચાવવા માટે ELSS છે. તેને ઘરે બેઠા બેઠા ઓનલાઇન અથવા કોઈ એજન્ટના માધ્યમથી ખરીદી શકાય છે. જો ઇન્કમ ટેક્સ બચાવવા માટે એકવારમાં રોકાણ કરવું છે, તો સામાન્ય રીતે ઓછામાં ઓછું 5 હજાર રૂપિયા, અને જો દર મહિને રોકાણ કરવું છે તો સામાન્ય રીતે ઓછામાં ઓછું 500 રૂપિયા પ્રતિ મહિનાનું રોકાણ કરી શકાય છે. તેમાં 1.5 લાખ રૂપિયાની મહત્તમ ટેક્સ છૂટ લઇ શકાય છે, પણ તેમાં મહત્તમ રોકાણની કોઈ સીમા નથી.

આ ઇન્કમ ટેક્સ બચાવતી સ્કીમમાં કરેલું રોકાણ 3 વર્ષ માટે લોક-ઈન રહે છે. ત્યારબાદ રોકાણકાર ઈચ્છે તો તે પૈસા ઉપાડી શકે છે. ત્રણ વર્ષ પછી ઈચ્છો તો બધા પૈસા ઉપાડો અથવા જેટલી જરૂર હોય એટલા પૈસા ઉપાડો, અને બાકીના પૈસા આ ELSS માં જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી જમા રહેવા દો. તેમાં રોકાણ પર વ્યાજ દરની જગ્યાએ માર્કેટ લિંક રિટર્ન મળે છે. છેલ્લા 10 વર્ષમાં ELSS મ્યુચ્યુઅલ ફંડ કેટરગરીમાં લગભગ 8.5 %રિટર્ન આપવામાં આવ્યું છે.

આ ELSS ફંડ્સએ આપ્યું શાનદાર રિટર્ન :

ફંડનું નામ : છેલ્લા 1 વર્ષમાં રિટર્ન(%) : છેલ્લા 3 વર્ષમાં રિટર્ન(%) : છેલ્લા 5 વર્ષમાં રિટર્ન(%) : 2019 માં રિટર્ન(%)

BOI AXA ટેક્સ એડવાન્ટેજ ફંડ : 23.3 : 7.9 : 12.5 : 14.6

DSP બ્લેકરોક ટેક્સ સેવર ફંડ : 16.7 : 11.2 : 11.9 : 10.7

કેનરા રોબેકો ઇક્વિટી ટેક્સ સેવર : 6.1 : 5.2 : 11.3 : 14.8

મોતીલાલ ઓસવાલ લોન્ગ ટર્મ ઇક્વિટી ફંડ : 1.9 : 3.3 : 11.0 : 13.2

HDFC લોન્ગ ટર્મ એડવાન્ટેજ ફંડ : 4.7 : 4.2 : 11.0 : 10.1

સોર્સ – ફિનકેશડોટકોમ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.