માત્ર 150 રૂપિયાનું રોકાણ કરી શરુ કરો લાખોનો બિઝનેસ, 13 વર્ષના આ છોકરાએ આ બિઝનેસથી કમાવ્યા 30 લાખ

0
26077

મિત્રો જો તમે કોઈ બિઝનેસ શરુ કરવાં માંગો છો, આજે અમે તમારા માટે એક બિઝનેસની જાણકારી લઈને આવ્યા છીએ, જેમાં રોકાણ ઓછુ છે અને ફાયદો વધારે છે. તો આવો જાણીએ કે, આજના લેખમાં તમારા માટે શું ખાસ છે?

મિત્રો આજે અમે જે બિઝનેસ વિષે જણાવવાં જઈ રહ્યા છીએ, એને તમે ફક્ત 150 રૂપિયામાં શરુ કરીને લાખો રૂપિયાનો નફો મેળવી શકો છો. વાંચવામાં તમને વિચિત્ર લાગતું હશે, તો આવો તમને એનું એક જીવંત ઉદાહરણ આપીએ.

મિત્રો આ બિઝનેસ કરીને દિલ્હીના એક છોકરાએ લગભગ 30 લાખ રૂપિયા એક જ ઝટકામાં કમાવી લીધા હતા. અને તમે પણ તેની જેમ આ બિઝનેસ કરીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આ કામ એટલું અઘરું પણ માંથી. અમે જે બિઝનેસ વિષે જણાવી રહ્યા છીએ તેને કોઈ પણ કરી શકે છે, ભલે તમે વિધાર્થી હોવ કે હાઉસ વાઈફ. કોઈ પણ આ બિઝનેસ કરી શકે છે અને આના માટે તમારે ખુબ વધારે રોકાણ કરવાની પણ જરૂરત પડતી નથી. ચાલો તમને જણાવી દઈએ તે બિઝનેસ શું છે?

જે લોકો ઓનલાઈન બિઝનેસ શરુ કરવા માંગે છે, તેમના માટે આજે અમે ખુબ સારો બિઝનેસ લઈને આવ્યા છીએ. આજે અમે તમને જણાવીશું ફક્ત 150 રૂપિયાનું રોકાણ કરીને તમે કેવી રીતે બિઝનેસ કરી શકો છો. અને આ લેખમાં તમને એ પણ જણાવીશું કે, કેવી રીતે એક 13 વર્ષના બાળકે આ બિઝનેસથી 30 લાખ રૂપિયાની કમાણી કરી. આજે અમે તમને ડોમેન એટલે કે વેબસાઈડ ખરીદીને વેચવા વિષે જણાવીશું.

આ બિઝનેસ વિષે આગળ જણાવતા પહેલા તમને એ 13 વર્ષના બાળક વિષે જણાવી દઈએ જેણે લાખો રૂપિયા કમાયા છે. જણાવી દઈએ કે 13 વર્ષના અક્ષત મિત્તલે oddeven. com નામની એક વેબસાઈટ બનાવી હતી. આ વેબસાઈટ અક્ષતે ડિસેમ્બર 2015 ના રોજ ખરીદી હતી, અને ત્યારે તે 9 માં ધોરણમાં ભણતો હતો.

અક્ષતે આ વેબસાઈટ દિલ્હીમાં લાગુ પડેલ ઓડ-ઈવેન નિયમને લાગુ પડે એવી બનાવી હતી. કારપૂલ કંપનીના માલિકે આ વેબસાઈડ ખરીદી હતી જેના બદલે એમણે અક્ષતને લગભગ 30 લાખ રૂપિયા જેટલી રકમ આપી હતી. તમે પણ આની જેમ લાખો રૂપિયા કમાવવા માંગો છો, તો આ લેખને ધ્યાનથી વાંચજો.

મિત્રો સૌથી પહેલા તો તમને ડોમેન શું હોય છે? એના વિષે જણાવી દઈએ. ડોમેન એટલે કે કોઈ પણ વેબસાઈડનું રજીસ્ટ્રેશન કરવું. કોઈ પણ વેબ સાઈડ બનાવવા માટે તેનું ડોમેન જરૂરી હોય છે. આના માટે તમારે Go Daddy ની વેબ સાઈડ પર જઈને ડોમેન શોધવું પડશે અને ખરીદવું પડશે.

એના પર 150 રૂપિયાથી ડોમેન નેમ શરુ થાય છે. અને તમે જે ડોમેન નેમ ખરીદી લેશો તે જ નામનો બીજુ કોઈ ડોમેન નેમ ખરીદી શકે નહિ. અને તમે આને ખરીદીને ગો ડેડીના ઓપ્શનમાં કે પછી કોઈને વેચી પણ શકો છો. તમારું જેવું નામ તેવા પૈસા લોકો ચૂકવે છે.

અને કોઈ પણ ડોમેન ખરીદતા સમયે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું છે. જેમાં પહેલું તો તમે જે ડોમેન નેમ ખરીદો છો, તેની માર્કેટમાં વેલ્યુ રહેવી જોઈએ. તમારો જે ડોમેન નેમ છે તેનું નામ માર્કેટમાં ચાલવું જોઈએ એટલે ટ્રેન્ડિંગમાં રહેવું જોઈએ. તમે જે ડોમેન ખરીદો છો તેની પાછળ ડોટ કોમ અથવા ડોટ ઈન હોય તો તે જલ્દી વેચાઈ જાય છે. જેથી તમે સરળતાથી વેચીને ઘણા પૈસા કમાવી શકો છો.